________________
પુરિસવરપુંડરીઆણ
૨૦૭ પણ છે, આથી જ ભગવાન પણ સત્ત્વ સ્વભાવરૂપે એક સ્વભાવવાળા હોવા છતાં પુંડરીકના જેવા અનેક ધર્મોવાળા હોવાથી અથવા સિંહ જેવા અનેક ધર્મોવાળા હોવાથી અનેક સ્વભાવવાળા પણ છે અને જે વસ્તુમાં એક-અનેક સ્વભાવ ન હોય તેવી વસ્તુમાં વસ્તુત્વની અસિદ્ધિ છે, જેમ શશશૃંગમાં એક સ્વભાવ પણ નથી, અનેક સ્વભાવ પણ નથી, વળી, માત્ર એક સ્વભાવવાળી જ વસ્તુ છે અનેક સ્વભાવવાળી નથી એમ જેઓ માને છે તે મતની યુક્તિ બતાવીને તેનું નિરાકરણ કરતાં કહે છે –
જેઓ વસ્તુને એક સ્વભાવવાળી જ માને છે તેઓ કહે છે કે પદાર્થમાં રહેલું સત્ત્વ જ અમૂર્તવાદિરૂપ છે, તેથી આત્મામાં જે સત્ત્વ દેખાય છે એ સત્ત્વ જ અમૂર્તત્વ ચેતનતાદિ સ્વરૂપ છે, પરંતુ સત્ત્વથી અતિરિક્ત અમૂર્તત્વ, ચેતનવરૂપ વસ્તુ નથી, જેમ ઘટ અને પટ બે જુદા દેખાય છે તેમ દેખાતી વસ્તુમાં જે સત્ત્વ દેખાય છે તેનાથી અતિરિક્ત અમૂર્તત્વ, ચેતનત્વ આદિ દેખાતું નથી, માટે સત્ત્વરૂપ જ વસ્તુ છે, તેથી વસ્તુ એક સ્વભાવવાળી છે અને અમૂર્તત્વ, ચેતનત્વ આદિની પ્રતીતિ સત્ત્વ સ્વરૂપ જ છે તેને ગ્રંથકારશ્રી કહે છે
એમ ન કહેવું; કેમ કે સત્ત્વ જ અમૂર્તવાદિ રૂપ હોય તો સર્વત્ર=જ્યાં જ્યાં સત્ત્વ છે ત્યાં ત્યાં, અમૂત્વાદિની પ્રાપ્તિનો પ્રસંગ પ્રાપ્ત થાય, વસ્તુતઃ સત્ત્વ જેમ જીવમાં દેખાય છે તેમ ઘટ-પટાદિમાં પણ દેખાય છે, પરંતુ ત્યાં અમૂર્તત્વ-ચેતનત્વાદિ નથી અને જીવમાં સત્ત્વ દેખાય છે અને અમૂર્તત્વ-ચેતનવંદિ પણ દેખાય છે, માટે સત્ત્વને જ અમૂત્વાદિ સ્વીકારી શકાય નહિ.
વળી, સત્ત્વરૂપ જ અમૂર્તત્વાદિ સ્વીકારીએ તો મૂર્તત્વ, અચેતનત્વ પણ સત્ત્વરૂપ જ પ્રાપ્ત થાય અને તેમ સ્વીકારીએ તો જેમ આત્મામાં સત્ત્વ છે અને મૂર્તત્વ, અચેતનત્વ નથી, છતાં સત્ત્વરૂપ જ મૂર્તત્વ અને અચેતનત્વ સ્વીકારીએ તો આત્મામાં જેમ સત્ત્વ હોવા છતાં મૂર્તત્વ અને અચેતનત્વનો અયોગ છે તેમ તેવા જ સત્ત્વવાળા ઘટાદિમાં પણ મૂર્તત્વ, અચેતનત્વનો અયોગ પ્રાપ્ત થાય અને તેમ સ્વીકારીએ તો કેટલાક પદાર્થોમાં મૂર્તિત્વ આદિ ધર્મની પ્રાપ્તિ છે, તો કેટલાક પદાર્થોમાં અમૂર્તત્વાદિ ધર્મની પ્રાપ્તિ છે તે લોકપ્રતીતિની બાધા થાય અને સત્ત્વરૂપ જ અમૂર્તવાદિ સ્વીકારવામાં આવે તો સત્ત્વવાળા સર્વ પદાર્થોમાં અમૂર્તત્વાદિ ધર્મો સર્વથા સમાન જ પ્રાપ્ત થવા જોઈએ અને લોકપ્રતીતિ અનુસાર સત્ત્વધર્મવાળા સર્વ પદાર્થો હોવા છતાં કેટલાક પદાર્થો મૂર્તત્વાદિ ધર્મવાળા છે, તો કેટલાક પદાર્થો અમૂર્તવાદિ ધર્મવાળા છે, તે પ્રકારની સર્વ લોકપ્રતીતિ અનુસાર વસ્તુ સત્ત્વરૂપે એક છે અને અમૂર્તત્વાદિ ધર્મોથી અનેક સ્વરૂપવાળી છે એમ સ્વીકારવું જોઈએ, આ રીતે શુદ્ધસંગ્રહનય અભિમત સત્તામાત્રને સ્વીકારનાર વસ્તુને એક સ્વભાવવાળી કહે છે તે મતનું નિરાકરણ કર્યું, હવે બૌદ્ધમત સત્ત્વની વિશિષ્ટતા સ્વીકારીને પણ વસ્તુને એક સ્વભાવવાળી સ્વીકારે છે તેનું નિરાકરણ કરવા માટે કહે છે –
બૌદ્ધ માને છે કે સર્વ પદાર્થોમાં સત્ત્વવિશિષ્ટતા છે સ્વપર પક્ષથી વ્યાવૃત્ત એવું વિશિષ્ટ સત્ત્વ છે અર્થાત્ દરેક વસ્તુ પોતાના સ્વરૂપે છે અને પરસ્વરૂપે નથી તે રૂપ જ તેનું વિશિષ્ટ સત્ત્વ છે, પરંતુ વસ્તુ એક-અનેક ધર્મવાળી નથી, તેથી એ ફલિત થાય કે ઘટ અન્ય ઘટથી વ્યાવૃત્ત અને પટાદિથી પણ વ્યાવૃત્ત પ્રતીત થાય છે તેવું વિશિષ્ટ સત્ત્વ જ દરેક પદાર્થમાં છે, તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –