________________
લલિતવિસ્તરા ભાગ-૧
ભવ્યજીવો વડે ભગવાન સેવાય છે ત્યારે યોગ્ય એવા તિર્યંચો, મનુષ્યો અને દેવતાઓની પર્ષદાથી ભગવાન સદા સેવાતા દેખાય છે.
૨૦૨
વળી, જેમ કમળો સેવનારના સુખના હેતુ થાય છે તેમ ભગવાન પણ યોગ્ય જીવોના નિર્વાણના કારણ બને છે, તેથી ભગવાન પૂર્ણ સુખમય જીવની અવસ્થાની પ્રાપ્તિનું કારણ થાય છે.
લલિતવિસ્તરા :
नैवं भिन्नजातीयोपमायोगेऽप्यर्थतो विरोधाभावेन यथोदितदोषसंभव इति, एकानेकस्वभावं च वस्तु, अन्यथा तत्तत्त्वासिद्धेः, सत्त्वामूर्त्तत्वचेतनत्वादिधर्म्मरहितस्य जीवत्वाद्ययोग इति न्यायमुद्रा, न सत्त्वमेवामूर्त्तत्त्वादि, सर्वत्र तत्प्रसङ्गात्; एवं च मूर्त्तत्वाद्ययोगः ।
सत्त्वविशिष्टताऽपि न, विशेषणमन्तरेणातिप्रसङ्गात्, एवं नाभिन्ननिमित्तत्वाद् ऋते विरोध इति पुरुषवरपुण्डरीकाणि ।।८।।
લલિતવિસ્તરાર્થ :
આ રીતે=ભગવાનને પુરુષવરપુંડરીકની ઉપમા આપી એ રીતે, ભિન્નજાતીય ઉપમાના યોગમાં પણ=મનુષ્ય જાતિ કરતાં ભિન્નજાતીય એવા એકેન્દ્રિયની ઉપમાના યોગમાં પણ, અર્થથી વિરોધનો અભાવ હોવાને કારણે=શબ્દથી ભગવાન પુંડરીક નથી તેથી વિરોધ છે પરંતુ અર્થથી ભગવાન પુંડરીક સદેશ ગુણવાળા છે તેથી વિરોધનો અભાવ હોવાને કારણે, યથા ઉદિત દોષનો સંભવ નથી=સુચારુ શિષ્યોએ કહેલું કે ભિન્નજાતીયની ઉપમા આપવાથી તદ્ધર્મની આપત્તિ હોવાને કારણે તેના અવસ્તુત્વની પ્રાપ્તિ છે એ રૂપ યથા ઉદિત દોષનો સંભવ નથી અને એક-અનેક સ્વભાવવાળી વસ્તુ છે; કેમ કે અન્યથા તેના તત્ત્વની અસિદ્ધિ છે=ભગવાનરૂપ વસ્તુ એકઅનેક સ્વભાવવાળી ન હોય તો વસ્તુના વસ્તુત્વની અસિદ્ધિ છે, સત્ત્વ-અમૂર્તત્વ-ચેતનત્વ આદિ ધર્મ રહિતના જીવત્વાદિનો અયોગ છે એ ન્યાયમુદ્રા છે, સત્ત્વ જ અમૂર્તત્વાદિ છે એમ ન કહેવું; કેમ કે સર્વત્ર તેનો પ્રસંગ છે=અમૂર્તત્વ આદિનો પ્રસંગ છે, અને એ રીતે=સત્ત્વમાત્ર સ્વીકારવામાં આવે એ રીતે, મૂર્તત્વાદિનો અયોગ છે.
સત્ત્વવિશિષ્ટતા પણ નથી; કેમ કે વિશેષણ વગર=ભેદક વગર, અતિપ્રસંગ છે, એ રીતે=વિચિત્ર રૂપવાળી વસ્તુ સિદ્ધ થયે છતે, અભિન્ન નિમિત્તપણાને છોડીને વિરોધ નથી, એથી પુરુષવરપુંડરીક ભગવાન છે. II.
પંજિકા ઃ
'एकानेकस्वभावं (च)' चकारः प्रकृतोपमाऽविरोधभावनासूचनार्थः द्रव्यपर्यायरूपत्वात् (प्रत्यन्तरे रूपतया) વસ્તુ-ખીવારિ કૃતિ પક્ષ:, અત્ર હેતુ:- અન્યથા=ાને સ્વમાવમન્તરેળ (‘તત્તવાસિદ્ધે:') તસ્ય=વસ્તુનઃ,