________________
૨૧૩
પુરિસવરગંધહત્યમાં ઉપમાવા ઉપચાસમાં પણ, અભિધાન ક્રમનો અભાવ નથી જ=વાચક શબ્દની પરિપાટીનો વ્યત્યય નથી જ.
કેમ વ્યત્યય નથી ? એથી કહે છે –
સર્વ ગુણોનું યથાયોગ્ય જીવ-અજીવગત સર્વપર્યાયોનું, અન્યોન્ય=પરસ્પર, સંવલિતપણું હોવાથી= સંસૃષ્ટરૂપપણું હોવાથી=પરસ્પર એકમેકરૂપપણું હોવાથી, શું?=સર્વ ગુણોનું પરસ્પર સંવલિતપણું હોવાથી શું? એથી કહે છે – પૂર્વાનુપૂર્વી આદિ અભિધેય સ્વભાવપણું છે, માટે અભિધાન ક્રમનો અભાવ નથી એમ અવાય છે. પૂવતુપૂર્વી આદિ અભિધેય સ્વભાવપણું શું છે? તે સ્પષ્ટ કરે છે –
વ્યવહારનય મતાદિથી અભિધેય સ્વભાવ છે જેઓને અભિધાનના વિષયભાવની પરિણતિવાળો સ્વભાવ છે જેઓને, તે તેવા છે=પૂર્વાનુપૂર્વી આદિ સવભાવવાળા છે તેનો ભાવ તત્વ છે–પૂર્વાનુપૂર્વી આદિ અભિધેય સ્વભાવવાળાપણું છે તે કારણથી અભિધાન કમનો અભાવ નથી એમ અવય છે, પૂર્વાનુબૂતિમાં રહેલા “ગારિ' શબ્દથી પશ્ચાતુપૂર્વી અને અનાનુપૂર્વીનું ગ્રહણ છે, f=જે કારણથી, ગુણોનું સંવલિતરૂપપણું હોતે છતે નિશ્ચિત કોઈક એક કમનો અભાવ હોવાથી પશ્ચાતુપૂર્વી આદિથી પણ કથન થઈ શકે છે, માટે અભિધાન કમનો અભાવ નથી એમ અન્વય છે.
વ્યતિરેકને કહે છે=અધિકગુણ કહ્યા પછી બીનગુણ કહેવામાં આવે તો અભિધાન ક્રમનો અભાવ નથી તેમ સ્વીકારવામાં વ્યતિરેકને કહે છે – અવ્યથા–ગુણોના પૂર્વાનુપૂર્વી આદિથી અભિધેય સ્વભાવપણામાં, તે પ્રકારે પૂર્વાનુપૂર્વી આદિ ક્રમથી, અભિધાનની અપ્રવૃત્તિ હોવાથી=અભિધાયક એવા ધ્વનિઓના=અભિધાયક એવા શબ્દોના, અભિધાનની કથનની, અપ્રવૃત્તિ હોવાથી આ રીતે પણ અધિકગુણની ઉપમા આપ્યા પછી હીનગુણની ઉપમા આપી એ રીતે પણ, અભિધાન ક્રમનો અભાવ નથી એ પ્રમાણે યોગ છે=લલિતવિસ્તરામાં સંબંધ છે. ભાવાર્થ
પદાર્થ દ્રવ્યરૂપે એક છે અને પર્યાયરૂપે અનેક છે, તેથી જગતવર્તી કોઈપણ વસ્તુને ગ્રહણ કરીને વિચારવામાં આવે તો તે વસ્તુ દ્રવ્યરૂપે એક છે અને પર્યાયરૂપે અનેક છે, તેથી વસ્તુનું એક-અનેક સ્વભાવપણું છે અને દ્રવ્યમાં વર્તતા સર્વ ગુણો પરસ્પર સંવલિત છે, તેથી દ્રવ્યમાં જે જે ગુણો પ્રગટ થાય છે તે તે ગુણો પ્રગટ થતા પૂર્વે દ્રવ્યમાં શક્તિરૂપે વિદ્યમાન હતા અને તે તે કાળમાં તે તે ગુણ પ્રગટ થાય છે, તેથી જે દ્રવ્યમાં જે ગુણો પૂર્વે કે પશ્ચાતું પ્રગટ થાય છે તે ગુણો તે એક દ્રવ્યના જ પર્યાયરૂપ હોવાથી પરસ્પર સંશ્લેષ પરિણામવાળા છે, પરંતુ જેમ ઘટ અને પટ પૃથક દેખાય છે તેવા તે ગુણો પરસ્પર સંવલિતપણા વગર પૃથક દેખાતા નથી, પરંતુ એમ જ દેખાય છે કે આ દ્રવ્યમાં આ ગુણ પ્રગટ કરવાની શક્તિ હતી તે નિમિત્ત પામીને અભિવ્યક્ત થઈ છે, તેથી એક દ્રવ્યમાં પરસ્પર સંવલિત પૂર્વના અને પશ્ચાતુના ગુણો હોવાથી તે વસ્તુનું કથન કરતી વખતે પૂર્વાનુપૂર્વીથી પણ કથન થઈ શકે અને પચ્ચાનુપૂર્વીથી