________________
૨૧૪
લલિતવિસ્તરા ભાગ-૧ પણ કથન થઈ શકે અને અનાનુપૂર્વીથી પણ કથન થઈ શકે; કેમ કે તે વસ્તુમાં પૂર્વ-ઉત્તરના સર્વ ગુણો સર્વથા પૃથફ નથી, પરંતુ એક દ્રવ્યની સાથે તે દ્રવ્યના પર્યાયરૂપે પરસ્પર સંવલિત થઈને રહે છે, તેથી તે દ્રવ્યનું સ્વરૂપ તેમાં વર્તતા પર્યાયો દ્વારા કહેવું હોય ત્યારે પશ્ચાનુપૂર્વીથી પણ કહી શકાય છે અને પૂર્વાનુપૂર્વીથી પણ કહી શકાય છે અને અનાનુપૂર્વીથી પણ કહી શકાય છે.
જેમ–કોઈ મહાત્માએ યોગનિરોધ કરીને સ્વકર્મનો નાશ કર્યો હોય ત્યારે કોઈ જિજ્ઞાસુને પ્રશ્ન થાય કે આ મહાત્મા કઈ રીતે સર્વ કર્મ રહિત થયા ? ત્યારે તે મહાત્માનું સ્વરૂપ કહેનાર વક્તા કહે કે આ મહાત્માએ યોગનિરોધ કર્યો, માટે સર્વ કર્મનો નાશ કર્યો, ત્યાં પ્રશ્ન થાય કે આ મહાત્માએ કઈ રીતે યોગનિરોધ કર્યો ? ત્યારે કહેવામાં આવે કે મહાત્માએ કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી, માટે યોગનિરોધ કર્યો, ત્યાં પ્રશ્ન થાય કે આ મહાત્માએ કઈ રીતે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું, ત્યારે કહેવામાં આવે કે મહાત્મા વિતરાગ થયા, માટે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું, આ રીતે ઉત્તર-ઉત્તરની જિજ્ઞાસામાં ચૌદમા ગુણસ્થાનકના તે મહાત્મામાં પ્રગટ થતા ગુણસ્થાનકોનું કથન પચ્ચાનુપૂર્વી ક્રમથી પણ થઈ શકે છે; કેમ કે તે મહાત્મારૂપ એક દ્રવ્યમાં ક્રમસર પ્રગટ થતા ચૌદે ગુણસ્થાનકો પરસ્પર સંવલિત છે, માટે તે મહાત્મામાં ચૌદે ગુણસ્થાનકો પૂર્વાનુપૂર્વીથી પણ કહી શકાય, પચ્યાનુપૂર્વીથી પણ કહી શકાય અને અનાનુપૂર્વીથી પણ કહી શકાય, જે પ્રકારની શ્રોતાને જિજ્ઞાસા હોય કે શ્રોતાને બોધ કરાવવો આવશ્યક હોય તે પ્રકારે તેનું કથન થઈ શકે, તે રીતે પ્રસ્તુતમાં પણ એક ભગવાનરૂપ વ્યક્તિને આશ્રયીને અધિકગુણરૂપ પુંડરીકની ઉપમા આપ્યા પછી હીનગુણનું કથન કરવામાં આવે= પુરિસવરગંધહસ્થીર્ણ દ્વારા હનગુણનું કથન કરવામાં આવે તેમાં અભિધાનના ક્રમના અભાવની પ્રાપ્તિ નથી; કેમ કે એક વસ્તુમાં પરસ્પર સંવલિત થયેલા ગુણો જિજ્ઞાસાને અનુરૂપ ઉત્પત્તિના ક્રમથી પણ કહી શકાય અને અન્ય ક્રમથી પણ કહી શકાય છે, માટે જ ચૌદે ગુણસ્થાનકો ઉત્પત્તિના ક્રમથી કહેવામાં આવે ત્યારે પ્રથમ, દ્વિતીય આદિ ગુણસ્થાનકના ક્રમથી નિરૂપણ થાય છે અને જ્યારે તેવી વિવક્ષા નથી ત્યારે પચ્ચાનુપૂર્વીથી પણ થઈ શકે છે તે પ્રકારનો બોધ કરાવવા માટે જ પ્રસ્તુત સૂત્રમાં પ્રથમ પુંડરીકની ઉપમા આપ્યા પછી ભગવાનને ગંધહસ્તિની ઉપમા આપેલ છે, જેથી ક્રમથી જ કથન કરવું જોઈએ એ પ્રકારના સુરગુરુ શિષ્યના એકાંત પક્ષનું નિરાકરણ થાય છે. પંજિકા :
अभिधेयतयापरिणत्यपेक्षो ह्यभिधानव्यवहारः, ततः किं सिद्धमित्याह - પંજિકાર્ય :
ગખિઘેર ... સિદિત્યદ | અભિધેયની તે પ્રકારની પરિણતિની અપેક્ષાવાળો અભિધાનનો વ્યવહાર છે પૂર્વમાં સ્થાપન કર્યું એ રીતે અભિધેય એવી વસ્તુના ગુણો પરસ્પર સંવલિત છે તે પ્રકારની પરિણતિની અપેક્ષાવાળો અભિધેયને કહેનારા વચનપ્રયોગરૂપ અભિધાનનો વ્યવહાર છે, તેનાથી શું સિદ્ધ થયું? એથી કહે છે=લલિતવિસ્તરામાં કહે છે –