________________
લોગનાહાણ
૨૩૯
પંજિકાર્ચ -
ર ૪'-નૈવ ... ભવ્યાશિષ્યઃ કોઈક તીર્થકરને સકલ ભવ્યોના વિષયવાળા=સર્વ ભવ્યોને આશ્રયીને પ્રવૃત્ત એવા, આ=યોગક્ષેમ, નથી જ, વિપક્ષમાં સકલ ભવ્યતા વિષયવાળા યોગક્ષેમ તીર્થંકરોમાં છે એ સ્વીકારવારૂપ વિપક્ષમાં, બાધકને કહે છે – તેનાથી–વિશિષ્ટ એવા તીકથી=ભૂતકાળના કોઈક વિશિષ્ટ એવા તીર્થંકરથી, તેની પ્રાપ્તિ થવાને કારણે=યોગક્ષેમની પ્રાપ્તિ થવાને કારણે, યોગક્ષેમનું સકલ ભવ્યોનું વિષયપણું હોતે છતે સર્વ જ ભવ્યજીવોની મુક્તિનો પ્રસંગ હોવાથી=યોગક્ષેમ સાધ્ય મોક્ષની પ્રાપ્તિ હોવાથી, ભગવાન સકલ ભવ્યજીવોના સાથ નથી એમ અવય છે.
આને જ ભગવાન સર્વ ભવ્યજીવોના નાથ સ્વીકારવામાં આવે તો આટલા કાળ સુધીમાં સકલ ભવ્યજીવોને ક્યારની મુક્તિની પ્રાપ્તિ થઈ ગઈ હોત એમ પૂર્વમાં કહ્યું એને જ, ભાવન કરતાં કહે છે.
દિ' યસ્માત્ અર્થમાં છે તેથી જે કારણથી તુલ્ય ગુણવાળા=સદશ જ્ઞાનાદિ શક્તિવાળા, પ્રાયઃ બહુલતાથી, આ તીર્થકરો છે, શરીર જીવિતાદિથી વળી, અન્યથાપણું પણ છે=અતુલ્યપણું પણ છે, એથી પ્રાયનું ગ્રહણ છે અર્થાત્ પ્રાયઃ બધા તીર્થંકરો તુલ્ય ગુણવાળા છે એમ કહેલ છે તેથી=બધા તીર્થકરો તુલ્ય ગુણવાળા છે તેથી, ચિરકાલ અતીત અન્યતર તીર્થંકરથી=પગલપરાવર્તકાલરૂપ ચિરકાલ અતીત એવા ભરત આદિ કર્મભૂમિ ભાવી એવા અન્યતર તીર્થકરથી, બીજાધાતાદિની સિદ્ધિ હોવાને કારણે=ભગવાન બધા ભવ્યજીવોના ઉપકાર કરનારા છે તેમ સ્વીકારવામાં આવે તો ભૂતકાળના કોઈક તીર્થંકરથી બધા ભવ્યજીવોને બીજાધાનાદિની સિદ્ધિ હોવાને કારણે=ઉક્તરૂપવાળા બીજાધાન-ઉભેદ-પોષણ આદિની નિષ્પત્તિ હોવાને કારણે, અલ્પ જ કાળથી પુદ્ગલપરાવર્ત મધ્યગત જ અલ્પ કાળથી, સકલ ભવ્યની મુક્તિ થાય=સર્વ પણ ભવ્યજીવો પૂર્વના કોઈક તીર્થંકરથી અત્યાર સુધીમાં મોક્ષમાં ગયેલા પ્રાપ્ત થાય.
વસ્તુતઃ બધા ભવ્યજીવો મોક્ષમાં ગયા નથી, આથી સંસારમાં ભવ્યજીવો છે, તેથી બધા ભવ્યજીવોનો ઉપકાર કરવા ભગવાન સમર્થ નથી એમ સિદ્ધ થાય છે. ભાવાર્થ :
પૂર્વમાં સ્થાપન કર્યું કે જે જીવો બીજાધાનથી સંવિભક્ત છે તે જીવો ભાવથી ભગવાનનો આશ્રય કરે છે તેઓનો યોગક્ષેમ કરનારા ભગવાન હોવાથી નાથ છે, ત્યાં કોઈક વિચારકને શંકા થાય કે ભગવાન અચિંત્ય શક્તિવાળા છે, તેથી બધા ભવ્યજીવોને ઉપકાર કરી શકે છે, માટે બીજાધાનથી સંવિભક્ત જીવોના જ ભગવાન નાથ છે. તેમ કહેવાને બદલે સર્વ ભવ્યજીવોના નાથ છે તેમ કહેવું જોઈએ, એ પ્રકારની શંકાનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
કોઈ તીર્થંકરો સકલ ભવ્યજીવોને યોગક્ષેમ કરનારા નથી; કેમ કે જો સકલ ભવ્યજીવોનો યોગક્ષેમ કરીને ભગવાન તેઓના નાથ થતા હોત તો ભૂતકાળમાં ઘણા તીર્થંકરો થઈ ગયા છે અને તે સર્વ તીર્થકરો પ્રાયઃ