________________
૨૦૦
લલિતવિક્તા ભાગ-૧
સાંકૃત મતવાળા ભગવાનને ઉપમાથી ન કહી શકાય, પરંતુ ભગવાનનું જ સ્વરૂપ હોય તે સ્વરૂપથી જ બોધ કરાવવો જોઈએ તેમ માને છે, તેથી ભગવાનનું નિરુપમ સ્તવ જ થઈ શકે તેમ માને છે, તેનું નિરાકરણ પુરિસસીહાણે પદથી થાય છે અને સુચારુ શિષ્યોના મતનું નિરાકરણ પુરિસસીહાણે પદથી થતું હોવા છતાં ફરી પુરિસવરપુંડરીઆણે પદથી કરેલ છે.
તેથી એ ફલિત થાય કે સિંહની ઉપમા દ્વારા યોગ્ય જીવોના ઉપકાર માટે ભગવાનના સ્વરૂપનો બોધ કરાવવો જેમ ઉચિત છે તેમ પુંડરીકની ઉપમાથી ભગવાનના સ્વરૂપનો બોધ જેઓને શીધ્ર થઈ શકે તેમ છે તેવા યોગ્ય જીવોના ઉપકાર માટે ભગવાનને શ્રેષ્ઠ પુંડરીકની ઉપમા આપવી તે પણ યોગ્ય જ છે; કેમ કે ઘણા યોગ્ય જીવોને પુંડરીકના સ્વરૂપનો સ્પષ્ટ બોધ હોય છે, તેથી તે ઉપમાથી ભગવાનના ગુણોનું કીર્તન કરવામાં આવે ત્યારે ભગવાનના પુંડરીક તુલ્ય શ્રેષ્ઠ સ્વરૂપથી તેઓને ભગવાનના સ્વરૂપની ઉપસ્થિતિ થાય છે અને તેના કારણે ભગવાન પ્રત્યેના ભક્તિના પ્રકર્ષને અનુરૂપ નિર્જરારૂપ ફળને પામે છે અને કોઈ વિવેક પુરુષને ભગવાન એકેન્દ્રિય છે તે સ્વરૂપે પુરિસવરપુંડરીઆણું શબ્દથી પ્રાયઃ ઉપસ્થિત થતા નથી, માટે સુચારુ શિષ્યની માન્યતા છે કે વિરુદ્ધ ઉપમા ભગવાનને આપી શકાય નહિ, તેના નિરાકરણ માટે કહે છે
સૂત્ર:
पुरिसवरपुंडरीआणं ।।८॥ સૂત્રાર્થ :
ભગવાન પુંડરીક જેવા અનેક ગુણોથી યુક્ત છે, માટે પુરુષવરપુંડરીક છે, પુરુષોમાં શ્રેષ્ઠ કમળ સમાન ભગવાનને નમસ્કાર થાઓ. ૮ લલિતવિસરા
पुरुषाः पूर्ववत्, ते वरपुण्डरीकाणीव संसारजलासङ्गादिना धर्मकलापेन पुरुषवरपुण्डरीकाणि, यथा पुण्डरीकाणि पङ्के जातानि, जले वर्धितानि, तदुभयं विहाय वर्तन्ते, प्रकृतिसुन्दराणि च भवन्ति; निवासो भुवनलक्ष्म्याः, 'हेतवः' चक्षुराद्यानन्दस्य, प्रवरगुणयोगतो विशिष्टतिर्यग्नरामरैः सेव्यन्ते, सुखहेतूनि च भवन्ति; तथैतेऽपि भगवन्तः कर्मपके जाताः, दिव्यभोगजलेन वर्द्धिताः, तदुभयं विहाय वर्तन्ते, सुन्दराश्चातिशययोगेन, निवासो गुणसंपदां, हेतवो दर्शनाद्यानन्दस्य, केवलादिगुणभावेन भव्यसत्त्वैः सेव्यन्ते, निर्वाणनिबन्धनं च जायन्ते इति। લલિતવિસ્તરાર્થ:
પુરુષો પૂર્વની જેમ છે=દેહધારી હોય તે પુરુષ કહેવાય તેમ ભગવાન પણ મનુષ્યદેહધારી હોવાથી પુરુષ છે, તેઓ=ભગવાન, સંસારરૂપી જલથી અસંગ આદિ ધર્મકલાપ દ્વારા શ્રેષ્ઠ