________________
લોગનાહાણ
૨૩૩
નાથ નથી એમ અન્વય છે.
અહીં પ્રશ્ન થાય કે ભગવાનમાં મહાનપણું છે, ભીંતાદિમાં મહાનપણું નથી, તેથી ભીંતાદિ નાથ થાય નહિ, પરંતુ મહાન એવા ભગવાન તેઓનો આશ્રય કરનારના નાથ થઈ શકે છે તેના નિરાકરણ માટે કહે છે
મહત્વમાત્રનું અહીં નાથપણામાં, અાયોજકપણું છે; કેમ કે વિશિષ્ટ ઉપકાર કરનારનું જ તત્ત્વથી નાથપણું છે. પંજિકા - _ 'न' नैव तदुभयत्यागात् तदुभयं योगक्षेमोभयं सर्वथा तत्परिहाराद्, अनयोरेवान्यतराश्रयणाद्वा, आश्रयणीयोऽपि ग्राह्योपि, अर्थित्ववशात्राथः; किं पुनरनाश्रयणीय इति 'अपि' शब्दार्थः, कुत इत्याहपरमार्थेन=निश्चयप्रवृत्त्या, तल्लक्षणायोगात्-नाथलक्षणायोगात्, उभयकरत्वमेव तल्लक्षणमित्युक्तमेव। विपक्षे बाधकमाह- इत्थमपि तल्लक्षणायोगेऽपि, तल्लक्षणयोगे तु प्रसज्यते एवेति ‘अपि' शब्दार्थः, अतिप्रसङ्गाद्-अकिञ्चित्करस्य कुड्यादेरपि नाथत्वप्राप्तः, तर्हि गुणैश्वर्यादिना महानेव नाथ इति नातिप्रसङ्गः, इत्याशङ्क्याह- महत्त्वमात्रस्य योगक्षेमरहितस्य महत्त्वस्यैव, केवलस्य इह-नाथत्वे अप्रयोजकत्वाद् अहेतुकत्वात्, कुत इत्याह-विशिष्टोपकारकृत एव-योगक्षेमलक्षणोपकारकृत एव, नान्यस्य, तत्त्वतो-निश्चयेन, नाथत्वात् नाथभावात्। પંજિકાર્ય :
=નેવ નાથમાવી . તદુભયના ત્યાગના કારણે તદુભય અર્થાત યોગક્ષેમરૂપ ઉભય સર્વથા તેના પરિહારને કારણે અર્થાત યોગક્ષેમ ઉભયના પરિહારને કારણે અથવા આ બેમાંથી જ અર્થાત્ યોગક્ષેમ બેમાંથી જ અન્યતરના આશ્રયણને કારણે, આશ્રયણીય પણ અયિત્વના વશથી ગ્રાહ્ય પણ, નાથ એવા ભગવાન સાથ નથી જ.
શું વળી, અનાશ્રયણીય એવા ભગવાન ? એ પ્રકારે “પિ' શબ્દનો અર્થ છે, કેમ ભગવાન આશ્રયણીય હોવા છતાં આશ્રય કરનારના નાથ થતા નથી ? એથી કહે છે –
પરમાર્થથી=નિશ્ચયની પ્રવૃત્તિથી, તેના લક્ષણનો અયોગ હોવાથી=નાથના લક્ષણો અયોગ હોવાથી=બીજાધાર વગરના જીવોને આશ્રયીને નાથના લક્ષણનો અયોગ હોવાથી, તેઓ વડે આશ્રય કરાયેલા પણ ભગવાન તેઓના નાથ નથી જ એમ અવય છે. કેમ ભગવાનમાં નાથના લક્ષણનો અયોગ છે ? એથી કહે છે –
ઉભયકર જ=ધોગક્ષેમરૂપ ઉભયનું કરવાપણું જ, તેનું લક્ષણ છે=નાથનું લક્ષણ છે, એ પ્રમાણે કહેવાયું છે જ, માટે ગુણસંપન્ન એવા પણ ભગવાનનો બાહાથી આશ્રય કરતાશ પણ ભાવથી આશ્રય ન કરે તેવા જીવોના ભગવાન નાથ નથી.