________________
૨૨૮
લલિતવિક્તા ભાગ-૧
ભવ્યજીવ તે પ્રકારના સહકારીઓનું અવલંબન લઈને બીજાધાનાદિ કરે છે, તેમ અન્ય પણ તત્સમાન યોગ્યતાવાળો જીવ તે પ્રકારના જ સહકારીઓનું અવલંબન લઈને સમાન જ બીજાધાનાદિ પ્રાપ્ત કરે, તેથી જીવમાં રહેલી યોગ્યતા જ વિલક્ષણ છે, જેથી મોક્ષમાં જવાની યોગ્યતા સમાન હોવા છતાં તે-તે જીવો પોતાની યોગ્યતા અનુસાર તે તે કાળમાં તે તે ક્ષેત્રમાં તે તે નિમિત્તોનું અવલંબન લઈને પોતાના ભવ્યત્વના પરિપાક માટે યત્ન કરે છે અને જેઓ ભવ્યત્વના પરિપાક માટેનો યત્ન કર્યા પછી સતત ઉત્તર-ઉત્તરના ભવ્યત્વના પરિપાક માટે દૃઢ અવલંબન લઈને સદા પ્રવર્તે છે તેઓ અલ્પકાળમાં ભવ્યત્વના ફળરૂપે મોક્ષને પ્રાપ્ત કરે છે તે જીવોનું તથાભવ્યત્વ તેવા જ પ્રકારનું છે અર્થાત્ તે જીવોનો મોક્ષમાં જવાને યોગ્ય સ્વભાવ તેવા જ પ્રકારનો છે કે મોક્ષમાર્ગને પામ્યા પછી સતત અપ્રમાદી થઈને ફળપ્રાપ્તિ સુધી અવિરામથી યત્ન કરાવે.
વળી, અન્ય કેટલાક મોક્ષમાં જવાને યોગ્ય જીવો પણ નિમિત્તને પામીને બીજાધાનાદિ પ્રાપ્ત કરે છે, છતાં વારંવાર પ્રમાદ કરીને મોક્ષપ્રાપ્તિ રૂપ ફળ મેળવવામાં વિલંબ કરે છે અને સંસારની અનેક કદર્થનાઓ પામ્યા પછી જાગૃત થઈને અપ્રમાદથી યત્ન કરીને મોક્ષરૂપ ફળને પ્રાપ્ત કરે છે તે જીવોનું તથાભવ્યત્વ તે જ પ્રકારનું વિલક્ષણ છે, જેથી બીજાધાન પામ્યા પછી પણ ઘણો કાળ પ્રમાદવશ થઈને સંસારની વિડંબના પામીને અંતે મોક્ષરૂપ ફળમાં પરિણમન પામે છે.
આ રીતે દરેક જીવનું છે તે પ્રકારનું ભવ્યત્વ વિચિત્ર છે તે નિશ્ચયનયનું કથન છે અને અતિસૂક્ષ્મ બુદ્ધિગમ્ય છે, તેથી સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવું જોઈએ કે જીવ જે જે પ્રકારનો પ્રયત્ન કરે છે તે તે પ્રકારના પ્રયત્ન પ્રત્યે તે તે પ્રકારનું તેનું યોગ્યત્વ જ કારણ છે અને મોક્ષમાં જવાનું તેનું યોગ્યત્વ પણ પૂર્વમાં મોક્ષરૂપ ફળને અભિમુખ ન થયું, તેમાં પણ તેનું તેવા પ્રકારનું યોગ્યત્વ જ કારણ છે અને ફળને અભિમુખ થયા પછી અપ્રમાદથી તે તે પ્રકારનો યત્ન કરીને મોક્ષરૂપ ફળમાં પર્યવસાન પામે છે તેમાં પણ તે જીવનું તેવા પ્રકારનું યોગ્યત્વ જ કારણ છે. જેઓ મોક્ષમાં જવાને યોગ્ય હોવા છતાં મોક્ષમાર્ગને પામ્યા પછી જે જે પ્રકારનો પ્રમાદ કરે છે તે જીવોમાં પણ તેવો પ્રમાદ કરવાને અનુકૂળ યોગ્યત્વ જ કારણ છે, આથી જ તીર્થકરના જીવોનું તેવા જ પ્રકારનું યોગ્યત્વ છે કે જેથી કોઈક તીર્થંકરના શાસનને પામે છે અને સંસારના ઉચ્છેદનો એક ઉપાય આ તીર્થંકરે બતાવેલો યોગમાર્ગ છે તેવો સ્થિર નિર્ણય કર્યા પછી તેઓ સર્વ યોગ્ય જીવોને માર્ગપ્રદાન કરવાના ઉત્કટ પરિણામવાળા થાય છે, આથી વિચારે છે કે મોહ-અંધકારમય આ જગતમાં આવું ઉત્તમ શ્રુતજ્ઞાન વિદ્યમાન હોવા છતાં સંસારીજીવો દુઃખી થાય છે, તેથી તેઓને હું આ ધૃતરૂપી ચક્ષુને આપીને તેઓના નિસ્તારનું કારણ બનું. આ પ્રકારના શુભભાવપૂર્વક શ્રુતચક્ષુથી યોગમાર્ગને સેવીને તે જીવો ઘણા જીવોને તેવો ઉત્તમ માર્ગ આપવાનું કારણ બને તેવા ચરમભવને પામે છે, તેથી અન્ય ભવ્યજીવો કરતાં ભગવાન લોકોત્તમ છે. ll૧ના
સૂત્ર :
તોનાલાપ તારા