________________
૨૦
લલિતવિસ્તરા ભાગ-૧
શબ્દનો અર્થ, વાચ્ય છે. આ રીતે તથા તોલાનાથેપ્યામાં રહેલા તથા શબ્દનો અર્થ કર્યા પછી લલિતવિસ્તરામાં કહ્યું કે અહીં લોક શબ્દથી તે પ્રકારના ઈતર ભેદથી વિશિષ્ટ જ ભવ્યલોક ગ્રહણ કરાય છે ત્યાં રહેલા તવેતરખેલનો અર્થ કરે છે – તથા તે પ્રકારનો, ભવ્યરૂપ જ જે ઈતરનો ભેદ=ભવ્ય સામાન્યનો બીજાધાનાદિ દ્વારા સંવિભાગ કરવા માટે અસમર્થ એવો જે ઈતરનો ભેદ, તેનાથી વિશિષ્ટ જ=વિભક્ત જ, તથાતથા તે તે પ્રકારે, રાગાદિ ઉપદ્રવથી રક્ષણીયપણાને કારણે=રાગાદિ જ ઉપદ્રવો અથવા રાગાદિથી થતા ઉપદ્રવો તેનાથી રાણીયતા અર્થાત તેના વિષથભાવથી અપસારણતા અર્થાત રાગાદિના ઉપદ્રવોના વિષયભાવથી અપસારણતા તેના કારણે, બીજાધાનાદિથી સંવિભક્ત ધર્મબીજનું વપન-ચિંતા-સત શ્રુતિ આદિથી કુશલ આશય વિશેષથી સર્વથા સ્વાયતીકૃત હોવાને કારણે સંવિભક્ત= શાસ્ત્રની અપેક્ષાથી સંગત વિભાગવાળો કરાયેલો, ઉક્ત સ્વરૂપવાળો ભવ્યલોક ગ્રહણ કરાય છે=આશ્રય કરાય છે. કેમ બીજાધાનાદિથી સંવિભક્ત ભવ્યલોક આશ્રય કરાય છે ? એથી કહે છે –
અનીદશમાં=બીજાધાનાદિથી અસંવિભક્ત એવા અવિષયભૂત જીવમાં=બીજાધાનાદિ નહિ કરેલ હોવાને કારણે યોગક્ષેમના અવિષયભૂત એવા જીવમાં, નાથપણાની અનુપપત્તિ હોવાથી=ભગવાનના તાથભાવનું અઘટન હોવાથી, લોકનાથમાં લોક શબ્દથી બીજાધાનાદિ સંવિભક્ત ભવ્યલોક ગ્રહણ કરાય છે એમ અવય છે. કયા કારણથી ?=અનીદશમાં નાથપણાની અનુપપતિ કયા કારણથી છે? એથી કહે છે –
જે કારણથી યોગક્ષેમ કરનાર યોગક્ષેમના કર્તા, આ=નાથ છે, એ પ્રકારે વિદ્વત પ્રવાદ છેઃ પ્રાજ્ઞપુરુષોમાં પ્રસિદ્ધિ છે.
અહીં બીજાધાનાદિથી સંવિભાગ કરાયેલો એમ કહ્યું એમાં હેત કહે છે – કુશલ આશયનું ભગવાનના પ્રસાદથી લભ્યપણું છે, તેથી કુશલ આશય દ્વારા સંગત વિભાગ કરાયેલો સંવિભક્ત છે એમ કહેલ છે. ભાવાર્થ :
લોગનાહાણં સૂત્રનો અર્થ કરતાં લલિતવિસ્તરામાં તથ શબ્દ મૂકેલ છે, પૂર્વનાં બધાં સૂત્રોના અર્થ કરતી વખતે તથા શબ્દ નહિ મૂકેલો હોવા છતાં પ્રસ્તુતમાં તથા નોનાગ્ય: કહ્યું, તેથી જિજ્ઞાસા થાય છે તથા શબ્દ શેનો વાચક છે, તેથી પંજિકાકાર તથાનો અર્થ કરતાં કહે છે –
લોગુત્તરમાણે સૂત્રની લલિતવિસ્તરાની ટીકામાં કહેલ કે સમુદાયમાં પ્રવૃત્ત શબ્દો અનેક વખત અવયવોમાં પ્રવર્તે છે તે કથનનો વાચક તથા શબ્દ છે, તેથી એ પ્રાપ્ત થાય કે સમુદાયમાં પ્રવર્તતો લોક શબ્દ જેમ લોગુત્તરમાણમાં કોઈક અવયવનો વાચક હતો તેમ પ્રસ્તુતમાં પણ લોક શબ્દ કોઈક અવયવનો વાચક છે તેમ આગળના લોગહિઆણે આદિમાં પણ જે તથા શબ્દનો પ્રયોગ લલિતવિસ્તરામાં છે તેનો અર્થ પણ તે પ્રમાણે જ કરવો અર્થાત્ તે લોક શબ્દ કોઈક સમુદાયનો કે અવયવનો વાચક છે તેમ કરવો.