________________
પુરિસવરપુંડરીઆણ
૨૦૫ થાય તે રીતે, લોકપ્રતીતિની બાધા છેઃલોકમાં પ્રતીતિ છે કે ઘટાદિ મૂર્તિ છે અને અચેતન છે આત્માદિ અમૂર્ત છે અને ચેતન છે એ પ્રકારની લોકપ્રતીતિની બાધા છે.
આમાં જ=પૂર્વમાં કહ્યું કે સત્વ જ અમૂર્તવાદિ રૂપ છે, સત્વથી અતિરિક્ત અમૂર્તવાદિ નથી એ કથનમાં જ, મતાંતરને નિરાસ કરતાં કહે છે –
સત્વવિશિષ્ટતા પણ નથી, વિશિષ્ટ=સ્વપરપક્ષ વ્યાવૃત એવું, સત્વ પણ બૌદ્ધ અભિમત અમૂર્તવાદિ તથી જ, અમૂર્તવાદિ આગળના કથનથી અનુવર્તન પામે છે તે બતાવવા માટે પંજિકામાં કહ્યું કે અમૂર્તવાદિ નુવર્તત', અવિશિષ્ટ એવું સત્વ પૂર્વમાં કહેલી યુક્તિથી અમૂર્તવાદિ થતું નથી જ એ
' શબ્દનો અર્થ છે અર્થાત્ અવિશિષ્ટ સત્વ તો અમૂર્તવાદિ થતા નથી, પરંતુ સત્વવિશિષ્ટતા પણ અમૂર્તત્વાદિ થતા નથી એ પ્રકારે લલિતવિસ્તરામાં યોજન છે.
કેમ સત્વવિશિષ્ટતા પણ અમૂર્તવાદિ થતા નથી ? એથી કહે છે – વિશેષણ વગર=ભેદક વગર=સત્વથી અમૂર્તવાદિના ભેદક વગર, અતિપ્રસંગની પ્રાપ્તિ છે= અતિવ્યાપ્તિની પ્રાપ્તિ છે=જેમ ઘટમાં રહેલા સત્વથી મૂર્તિત્વ અચેતનત્વ આદિનો ભેદ કરનાર કોઈ ન હોય તો ઘટના જેવું સત્વ જીવમાં છે તેથી જીવમાં રહેલા સત્ત્વના બળથી જીવમાં પણ મૂર્તત્વ અને અચેતનવંતા સ્વીકારનો અતિપ્રસંગ આવે.
પૂર્વમાં કહ્યું કે ભેદક વગર અતિપ્રસંગની પ્રાપ્તિ છે અર્થાત્ ઘટની જેમ જીવમાં પણ મૂર્તત્વ અચેતનત્વ માનવાના અતિપ્રસંગની પ્રાપ્તિ છે તેના નિવારણ માટે કોઈક કહે તો શું દોષ પ્રાપ્ત થાય ? તે બતાવે છે –
વિશિષ્ટતાથી સત્વ એકરૂપ હોતે છતે જીવમાં ભેદક રૂપાંતરનો અભાવ હોતે છતે ચેતનાદિ વિશિષ્ટરૂપ કલ્પના કરાય છd=ચેતનાદિ વિશિષ્ટરૂપ સત્વ જીવમાં છે એ પ્રમાણે કલ્પના કરાયે છતે, અજીવમાં પણ તેની કલ્પનાની પ્રાપ્તિ છેઃચેતનાદિ વિશિષ્ટ સત્ત્વની કલ્પનાની પ્રાપ્તિ છે.
આ રીતે પૂર્વમાં યુક્તિથી સ્થાપન કર્યું એ રીતે, એક સ્વભાવવાળી વસ્તુમાં અનેક દોષનો ઉપનિપાત હોવાથી વિચિત્ર રૂ૫ વસ્તુ સિદ્ધ થયે છતે વિરોધ નથી=વિજાતીય ઉપમાથી અર્પિત ધર્મનો પરસ્પર નિરાકરણરૂપ વિરોધ નથી. વિજાતીય ઉપમાના યોગમાં પણ શું સર્વથા વિરોધ નથી? એથી કહે છે –
અભિવનિમિતપણાને છોડીને વિરોધ નથી ભગવાન કમળ સાથે અભિન્ન એ પ્રકારના નિમિત્તને છોડીને ભગવાનને કમળની ઉપમા આપી તેમાં વિરોધ નથી, જો એક જ ઉપમેય વસ્તુગત ધર્મ નિમિત હોતે છતે સદશ અથવા વિસદશ ઉપમા પ્રયોગ કરાય છે તો વિરોધ થાય પણ, પરંતુ વિસદશ ધર્મ નિમિતવાળી અનેક પણ ઉપમા હોતે છતે વિરોધ નથી, પુરુષવરપુંડરીક એ કથન દ્વારા સદશ અને વિસદશ ઉપમા સિદ્ધ છે. પ૮ ભાવાર્થ :પૂર્વમાં પુંડરીકની ઉપમા દ્વારા ભગવાન કઈ રીતે પુંડરીક સદશ ધર્મવાળા છે તેનું સ્થાપન કર્યું, એ રીતે