________________
૨૨૪
લલિતવિસ્તાર ભાગ
રહેલો ભાવ, ભવ્યત્વ છે, નામ શબ્દ સંજ્ઞામાં છે, તેથી=નામ શબ્દ સંશામાં છે તેથી, ભવ્યત્વ નામનો જીવપર્યાય છે, સિદ્ધ થાય છે=તિષ્ઠિત અર્થવાળા થાય છે–પૂર્ણ થયેલા સર્વ પ્રયોજનવાળા થાય છે જીવો જેમાં એ સિદ્ધિEસકલ કર્મક્ષયરૂપ જીવની અવસ્થા જ, ત્યાં=સિદ્ધિરૂપ જીવની અવસ્થામાં, ગમન તદ્દભાવ પરિણમનરૂપ ગમન, સિદ્ધિગમન તેનું યોગ્યપણું=સામગ્રીના સંભવમાં સ્વસાધ્યની સાથે યોજન કરાશે એ યોગ્ય તેનો ભાવ એ યોગ્યત્વ નામનો ભાવ છે, અનાદિઆદિ રહિત, તે એવો આ=અનાદિ એવો આ પારિણામિક ભાવ છે=ભવ્યત્વ અનાદિ પારિણામિક ભાવ છે એમ અવય છે, પરિણામિક ભાવનો અર્થ કરે છે – પરિ=સર્વ સ્વરૂપે, નામ=પ્રન્ધીભાવ=નમનનો ભાવ પરિણામ છે, તે જ=અનાદિ એવો પરિણામ જ, અનાદિ પારિણામિક ભાવ જીવતો સ્વભાવ જ છે.
આ રીતે=પૂર્વમાં ભવ્યત્વ કેવા સ્વરૂપવાનું છે તે બતાવ્યું એ રીતે, સામાન્યથી ભવ્યત્વને કહીને તે જ=ભવ્યત્વ જ, પ્રતિવિશિષ્ટ છતું તે તે પ્રકારના અવાંતર પરિણામોથી પ્રતિવિશિષ્ટ છતું, તથાભવ્યત્વ છે એને કહે છે=લલિતવિસ્તરામાં કહે છે – “તથાભવ્યત્વતિ ' એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તથા તે અનિયત પ્રકારથી=જે જે પ્રકારે વચલી અવસ્થાઓ પ્રાપ્ત કરીને મોક્ષરૂપે પરિણમન પામે તેમાં તે તે જીવને આવીને તે રૂપ અનિયત પ્રકારથી, ભવ્યત્વ ઉક્ત રૂપવાળું છે, “ત્તિ' શબ્દ સ્વરૂપ ઉપદર્શનાર્થવાળો છે તથાભવ્યત્વના સ્વરૂપને બતાવવાના અર્થવાળો છે, 'કાર અવધારણ અર્થવાળો અને ભિાવ ક્રમવાળો છે અને તેથી=='કાર અવધારણ અર્થવાળો ભિન્ન ક્રમવાળો છે તેથી=આગળમાં
ત' પાસે યોજન છે તેથી જે આ તથાભવ્યત્વ છે તે શું છે? એથી કહે છે – વિચિત્રકલાના રૂપવાળું છતું=જે આ તથાભવ્યત્વ છે તે તે જીવતે આશ્રયીને જુદા જુદા રૂપવાળું છતું, આ જ ભવ્યત્વ તથાભવ્યત્વ કહેવાય છે.
શેનાથી વિચિત્ર એવું ભવ્યત્વ જ તથાભવ્ય કહેવાય છે? એથી કહે છે – કાલાદિના ભેદથી=સહકારી એવા કાલ-ક્ષેત્ર-ગુરુ આદિ દ્રવ્યના વૈચિત્રથી, આત્માના=જીવોના, બીજાદિ સિદ્ધિનો ભાવ હોવાથી વિચિત્ર એવું ભવ્યત્વ જ તથાભવ્યત્વ કહેવાય છે એમ અવય છે, બીજાદિ સિદ્ધિનો અર્થ સ્પષ્ટ કરે છે – બીજ ધર્મપ્રશંસાદિ છે=વિવેકપૂર્વકની ધર્મની પ્રવૃત્તિ જોઈને તે વિવેકમૂલક પ્રવૃત્તિ પ્રત્યે જે પ્રીતિ થઈ છે તેની અભિવ્યક્તિરૂપે જે ધર્મપ્રશંસા છે તે બીજ છે, અને ધર્મપ્રશંસાદિમાં આદિ શબ્દથી દુઃખિતોમાં દયા, જિનમાં કુશલચિત વગેરેનું ગ્રહણ છે અને બીજાદિમાં રહેલા આદિ શબ્દથી ધર્મચિંતા, ધર્મશ્રવણ આદિનું ગ્રહણ છે, ધર્મશ્રવણ આદિમાં રહેલા આદિ શબ્દથી ધર્મસ્વરૂપના ભાવનનું ગ્રહણ છે, તેઓની=બીજાદિની, સિદ્ધિનો ભાવ હોવાથી=કાલાદિતા ભેદથી બીજાદિની સિદ્ધિનું સત્વ હોવાથી, વિચિત્ર એવું ભવ્યત્વ જ તથાભવ્યત્વ છે એમ અવય છે.
વ્યતિરેકને કહે છેઃવિચિત્ર ભવ્યત્વ ન સ્વીકારવામાં આવે તો શું દોષ પ્રાપ્ત થાય? એ રૂપ વ્યતિરેકને કહે છે – સર્વથા યોગ્યતાનો અભેદ હોતે છત=સર્વ પ્રકારે એકાકાર યોગ્યતા હોતે છતે=ભવ્યજીવોમાં