________________
૨૧૭
પરિવરગંધહસ્થીર્ણ વિહાર ગુણનું કથન, પર અભિપ્રેત હીનાદિ ગુણતા ક્રમની અપેક્ષાએ અક્રમવાળું પણ અસદ્ નથી અર્થાત્ ક્રમ-અક્રમ વ્યવસ્થા સ્યાદ્વાદીએ સ્વીકારેલ હોવાને કારણે અક્રમવાળી પણ વસ્તુ અસતું નથી એ પ્રકારનો ભાવ છે.
આ જ અર્થને પૂર્વમાં કહ્યું કે ભગવાનમાં અક્રમવત્વની અસિદ્ધિ છે અને ક્રમ-અક્રમ વ્યવસ્થામાં અભ્યપગમ છે માટે અક્રમવાળું અસત્ છે એમ જે પૂર્વપક્ષી કહે છે તે બરાબર નથી એ જ અર્થને, આ જ ઉપચાસ દ્વારા=આગળ બતાવે છે એ જ ઉપન્યાસ દ્વારા, વ્યતિરેકથી સાધવા માટે કહે છે –
અન્યથાક્રમ-અક્રમ વ્યવસ્થાનો અભાવ હોતે છતે અર્થાત્ ક્રમ-અક્રમ વ્યવસ્થા સ્યાદ્વાદી સ્વીકાર કરે છે તેનો અસ્વીકાર કરાયે છતે અને પૂર્વાતુપૂર્વી આદિ અભિધેય સ્વભાવનો અભાવ હોતે છતે= પદાર્થમાં રહેલા ગુણોનો પૂર્વાતુપૂર્વી, પશ્ચાતુપૂર્વી, અનાનુપૂર્વી કહી શકાય તે પ્રકારના સ્વભાવનો અભાવ હોતે છતે, વસ્તુનિબંધનવાળી શબ્દપ્રવૃત્તિ–વાચ્યગુણના નિમિત્તવાળી પ્રસ્તુત ઉપમાવા ઉપન્યાસરૂપ શબ્દપ્રવૃત્તિ, થાય નહિ જ.
કેમ થાય નહિ તે સ્પષ્ટ કરવા માટે કહે છે – કિજે કારણથી, હીનાદિના ક્રમથી જ ગુણની ઉત્પત્તિના નિયમમાં પૂર્વાપૂર્વથી જ અભિધેય સ્વભાવપણું હોતે છતે અભિધેય વસ્તુનો સ્વભાવ પૂવનુપૂર્વીથી જ વિદ્યમાન હોતે છતે, અને તદ્દ તિબંધનમાં તે પ્રકારે જ શબ્દવ્યવહાર હોતે છતે અભિધેય વસ્તુતિબંધન ગુણના કથનનો વ્યવહાર પણ પૂર્વાનુપૂર્વીથી જ હોતે છતે, કેવી રીતે આ પ્રકારે શબ્દપ્રવૃત્તિ ઘટે ? અર્થાત્ વસ્તુને જોઈને બોલનારા જીવો પશ્ચાતુપૂર્વીથી પણ કહે છે, અનાનુપૂર્વથી પણ કહે છે. એ પ્રકારની શબ્દપ્રવૃત્તિ કેવી રીતે ઘટે? અર્થાત ઘટે નહિ, એ હેતુથી=વસ્તુતિબંધન શબ્દપ્રવૃત્તિના અભાવરૂપ હેતુથી=વસ્તુને જોઈને વસ્તુના ગુણો પચ્ચાનુપૂર્વી આદિથી પણ કહેવાય છે તે પ્રવૃત્તિ થઈ શકે નહિ એ હેતુથી, સ્તવનનું વયર્થ જ થાય=અધિકૃત જ એવા નમુત્વરં સૂત્રરૂપ સ્તવનનું નિષ્કલપણું જ થાય; કેમ કે અસદ્ અર્થ અભિધાથિપણું હોવાને કાસણે અર્થાત્ અધિકગુણનું કથન કર્યા પછી હીતગુણનું કથન કર્યું એ રીતે વસ્તુ નહિ હોવાથી અસદ્ અર્થ અભિધાથિપણું હોવાને કારણે, સ્તવ ધર્મનો અતિક્રમ થવાથી આવકાર્ય અકરણ છે અને તેથી=સ્તવનું વ્યર્થપણું થવાથી=પ્રસ્તુત નમુગંરૂપ સ્તવનું વ્યર્થપણું થવાથી, અંધકારમાં નૃત્યને અનુરૂપ અંધકારમાં કરાયેલા નર્તન જેવો, સ્તવલક્ષણ પ્રયાસ છે અને એ પ્રમાણે આ નવી અંધકારમાં નર્તનતુલ્ય સ્તવનો પ્રયાસ નથી; કેમ કે આનું પ્રસ્તુત સ્તવનું, સફલ આરંભી મહાપુરુષથી પ્રણીતપણું છે એથી પુંડરીકથી ઉપમેય એવી કેવલજ્ઞાનાદિ સિદ્ધિ થયે-તે ભગવાનમાં પરિવરપુંડરીઆણું શબ્દ દ્વારા પુંડરીકથી ઉપમેય એવા કેવલજ્ઞાનાદિ વિશિષ્ટ ગુણો સિદ્ધ થયે છતે, ગંધગજથી ઉપમેય પુરિસવરગંધહત્વીણ એ પદ દ્વારા ઉપમેય, વિહારગુણની સિદ્ધિ=વિહારથી થતા મારિ આદિ દોષોની નિવૃત્તિરૂપ ગુણની સિદ્ધિ, અદુષ્ટ છે. II