________________
૧૯૭
પુરિસવરપુંડરીઆણં
પણ વસ્તુની વાસ્તવિકતાનો અપલાપ કરતા નથી અને કોઈના ગુણોના વર્ણનમાં અતિશયોક્તિથી કથન પણ કરતા નથી અને તેવા ઋષિ ગણધરો હતા, તેથી પ્રસ્તુત સૂત્ર પ્રમાણભૂત છે, વળી ભગવાનના ગુણોનો લેશ પણ અપલાપ કરનાર કે મિથ્યા ગુણના આરોપણરૂપ પ્રસ્તુત સૂત્ર નથી અને જેઓ ગણધરો જેવા પ્રાજ્ઞ ઋષિ નથી તેઓ પોતાની મંદબુદ્ધિમાં અધિકબુદ્ધિના ભ્રમને કારણે કોઈના ગુણોનું વર્ણન કરે ત્યારે વાસ્તવિકતાના અપલાપને કરનારાં તેઓનાં વચનો બને છે તેવા પુરુષોના વચનો ક્યારેય આર્ષ બને નહિ, પરંતુ પ્રસ્તુત સૂત્ર તો પરમ આર્ષ છે. માટે અત્યંત પ્રમાણભૂત છે.
વળી, અન્ય જીવોને કોઈના ગુણોનું નિરૂપણ કઈ રીતે કરવું જોઈએ તેમાં પ્રસ્તુત સૂત્ર દૃષ્ટાંત છે; કેમ કે ગણધરોએ સ્વપ્રજ્ઞાથી જે પ્રકારના ભગવાનના ગુણો જોયા છે તે ગુણોનો યોગ્ય જીવોના યથાર્થ બોધ કરાવવા માટે જે રીતે સુબદ્ધરૂપે બતાવ્યા છે તે રીતે જ કોઈના પણ ગુણોને અભિવ્યક્ત કરવા જોઈએ, માટે જે પ્રકારે ગણધરોએ ભગવાનના વાસ્તવિક ગુણોને યથાર્થ જોઈને સૂત્રમાં નિબદ્ધ કર્યા છે, તે રીતે જ મારે પણ યોગ્ય જીવોના ગુણોને જોઈને યથાર્થ નિબદ્ધ કરવા જોઈએ એ પ્રકારનું દૃષ્ટાંત પ્રસ્તુત સૂત્ર પૂરું પાડે છે; કેમ કે મારે કોઈના ગુણગાન કરવાં છે તેવી બુદ્ધિથી તેમનાં ગુણગાન કરવાં માટે માત્ર સારા શબ્દોને ગ્રહણ કરીને તે તે શબ્દો દ્વારા તેમનું કથન ક૨વાથી વાસ્તવિક તેમના ગુણોનો બોધ થતો નથી, પરંતુ મિથ્યા પ્રલાપરૂપ થવાથી સ્વ-પરના અહિતનું જ કારણ બને છે.
આથી ભગવાનને પુરુષસિંહની ઉપમા આપી તે ન્યાય છે; કેમ કે આ પ્રકારની ઉપમાથી જ યોગ્ય જીવોને વ્યાપક ઉપકાર થાય છે, યોગ્ય જીવોને સૂત્રની ગંભીરતાનો બોધ થાય છે, આથી જ ગણધરોએ ભગવાનને પુરુષસિંહની ઉપમા આપેલ છે. Il૭॥
અવતરણિકા -
एते चाविरुद्धधर्म्माध्यासितवस्तुवादिभिः सुचारुशिष्यैः विरुद्धोपमाऽयोगेनाभिन्नजातीयोपमार्हा एवाभ्युपगम्यन्ते; 'विरुद्धोपमायोगे तद्धर्मापत्त्या तदवस्तुत्वमितिवचनात्।' एतद्व्यपोहायाह - અવતરણિકાર્થ:
અને આ અવિરુદ્ધ ધર્મથી અધ્યાસિત વસ્તુને કહેનારા=વિરુદ્ધ ધર્મથી યુક્ત વસ્તુને કહેવી ઉચિત નથી પરંતુ અવિરુદ્ધ ધર્મથી યુક્ત વસ્તુને કહેવી ઉચિત છે એ પ્રકારનું કહેનારા, સુચારુ શિષ્યો વડે વિરુદ્ધ ઉપમાના અયોગથી અભિન્નજાતીય ઉપમાયોગ્ય જ ભગવાન ઇચ્છાય છે; કેમ કે વિરુદ્ધ ઉપમાના યોગમાં તેના ધર્મની આપત્તિ હોવાને કારણે તેનું અવસ્તુપણું છે અર્થાત્ તે સ્વરૂપે તે વસ્તુ નહિ હોવાથી તેનું અવસ્તુપણું છે એ પ્રકારે વચન છે, આના વ્યપોહ માટે=સુચારુ શિષ્યો વડે કરાયેલા કથનના નિરાકરણ માટે, કહે છે
—
પંજિકા ઃ
‘તે ચ’ ત્યાવિ-તે = પૂર્વસૂત્રોમુળમાનોવિ... ‘અભિન્નનાતીયોપમાń દ્વેષ્યો' કૃતિ યોગઃ।