________________
૨૨૬
લલિતવિસ્તરા ભાગ-૧
પણ, નિશ્ચિત અભેદ છે=બધા જીવોને સહકારીઓ પણ સમાન પ્રાપ્ત થાય એ પ્રસંગ છે, એથી યુગપ ્ તેનો ઉપનિપાત પ્રાપ્ત થાય=બધા ભવ્યજીવોને એક સાથે જ બીજાધાનાદિના સહકારીનો ઉપનિપાત પ્રાપ્ત થાય, નિશ્ચયનયનો મત આ છે=પરમાર્થનયનો અભિપ્રાય આ છે.
આ શું ? તે ‘યદ્યુત'થી સ્પષ્ટ કરે છે .
-
ભવ્યત્વ ચિત્ર છેબધા ભવ્યજીવોમાં ભવ્યત્વ જુદા જુદા પ્રકારનું છે તે નિશ્ચયનયનો મત છે.
વળી, વ્યવહારનયના અભિપ્રાયથી તુલ્યપણું થાય પણ=બધા સિદ્ધિગમન યોગ્ય જીવોમાં ભવ્યત્વનું તુલ્યપણું થાય પણ; કેમ કે તેનું=વ્યવહારનયનું, સાદૃશ્યમાત્રના આશ્રયણથી જ પ્રવૃત્તપણું છે= વ્યવહારનય મોક્ષમાં જવાની યોગ્યતા બધા ભવ્યજીવોમાં સમાન જોનાર છે તેથી વ્યવહારનય સાદૃશ્ય માત્રના આશ્રયણથી જ પ્રવર્તે છે, માટે બધા ભવ્યજીવોના ભવ્યત્વને સમાન સ્વીકારે છે અને સહકારીઓના ભેદથી ભિન્ન ભિન્ન કાળમાં બીજાદિની પ્રાપ્તિ સ્વીકારે છે અને ભિન્ન ભિન્ન કાળમાં મોક્ષની પ્રાપ્તિ સ્વીકારે છે. ।।૧૦।।
ભાવાર્થ :
પ્રસ્તુત સંપદામાં લોક શબ્દ વપરાયો છે તે પંચાસ્તિકાયનો વાચક છે, છતાં પ્રસ્તુત લોકોત્તમ પદમાં લોક શબ્દ ભવ્ય સત્ત્વને જ ગ્રહણ કરે છે; સર્વ ભવ્યજીવોમાં ભગવાન ઉત્તમ છે તે બતાવવા માટે જ લોકોત્તમ પદથી ભગવાનની સ્તુતિ કરાઈ છે, લોક શબ્દથી સર્વ જીવોનું ગ્રહણ ક૨વામાં આવે તો અભવ્યજીવો કરતાં ભવ્યજીવો પણ ઉત્તમ છે, તેથી લોકોત્તમ કહેવાથી ભવ્યજીવોનું પણ ગ્રહણ થાય, તેની વ્યાવૃત્તિ ક૨ીને જે જીવો તીર્થંકર થવાના છે અને થાય છે અને થયા છે તે સર્વ જીવો સર્વ ભવ્યજીવો કરતાં ઉત્તમ છે તે બતાવવા માટે જ ભગવાનને લોકોત્તમ કહેલ છે; કેમ કે ભવ્યજીવોના બધા કલ્યાણનું એક કારણ એવું તથાભવ્યત્વ તીર્થંકરના જીવોનું છે, તેથી તીર્થંકરના જીવો ચમભવમાં માત્ર સંસારનો અંત કરીને મોક્ષમાં જતા નથી, પરંતુ સર્વ ભવ્યજીવોને સદ્ગતિઓની પરંપરા દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય એવા ઉત્તમ માર્ગનું સ્થાપન કરે છે, તેથી મોક્ષમાં જનારા અન્ય ભવ્યજીવો કરતાં ભગવાનનું તથાભવ્યત્વ વિશેષ હોવાને કારણે ભગવાન લોકોત્તમ છે.
આ રીતે તથાભવ્યત્વને કારણે ભગવાન લોકોત્તમ છે તેમ સ્થાપન કર્યું, તેથી વિચારકને જિજ્ઞાસા થાય કે તથાભવ્યત્વ શું છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે
—
મોક્ષમાં જવાનું યોગ્યત્વ એ ભવ્યત્વ છે અને તે ભવ્યત્વ અનાદિ પારિણામિક ભાવ છે અર્થાત્ કર્મજન્ય ભાવ નથી, પરંતુ કર્મવાળા સંસારીજીવોમાં જેમ ચેતનત્વ અનાદિ પારિણામિક ભાવ છે તેમ મોક્ષમાં જવાને યોગ્ય જીવોમાં સિદ્ધિગમન યોગ્યત્વરૂપ અનાદિ પારિણામિક ભાવ છે, આથી જે ભવ્યજીવો છે તેઓનાં પ્રચુર કર્મો કંઈક અલ્પ થાય છે તેના કારણે મિથ્યાત્વ કંઈક મંદ થાય છે ત્યારે સંસારનું વિષમ સ્વરૂપ યથાર્થ જાણીને સંસારના ઉચ્છેદના અર્થી બને છે, તે પ્રકારનો પરિણામ થવામાં તે જીવોમાં વર્તતું સિદ્ધિગમન યોગ્યત્વ કારણ છે અને તે ભવ્યત્વ જ ક્રમસર સિદ્ધિગમનને અનુકૂળ તે તે ભાવોમાં પરિણમન પામતું અંતે