________________
૨૦૬
લલિતવિસ્તરા ભાગ-૧
સ્થાપન કરવાથી મનુષ્યજાતિથી ભિન્ન એકેન્દ્રિય જાતિની ઉપમાનો ભગવાનમાં યોગ થયો અને ભગવાન એકેન્દ્રિય નથી, તેથી સ્કૂલબુદ્ધિથી વિચારીએ તો શબ્દથી વિરોધ જણાય; કેમ કે ભગવાન પંચેન્દ્રિય છે અને કમળ એકેન્દ્રિય છે, તેથી ભગવાન કમળ જેવા છે તેમ કહી શકાય નહિ, પરંતુ અર્થથી પૂર્વમાં સ્થાપન કર્યું એ રીતે વિરોધ નથી; કેમ કે ભગવાન પુંડરીક જેવા છે તે કથન દ્વારા પુંડરીકની જેમ કાદવમાં થયા છે ઇત્યાદિ ધર્મોની જ ઉપસ્થિતિ કરાય છે, પરંતુ એકેન્દ્રિય ધર્મની ઉપસ્થિતિ ભગવાનમાં કરાતી નથી, તેથી તે વચન દ્વારા ભગવાનના સ્વરૂપના બોધમાં વિરોધનો અભાવ પ્રાપ્ત થાય છે, માટે સુચારુ શિષ્ય જે દોષ આપે છે તે દોષનો સંભવ નથી; કેમ કે જો પુરિસવરપુંડરીઆણું શબ્દ દ્વારા ભગવાનની એકેન્દ્રિયરૂપે ઉપસ્થિતિ થાય તો સુચારુ શિષ્ય કહે છે તેવા દોષની પ્રાપ્તિ થાય, પરંતુ બોધ કરનારા જીવોને “પુરિસવરપુંડરીઆણં' શબ્દથી ભગવાન એકેન્દ્રિય છે તેવી ઉપસ્થિતિ થતી નથી, માટે સાચા શિષ્યએ કહેલા દોષની પ્રાપ્તિ નથી.
વળી, ભગવાનને પુંડરીકની ઉપમા આપવાથી ભગવાન દ્રવ્યરૂપે એક છે અને પર્યાયરૂપે અનેક છે એ પ્રકારે સિદ્ધ થાય છે અને તે રીતે જગતમાં સર્વવતુ એક-અનેક સ્વભાવવાળી છે તે બતાવવા માટે કહે છે.
વસ્તુતઃ કેટલાક વાદીઓ પૂલથી પદાર્થને જોનારા હોય છે, તેથી તેઓને વસ્તુ એક સ્વભાવવાળી છે તેમ કહ્યા પછી તે જ વસ્તુ અનેક સ્વભાવવાળી છે તેમ કહેવામાં વિરોધ જણાય છે, તેથી સામાન્ય રીતે દરેક વસ્તુ એક-અનેક સ્વભાવવાળી જ છે તેમ ભગવાનરૂપ વસ્તુ પણ એક-અનેક સ્વભાવવાળી છે તેમ બતાવીને સ્યાદ્વાદ જ સ્વીકારવો યુક્તિયુક્ત છે તે સ્થાપન કરવા અર્થે કહે છે – તેમાં અનુમાન કરતાં કહે છે
જીવાદિ વસ્તુ એક-અનેક સ્વભાવવાળી છે, અન્યથા તત્ત્વની અસિદ્ધિ છે જીવાદિ વસ્તુને એક-અનેક સ્વભાવવાળી સ્વીકારવામાં ન આવે તો વસ્તુના વસ્તુત્વની અસિદ્ધિ છે, આનાથી શું ફલિત થાય તે સ્પષ્ટ કરતાં કહે છે –
સત્ત્વ, અમૂર્તત્વ, ચેતનત્વ આદિ ધર્મ રહિત વસ્તુના જીવતાદિનો અયોગ છે એ ન્યાયમુદ્રા છે અર્થાત્ અનુમાનથી એ ન્યાય સિદ્ધ થાય છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે સત્ત્વરૂપે સર્વ વસ્તુ એક સ્વભાવવાળી છે તો પણ તે સત્ત્વ સ્વભાવવાળી વસ્તુમાં સત્ત્વથી અતિરિક્ત અમૂર્તત્વ ચેતનત્વાદિ ધર્મો પણ છે, તેથી તે વસ્તુને જીવ-અજીવ આદિ રૂપે કહેવાય છે, જો દરેક વસ્તુમાં માત્ર સત્ત્વ જ હોત, અન્ય કોઈ ધર્મ ન હોત તો સર્વ વસ્તુ એક સ્વભાવવાળી છે તેમ કહી શકાય, પરંતુ સર્વ ધર્મવાળી જ કેટલીક વસ્તુ અમૂર્તત્વ ધર્મવાળી છે, ચેતનત્વ ધર્મવાળી છે, તેથી તે વસ્તુને જીવ કહેવાય છે, વળી, કેટલીક વસ્તુમાં સત્ત્વ ધર્મ છે, તો વળી, મૂર્તત્વ અચેતનત્વ આદિ ધર્મો છે, તેથી તેને અજીવ કહેવાય છે, તેથી દરેક વસ્તુ સજ્વરૂપે એક સ્વભાવવાળી હોવા છતાં અન્ય અન્ય ધર્મોવાળી પણ હોવાથી અનેક સ્વભાવવાળી પણ છે, આથી જ જીવ સત્ત્વ સ્વભાવવાળો છે, તેથી એક સ્વભાવવાળો છે, વળી, અમૂર્ણત્વ, ચેતનત્વ, અનેક પ્રદેશત્વ આદિ ધર્મવાળો હોવાથી અનેક સ્વભાવવાળો