________________
૨૩૨
લલિતવિકતા ભાગ-૧ પોતાની શક્તિ અનુસાર સદા યત્ન કરે છે તેઓના ભગવાન નાથ છે અને તેઓ હંમેશાં રાગાદિ ઉપદ્રવોથી પણ રક્ષણ પામે છે અને રાગાદિથી થનારા દુર્ગતિના પાતના ઉપદ્રવોથી પણ રક્ષણ પામે છે અને નવા નવા ગુણોની પ્રાપ્તિ દ્વારા ઉત્તર-ઉત્તરના વિશિષ્ટ સુદેવત્વ, માનુષત્વને પ્રાપ્ત કરે છે અને અંતે નાથ એવા ભગવાન જેવા પોતે પણ સર્વ ઉપદ્રવોથી મુક્ત થાય છે. પંજિકા -
योगक्षेमयोरन्यतरकृत्, सर्वथा तदकर्ता वा, नाथः स्यादित्याशङ्कानिरासायाह - પંજિકાર્ચ -
યોજન....નિરાશાવાદ II યોગક્ષેમમાંથી અન્યતર કરનાર અથવા સર્વથા તેના અકર્તા=યોગક્ષેમના અકર્તા, નાથ થાય એ પ્રકારની આશંકાના નિરાસ માટે કહે છે લલિતવિસ્તરામાં કહે છે – ભાવાર્થ -
પૂર્વમાં કહ્યું કે યોગક્ષેમ કરનાર ભગવાન નાથ થઈ શકે છે, તેથી બીજાધાનાદિથી સંવિભક્ત ભવ્યલોકના જ ભગવાન નાથ છે, ત્યાં કોઈને પ્રશ્ન થાય કે જે જીવોએ બીજાધાનાદિ કર્યા નથી તેઓને પણ અપૂર્વનો યોગ બીજાધાન દ્વારા ભગવાન કરી શકે છે, તેથી યોગક્ષેમમાંથી કોઈ એક કાર્ય કરે તેઓના પણ ભગવાન નાથ થશે અથવા જે જીવોમાં યોગક્ષેમ થતો નથી છતાં ભગવાનનો આશ્રય કરે છે, તેથી જ ભગવાને બતાવેલ સાધુપણું કે શ્રાવકપણે પાળે છે છતાં સ્વછંદ મતિ હોવાને કારણે તેઓમાં અપૂર્વનો યોગ કે વિદ્યમાન ગુણનું રક્ષણ થતું નથી તોપણ ભગવાનનો આશ્રય કર્યો છે, માટે તે જીવોના ભગવાન નાથ કહેવાશે, તેનું નિરાકરણ કરવા માટે લલિતવિસ્તરામાં કહે છે – લલિતવિસ્તરા :
न तदुभयत्यागाद् आश्रयणीयोऽपि, परमार्थेन तल्लक्षणायोगात्, इत्थमपि तदभ्युपगमेऽतिप्रसङ्गात्, महत्त्वमात्रस्येहाप्रयोजकत्वात्, विशिष्टोपकारकृत एव तत्त्वतो नाथत्वात्। લલિતવિસ્તરાર્થ:
તેના ઉભયના ત્યાગથીજ્યોગક્ષેમ ઉભયના ત્યાગથી, આશ્રયણીય પણ ભગવાન નાથ નથી; કેમ કે પરમાર્થથી તેના લક્ષણનો અયોગ છે=નાથના લક્ષણનો ભગવાનમાં અયોગ છે, આ રીતે પણ=ભગવાનમાં તેવા જીવોને આશ્રયીને નાથપણાના લક્ષણનો અયોગ હોવા છતાં પણ, તેનો સ્વીકાર કરાયે છતે=જેઓ ભગવાનનો આશ્રય કરે છે તેઓના ભગવાન નાથ છે એમ સ્વીકાર કરાયે છતે, અતિપ્રસંગ હોવાથી=ભીંતાદિને પણ નાથ સ્વીકારવાનો અતિપ્રસંગ હોવાથી ભતાદિમાં નાથનું લક્ષણ નહિ હોવા છતાં કોઈ વ્યક્તિ ભીંતાદિનો આશ્રય કરે તેટલા માત્રથી તે ભીંતાદિને પણ નાથ સ્વીકારવાનો અતિપ્રસંગ હોવાથી, ભગવાનનો આશ્રય કરનારા બધાના ભગવાન