________________
૭.
લોગુમાણ યોગનિરોધ અવસ્થાને પ્રાપ્ત કરે છે ત્યારે તેઓનું ભવ્યત્વ ફલને અભિમુખ અત્યંત પરિપાકવાળું બને છે અને જ્યારે સર્વ કર્મ રહિત બને છે ત્યારે તે ભવ્યત્વ નાશ પામે છે, તેથી એ પ્રાપ્ત થાય કે સિદ્ધિગમન યોગ્યત્વરૂપ અનાદિ પારિણામિક ભાવ જે જીવોમાં છે તે ભવ્યજીવો છે અને તે જીવોમાં વર્તતું ભવ્યત્વ વિચિત્ર પ્રકારનું છે તે તથાભવ્યત્વ છે.
અહીં પ્રશ્ન થાય કે મોક્ષમાં જવાને યોગ્ય જીવોમાં વર્તતું ભવ્યત્વ વિચિત્ર પ્રકારનું છે તે કેમ નક્કી થાય? તેથી કહે છે –
કાલાદિના ભેદથી ભવ્યજીવોને બીજાદિની સિદ્ધિની પ્રાપ્તિ થાય છે, તેથી નક્કી થાય કે બધા જીવોનું ભવ્યત્વ ભવ્યત્વરૂપે સમાન હોવા છતાં તથાભવ્યત્વરૂપે સમાન નથી, આથી જ બધા જીવોનું ભવ્યત્વ જ્યારે જ્યારે પરિપાકને અભિમુખ બને છે ત્યારે ત્યારે બીજસિદ્ધિ થાય છે, ત્યારપછી ધર્મચિંતા થાય છે, ત્યારપછી શ્રવણ-ધર્મનું પરિભાવન, ઉત્તર-ઉત્તરના ધર્મનું સેવન થાય છે, તેથી તે જીવોનું ભવ્યત્વ સિદ્ધિગમનને અનુકૂળ પરિપાકને પામતું હોય છે, આમ છતાં દરેક જીવનું ભવ્યત્વ ભિન્ન કાળમાં, ભિન્ન ક્ષેત્રમાં, ભિન્ન નિમિત્તથી, ભિન્ન પ્રકારે પરિપાકને પામે છે તેનું કારણ તે તે જીવોનું ભવ્યત્વ સર્વથા સમાન નથી, જો ભવ્યત્વ સર્વથા સમાન હોય તો બધા જીવોનું ભવ્યત્વ સમાન રીતે જ બીજાદિની પ્રાપ્તિ દ્વારા પરિપાકને પામે અને સમાન રીતે જ મોક્ષફળની પ્રાપ્તિ કરાવે, પરંતુ ભવ્યજીવો ભિન્ન ભિન્ન પ્રકારે ભવ્યત્વના પરિપાક દ્વારા ભિન્ન ભિન્ન કાળમાં અને ભિન્ન ભિન્ન ક્ષેત્રમાંથી મોક્ષમાં જતા હોય છે, તેથી તેના કારણભૂત તેઓનું ભવ્યત્વ પણ વિચિત્ર જ છે, આથી જ અન્ય ભવ્યજીવો કરતાં તીર્થંકરનું ભવ્યત્વ તેવા પ્રકારનું વિચિત્ર હોવાથી ચરમ ભવમાં બધા ભવ્યજીવોના કલ્યાણનું એક કારણ બને તે રીતે જ પરિપાકને પામે છે અને અન્ય જીવોનું ભવ્યત્વ પરિપાકને પામવા છતાં ચરમ ભવમાં તીર્થકર તુલ્ય પરિપાકને પામતું નથી, તેથી મોક્ષરૂપ ફળને આશ્રયીને સર્વ જીવોનું યોગ્યત્વ સમાન હોવા છતાં મોક્ષપ્રાપ્તિના વચલા કાળમાં ભવ્યત્વની જે પરિપાક અવસ્થાઓ છે તેના વૈચિત્ર્યનું કારણ તે જીવોનું વિચિત્ર એવું તથાભવ્યત્વ છે.
અહીં પ્રશ્ન થાય કે બધા જીવોના ભવ્યત્વને વિચિત્ર ન સ્વીકારવામાં આવે અને કહેવામાં આવે કે મોક્ષમાં જવાના યોગ્યત્વરૂપ ભવ્યત્વ બધાનું સમાન છે છતાં તે તે જીવોને તે તે પ્રકારના સહકારીઓની પ્રાપ્તિથી તે તે કાળમાં બીજાધાનાદિ પ્રાપ્ત થયા, પરંતુ ભવ્યત્વના ભેદને કારણે કાલાદિના ભેદથી બીજાધાનાદિના ભેદની સિદ્ધિ નથી, પણ સહકારીના ભેદથી જ બીજાધાનાદિ સિદ્ધિનો ભેદ છે તેને ગ્રંથકારશ્રી કહે છે –
જો બધા જીવોનું ભવ્યત્વ સમાન જ હોય તો બધા જીવોને સહકારીઓ પણ સમાન જ પ્રાપ્ત થવા જોઈએ અને સહકારી કારણો બધાને સમાન પ્રાપ્ત થતાં નથી, તેથી બધાનું ભવ્યત્વ પણ સમાન નથી એમ માનવું જોઈએ; કેમ કે સહકારીઓની પ્રાપ્તિ પ્રત્યે પણ તે જીવનું ભવ્યત્વ જ કારણ છે.
આશય એ છે કે જે જીવમાં જે પ્રકારની યોગ્યતા હોય તે પ્રકારની યોગ્યતાને કારણે જ તે જીવ તે પ્રકારના સહકારીઓને પણ પ્રાપ્ત કરે છે, જો સર્વથા યોગ્યતા સમાન હોત તો જેમ કોઈ વિવલિત એક