________________
૨૧૦
લલિતવિક્તા ભાગ-૧ પંજિકાર્ચ -
“થોત્તર' ... તસ્કૂળસ્થિતત્વા “થોત્તર' ત્યાર - લલિતવિસ્તરાનું પ્રતીક છે, યથા ઉત્તર ગુણોનો ક્રમ=પુરુષાર્થ ઉપયોગી જીવાજીવ ધમરૂપ ગુણોનો અર્થાત્ પ્રયત્ન કરવા માટે ઉપયોગી એવા જીવના ધરૂપ ગુણોનો અને અજીવતા ધરૂપ ગુણોનો, ગુણસ્થાનકની જેમ ઉત્તર-ઉત્તરના પ્રકર્ષ સ્વરૂપ ક્રમ, તેનાથી અભિધાન=કથન, કહે છે એવા સ્વભાવવાળા તે સુરગુરુના શિષ્યો વડે= બૃહસ્પતિના શિષ્યો વડે, હીતગુણની ઉપમાના યોગમાં જ હીતગુણની ઉપમાથી ઉપમિત જ ગુણવાળી વસ્તુમાં અર્થાત હનગુણવાળી વસ્તુમાં, અધિકગુણ ઉપમા યોગ્ય ઇચ્છાય છે=અધિકગુણ ઉપમાના ઉપન્યાસથી અધિકગુણ ઉપમા આપવા માટે યુક્ત છે=ઉચિત છે, તે આ પ્રમાણે – ગંધગજની ઉપમાથી મહાપ્રભાવવાળા શક્રાદિ પુરુષમાત્રથી સાધ્ય મારિ, ઈતિ, દુર્મિક્ષ આદિ ઉપદ્રવનું તિવર્તકપણું ભગવાનના વિહારનું સાધિત થયે છતે પુંડરીકની ઉપમાથી ભુવનમાં અદ્દભુત એવા અતિશયતી સંપદા કેવલજ્ઞાનની લક્ષ્મી વગેરે નિર્વાણપ્રાપ્તિના પર્યવસાતવાળા ગુણો ભગવાનને ઉપમા આપવા માટે યુક્ત છે, કેમ ? એથી કહે છે – અભિધાનના ક્રમનો અભાવ હોતે છતે-વાચકના ધ્વનિની પરીપાટિનો વ્યત્યય હોતે છતે, અભિધેય પણ=વાચ્ય પણ, તે પ્રકારે અભિધાનની જેમ, અક્રમવાળુ=પરિપાટી રહિત, અસત્ છે અવિદ્યમાન છે; કેમ કે ક્રમવૃત્તિ જન્મવાળા અભિધેયના= ભગવાનમાં શક્રાદિ સાધારણ ગુણોની ઉપમા થયા પછી શક્રાદિથી અસાધ્ય એવા વિશિષ્ટ ગુણો હોય છે તેવા ક્રમવૃત્તિ જન્મવાળા અભિધેયરૂપ ગુણોના, અક્રમથી ઉક્તિમાં તે રૂપથી અસ્થિતપણું છે. ભાવાર્થ
સુરગુરુના શિષ્યો માને છે કે જેમ ગુણસ્થાનકો ક્રમસર થાય છે તેમ જીવમાં પ્રથમ હિનગુણો ઉત્પન્ન થાય છે, ત્યારપછી વિશિષ્ટ ગુણો ઉત્પન્ન થાય છે, તેથી પદાર્થમાં પ્રગટ થતા ગુણો જે ક્રમથી થતા હોય તે ક્રમથી જ કહેવા જોઈએ, પરંતુ પ્રથમ વિશિષ્ટ ગુણો કહીને પછી હનગુણો કહેવામાં આવે તો તે કથનમાં ક્રમનો અભાવ છે, તેથી અભિધેય પણ તે ક્રમના અભાવવાળું જ પ્રાપ્ત થાય અર્થાત્ પ્રથમ હનગુણના અને પછી અધિગુણના ક્રમથી ન કહેવામાં આવે તો અભિધેય એવી વસ્તુ પ્રથમ અધિક ગુણવાળી છે, પછી હીન ગુણવાળી છે તે સ્વરૂપે શ્રોતાને બોધ થાય અને તેવી અક્રમવાળી વસ્તુ અસ છે, માટે તે પ્રકારે ઉપમા આપવાથી વસ્તુ જેવી નથી તેવું કથન થવાને કારણે ઉપમા દ્વારા ઉપમેય વસ્તુના અસત્ત્વની પ્રાપ્તિ થાય.
આશય એ છે કે જીવમાં ગુણસ્થાનકો ક્રમસર ઉત્પન્ન થાય છે તેમ ભગવાનમાં પણ મારિ, ઇતિ, દુર્મિક્ષ આદિ ઉપદ્રવનું નિવર્તન કરે તેવી ગુણસંપત્તિ પ્રથમ પ્રગટે છે; કેમ કે મહાપ્રભાવક શક્રાદિ પુરુષમાત્રથી સાધ્ય તે ગુણો છે, તેથી તેવા સામાન્ય ગુણો પ્રથમ પ્રગટે છે અને ત્યારપછી ભગવાન ભુવનમાં કોઈની પાસે નથી તેવી ઉત્તમ ગુણસંપત્તિને પ્રાપ્ત કરે છે, તેથી ભગવાનની સ્તુતિ કરનારે પ્રથમ પુરુષવરગંધહસ્તિની ઉપમા આપવી જોઈએ અને ત્યારપછી પુરુષવરપુંડરીકની ઉપમા આપવી જોઈએ, જેથી ભગવાનની ગુણસંપત્તિ જે ક્રમથી પ્રગટ થઈ છે તે ક્રમવાળા ભગવાનના સ્વરૂપનો બોધ થાય અને પ્રસ્તુત સૂત્રમાં પ્રથમ