________________
૨૧૮
લલિતવિસ્તરા ભાગ-૧ ભાવાર્થ :
લલિતવિસ્તરામાં પૂર્વમાં સ્થાપન કર્યું કે વસ્તુ દ્રવ્યરૂપે એક છે અને પર્યાયરૂપે અનેક છે, તેથી વસ્તુમાં રહેલા ગુણો પરસ્પર સંવલિત છે, માટે સુરગુરુના શિષ્ય કહે છે તેમ પ્રથમ હનગુણનું કથન કરીને પછી જ અધિકગુણનું કથન કરવું જોઈએ એવો અભિધાનનો ક્રમ નથી, તેથી સુરગુરુના શિષ્યો કહે છે કે અક્રમવાળી વસ્તુ અસત્ છે તે કથન બરાબર નથી અર્થાત્ પ્રથમ હીન ગુણ ઉત્પન્ન થાય છે, પછી અધિકગુણ ઉત્પન્ન થાય છે તે ક્રમવાળી વસ્તુ સત્ છે, પરંતુ તે ક્રમ રહિત કહેવાયેલી વસ્તુ સત્ નથી, તે કથન બરાબર નથી. વળી, અન્ય પણ યુક્તિ આપતાં ગ્રંથકારશ્રી કહે છે –
સ્યાદ્વાદીઓ ક્રમ-અક્રમની વ્યવસ્થાનો સ્વીકાર કરતા નથી અર્થાત્ કોઈ વસ્તુમાં જે ગુણો રહેલા હોય તે ગુણો ક્રમથી જ કહી શકાય, અક્રમથી ન કહી શકાય, એ પ્રકારની વ્યવસ્થા સ્યાદ્વાદી સ્વીકારતા નથી, પરંતુ પદાર્થમાં રહેલા જે ગુણો હોય તે ગુણોનો બોધ કરાવવા માટે જે પ્રકારે કથન ઉપકારક હોય તે પ્રકારે કથન કરવાથી શ્રોતાને તેના વિષયભૂત પદાર્થના સ્વરૂપનો યથાર્થ બોધ થાય છે, માટે પદાર્થમાં રહેલા ધર્મો ક્રમસર પણ રહેલા નથી, અક્રમથી પણ રહેલા નથી, ફક્ત દ્રવ્યમાં રહેલા તે ગુણો શક્તિરૂપે વિદ્યમાન હતા અને તે તે પ્રકારનાં નિમિત્તોથી તે તે ગુણો આવિર્ભાવ પામે છે, માટે સ્યાદ્વાદી પદાર્થના નિરૂપણમાં ક્રમથી જ કથન કરવું જોઈએ, અક્રમથી જ કથન કરવું જોઈએ તેવું સ્વીકારતા નથી, પરંતુ બોધ માટે જે પ્રકારે ઉપયોગી હોય તે પ્રકારે પદાર્થના સ્વરૂપનું કથન કરવામાં આવે તો તે પદાર્થના વિષયભૂત વસ્તુ અસત્ છે તેમ કહી શકાય નહિ, આ કથનને જ સ્પષ્ટ કરવા માટે કહે છે –
સ્યાદ્વાદની મર્યાદા અનુસાર ક્રમ-અક્રમની વ્યવસ્થાનો અભાવ ન સ્વીકારવામાં આવે અને પદાર્થનો પૂર્વાનુપૂર્વી આદિ ક્રમથી અભિધેય સ્વભાવ ન સ્વીકારવામાં આવે અર્થાત્ પૂર્વાનુપૂર્વીથી પણ પદાર્થનો અભિધેય સ્વભાવ છે, પચ્ચાનુપૂર્વીથી પણ પદાર્થનો અભિધેય સ્વભાવ છે અને અનાનુપૂર્વીથી પણ પદાર્થનો અભિધેય સ્વભાવ છે તેમ ન સ્વીકારવામાં આવે, તો પ્રસ્તુત સ્તવનમાં જે સ્તુતિ કરાઈ છે તે શબ્દપ્રવૃત્તિ વસ્તુનિબંધન નથી તેમ માનવું પડે; કેમ કે વસ્તુમાં જે ગુણો જે ક્રમથી હોય તે ક્રમથી જ કહેવામાં આવે તો તે શબ્દપ્રયોગો વસ્તુનિબંધન છે, અન્યથા વસ્તુનિબંધન નથી, તેમ સ્વીકારવામાં આવે તો પ્રસ્તુત સ્તવ વ્યર્થ છે તેમ માનવું પડે, જેમ કોઈ મહાત્મા કોઈકમાં વર્તતા ગુણોનું વર્ણન કરે ત્યારે જે ગુણો તે મહાત્મામાં ન હોય તેવા શબ્દોથી તે ગુણોનું વર્ણન કરે ત્યારે તે ગુણોનું કથન તે વસ્તુ સાથે સંબંધવાળું નથી, તેથી તે સ્તવન વ્યર્થ સિદ્ધ થાય.
જેમ-કોઈ છઘ0 મહાત્માના ગુણોની સ્તુતિ કરતાં કહે કે આ વિતરાગ છે, સર્વજ્ઞ છે, તો તેવા ગુણવાળા તે મહાત્મા નહિ હોવાથી તે મહાત્મારૂપ વસ્તુનિબંધન તે શબ્દપ્રવૃત્તિ નથી, તેથી તે મહાત્માની સ્તુતિ વ્યર્થ છે, તે રીતે જો અક્રમવાળી વસ્તુ અસત્ છે એમ સુરગુરુ શિષ્ય કહે છે તેમ સ્વીકારવામાં આવે તો પ્રસ્તુત નમુત્થણે સૂત્રથી ગણધરોએ ભગવાનની જે સ્તુતિ કરી છે તે શબ્દપ્રવૃત્તિ પણ ભગવાનરૂપ વસ્તુ