________________
પુરિસવરપુંડરીઆણ
૧૯ અને કહેવું નહિ, શું કહેવું નહિ? એથી કહે છે –
આ સૂત્રથી વ્યવચ્છેદ્ય એવા અભિપ્રાયનું પુરુષ સિવાય અન્યની ઉપમા ન અપાય એ પ્રકારના આ સૂત્રથી વચ્છેદ્ય એવા અભિપ્રાયનું, સિંહની ઉપમાનું પણ વિજાતીયપણું હોવાને કારણે પૂર્વસૂત્રથી જ પુરિસસીહાણ એ સૂત્રથી જ, વ્યવચ્છિવાપણું હોવાથી શા માટે આનો ઉપચાસ છે?= સુચારુ શિષ્યોની માન્યતાના વ્યવચ્છેદ અર્થે ‘પુરિસવર પુંડરીઆણં' સૂત્રનો ઉપચાસ છે? એ પ્રમાણે ન કહેવું એમ વચ્ચ'ની સાથે સંબંધ છે. કેમ ન કહેવું? તેમાં હેતુ કહે છે – તેનું પરિસસીહાણં' સૂત્રનું, નિરુપમસ્તવ છે એટલા માત્રના વ્યવચ્છેદપણાથી=ઉપમાથી ગુણવાનનું સ્તવન થઈ શકે નહિ એટલી માત્ર સાંકૃતની જે માન્યતા હતી તેના વ્યવચ્છેદપણાથી, ચરિતાર્થનું વિવક્ષિતપણું છે. ભાવાર્થ
સુચારુના શિષ્યો માને છે કે કોઈનું સ્વરૂપ ઉપમાથી બતાવવું હોય તો ભિન્નજાતીય ઉપમાથી બતાવી શકાય નહિ, પરંતુ સમાન જાતીયની ઉપમાથી બતાવી શકાય, જેમ ભગવાનને પુંડરીકની ઉપમા આપી ત્યાં ભગવાન પુંડરીક જેવા એકેન્દ્રિય જાતિવાળા નથી, પરંતુ પંચેન્દ્રિય જાતિવાળા છે અને મનુષ્ય જાતિવાળા છે, તેથી ભગવાન જેવા મનુષ્ય જાતિવાળા કોઈકની ઉપમાથી ભગવાનનું સ્વરૂપ બતાવી શકાય, પરંતુ ભિન્ન જાતીય એકેન્દ્રિય એવા કમળની ઉપમાથી ભગવાનનું સ્વરૂપ બતાવી શકાય નહિ; કેમ કે તેમ કહેવાથી ભગવાનમાં વિરુદ્ધ ઉપમાના યોગને કારણે એકેન્દ્રિયપણાના ધર્મની આપત્તિ હોવાથી ભગવાન તેવા નથી તેવી ઉપસ્થિતિ થવાથી પુરિસવરપુંડરીઆણું શબ્દ દ્વારા અવસ્તુની જ પ્રાપ્તિ થાય; કેમ કે પુંડરીકના બોધના વિષયભૂત એકેન્દ્રિયધર્મ ભગવાનમાં સાક્ષાત્ દેખાતો નથી, માટે ભગવાનને પુરુષવરપુંડરીકની ઉપમા આપવી ઉચિત નથી અર્થાત્ અવિરુદ્ધ ધર્મથી અધ્યાસિત વસ્તુને જ વસ્તુસ્વરૂપે કહી શકાય અને ભગવાનમાં એકેન્દ્રિયપણું નહિ હોવાથી પુરિસવરપુંડરીઆણે એમ કહેવાથી એકેન્દ્રિયરૂપ વિરુદ્ધ ધર્મથી ભગવાન અધ્યાસિત છે તેમ પ્રાપ્ત થાય અને ભગવાન એકેન્દ્રિય ધર્મવાળા નથી, માટે ભગવાનને પુરિસવરપુંડરીઆણું એ ઉપમા આપવી ઉચિત નથી તેમ સિદ્ધ થાય, તેના બપોહ માટે સુચારુ શિષ્યોના કથનના નિરાકરણ માટે, ભગવાનને પુરુષવરપુંડરીક કહેલ છે.
અહીં પંજિકામાં શંકા કરેલ છે કે “પુરિસસીહાણં' પદથી જ સિંહની ઉપમા આપી શકાય તેમ સિદ્ધ કર્યું, તેનાથી જ સુચારુ શિષ્યના મતનું પણ નિરાકરણ થઈ જાય છે; સિંહની ઉપમા મનુષ્યની ઉપમા નથી, તેથી હીન જાતિવાળા પશુની ઉપમાથી ભગવાનનું સ્વરૂપ કહી શકાય છે તેમ ભિન્ન જાતિવાળા કમળની ઉપમાથી પણ ભગવાનનું સ્વરૂપ કહી શકાય છે તેમ અર્થથી સિદ્ધ થાય છે, આમ છતાં લલિતવિસ્તરામાં સિંહની ઉપમાથી સાંકૃતવાદીના મતનું નિરાકરણ કર્યું તેમ કહ્યા પછી પુંડરીકની ઉપમા દ્વારા સુચારુ શિષ્યોના મતનું નિરાકરણ કરાય છે તેમ કેમ કહ્યું ? તેની સ્પષ્ટતા કરતાં પંજિકાકાર કહે છે –