________________
લોગનાહાણું
૨૩૧ આ રીતે તથાનો અર્થ કર્યા પછી પ્રસ્તુત લોગનાહાણ સૂત્રમાં લોક શબ્દથી તે પ્રકારના ઇતરભેદથી વિશિષ્ટ જ ભવ્યલોક ગ્રહણ કરાય છે અને તે પ્રકારના ઇતરભેદથી વિશિષ્ટનો અર્થ કરતાં પંજિકાકાર કહે છે – તે પ્રકારનો ભવ્યરૂપ જ જે ઇતરભેદ છે=ભવ્ય સામાન્યનો ભેદ છે અર્થાત્ અભવ્ય કરતાં ભવ્ય સામાન્યનો ભેદ છે તે ભેદને બીજાધાનાદિ દ્વારા સંવિભાગ કરી શકાય નહિ તેવો ભેદ છે અર્થાત્ તે ભવ્યજીવો બીજાધાનાદિવાળા પણ છે અને બીજાધાનાદિ વગરના પણ છે તેનાથી વિશિષ્ટ જ=વિભક્ત જ, એવો ભવ્યલોક “લોક” શબ્દથી પ્રસ્તુતમાં ગ્રહણ કરાય છે અને તે ઇતરભેદથી વિભક્ત લોક” કેવો છે તે સ્પષ્ટ કરતાં કહે છે –
તે પ્રકારના રાગાદિથી રક્ષણીયપણું હોવાને કારણે બીજાધાનાદિથી સંવિભક્ત છે એવો ભવ્યલોક “લોક શબ્દથી ગ્રહણ થાય છે, તેનાથી એ પ્રાપ્ત થાય કે જે જીવોએ બીજાધાનાદિ કર્યા નથી તેવા જીવો ભગવાનના નિમિત્તને પામીને બીજાધાન કરે પણ અને ન પણ કરે તેવા ભવ્યજીવો છે, તેમાં જેઓ બીજાધાન કરી શકે તેવા છે તેઓને ભગવાન બીજાધાનાદિનું કારણ છે, પરંતુ જ્યાં સુધી તે જીવોએ બીજાધાન કર્યું નથી ત્યાં સુધી ભગવાન તેમના નાથ થતા નથી; કેમ કે જે જીવોએ બીજાધાન કર્યું છે તે જીવો ભગવાન દ્વારા તે પ્રકારના રાગાદિ ઉપદ્રવથી રક્ષણીય છે, તેથી તેઓમાં થયેલો બીજાધાનરૂપ ગુણ નાશ ન પામે અને ઉત્તરના ગુણની પ્રાપ્તિનું કારણ બને, તે રીતે તેઓ રક્ષણીય છે.
જેઓએ બીજાધાન કર્યું નથી તેઓ ભગવાનને પરતંત્ર થાય તેવા નહિ હોવાથી ભગવાન તેઓના નાથ નથી, આથી જ જે જીવોએ ભૂતકાળમાં કોઈક નિમિત્તને પામીને બીજાધાનાદિ કર્યા છે તે જીવોમાં તે બીજાધાનાદિને કારણે જે ગુણસંપત્તિ પ્રાપ્ત થઈ છે તેઓ ભગવાનરૂપ નાથને પામીને તે ગુણસંપત્તિનું રક્ષણ કરી શકે છે અને જે ગુણસંપત્તિ પોતાને પ્રાપ્ત નથી થઈ તેવી પણ ગુણસંપત્તિ ભગવાનના આલંબનથી પ્રાપ્ત કરી શકે છે, તેથી અપૂર્વ ગુણનો યોગ અને પ્રાપ્ત થયેલા ગુણનું રક્ષણ કરવું એવો યોગક્ષેમ કરવાપણું ભગવાનરૂપી નાથને આશ્રયીને બીજાધાનાદિવાળા જીવોને સંભવે છે. જેઓએ બીજાધાનાદિ કર્યા નથી તેવા જીવોને ભગવાનથી કદાચ બીજાધાન થાય તો પણ પ્રાપ્ત થયેલા ગુણનું રક્ષણ અને અપૂર્વનો યોગ કરાવે તે નાથ કહેવાય તેવું નાથપણે બીજાધાનાદિ પૂર્વે તે જીવોમાં ઘટતું નથી, માટે જે જીવોએ બીજાધાન કર્યું છે અથવા પૂર્વભવમાં કે આ ભવમાં ધર્મચિંતા કરી છે કે સતુશાસ્ત્રનું શ્રવણ કર્યું છે કે અન્ય પણ કોઈક ધર્મના અનુષ્ઠાનના સેવનથી ગુણસંપત્તિ પ્રગટ કરી છે તેઓને ભગવાનનો યોગ પ્રાપ્ત થાય તો ભગવાનના આલંબનથી તેઓની તે ગુણસંપત્તિનું રક્ષણ થાય છે, તેથી મોહના ઉપદ્રવથી તે ગુણસંપત્તિનો નાશ થતો અટકે છે અને જે ગુણસંપત્તિ તેઓએ પ્રગટ કરી નથી તે ગુણસંપત્તિનો યોગ કરવામાં પણ ભગવાન પ્રબળ કારણ છે. આથી જ વર્તમાનમાં પણ ભગવાનના ગુણોને જાણીને ભગવાનને મૂર્તિરૂપે પ્રાપ્ત કરીને કે ભગવાનનાં સંતુશાસ્ત્રોનું અધ્યયન કરીને જેઓ પોતાના પ્રાપ્ત થયેલા ગુણોનું રક્ષણ કરે છે અને અપ્રાપ્ત એવા નવા નવા ગુણો જિનપ્રતિમાના આલંબનથી કે સતુશાસ્ત્રના આલંબનથી પ્રાપ્ત કરે છે તેઓના ભગવાન નાથ છે, તેથી ભગવાન તેઓનું રાગાદિ ઉપદ્રવોથી રક્ષણ કરે છે અને રાગાદિ ઉપદ્રવોને કારણે થતા દુર્ગતિપાતોરૂપ ઉપદ્રવોથી પણ ભગવાન રક્ષણ કરે છે, આથી જ જેઓ ભગવાનના અનુશાસન નીચે