________________
૧૯૬
લલિતવિક્તા ભાગ-૧ તેવું ન બને, પરંતુ સર્વ યોગ્ય જીવોને તેમની યોગ્યતા અનુસાર ઉપકાર થાય તેને સામે રાખીને પ્રસ્તુતમાં પુરુષસિંહની ઉપમા આપેલી છે; કેમ કે જો પુરુષસિંહની ઉપમા આપેલી ન હોત તો અને અન્ય અન્ય શબ્દો દ્વારા ભગવાનના ગુણોનું વર્ણન કર્યું હોત તો જે જીવોને સિંહ શબ્દનો અત્યંત સ્પષ્ટ બોધ છે અને તેના કારણે સિંહના શૌર્યાદિ ગુણોને શબ્દમાત્રથી ઉપસ્થિત કરી શકે તેવા છે તે જીવોને તે શબ્દના પ્રયોગના અભાવમાં ભગવાનના અંતરંગ શૌર્યાદિ ગુણોનો તે પ્રકારે સ્પષ્ટ બોધ થાય નહિ અથવા ઘણા પ્રયત્નથી બોધ થાય, તેથી તે બોધની તેવા પ્રકારની તીવ્રતાના અભાવને કારણે ભગવાનના શૌર્યાદિ ગુણોની વિશિષ્ટ ઉપસ્થિતિ નહિ થવાથી તે સ્તુતિ દ્વારા તે યોગ્ય જીવોને વિશિષ્ટ નિર્જરાની પ્રાપ્તિ થાય નહિ અને ગણધરો નિઃસ્પૃહી મુનિ હતા, તેથી યોગ્ય જીવોને કઈ રીતે વિશિષ્ટ ઉપકાર થશે તેને સ્મૃતિમાં રાખીને જ પ્રસ્તુત સૂત્રની રચના કરી છે. આથી જ ગ્રંથકારશ્રી કહે છે કે ઉપકાર્ય એવા જીવો પાસેથી પ્રત્યુપકારની લિસાનો અભાવ હોવાથી ગણધરોની પ્રસ્તુત સૂત્રમાં પ્રવૃત્તિ છે, માટે વ્યાપક અનુગ્રહને લક્ષમાં રાખીને સૂત્રની રચના કરેલ છે, જો તેમને ઉપકાર્ય જીવો પાસેથી પ્રત્યુપકારની લિપ્સા હોત તો જે જીવોને ઉપકાર કરવાથી તેમના પાસેથી પોતાને કોઈ ફળ મળશે તેને સામે રાખીને જ સૂત્રની રચના કરતા, પરંતુ પ્રાજ્ઞ એવા ગણધરોએ જોયું કે યોગ્ય પણ ઘણા જીવોને સિંહની ઉપમા દ્વારા જ ભગવાનના ગુણોની તે પ્રકારની ઉપસ્થિતિ થવાથી નિર્જરાની પ્રાપ્તિ થશે, માટે ગણધરોએ સિંહ પશુ છે તેમ વિચારીને તેની ઉપમા ન અપાય તેમ વિચાર કર્યો નહિ, પરંતુ સર્વ યોગ્ય જીવોને યોગ્યતા અનુસાર ઉપકાર થાય તેને સામે રાખીને જ પ્રસ્તુત સૂત્ર રચેલ છે, આથી જ આ સૂત્ર મહાગંભીર છે; કેમ કે સર્વ યોગ્ય જીવોને કઈ રીતે અધિક અધિક ઉપકાર થઈ શકે તેના પરમાર્થનો યથાર્થ નિર્ણય કરીને તે પ્રકારે રચના કરી છે, અન્ય યોગ્ય ઉપદેશક ગણધરો જેવા પ્રાજ્ઞ નહિ હોવાથી એ પ્રકારે વ્યાપક ઉપકારને લક્ષમાં રાખીને સૂત્ર રચના કરી શકે નહિ, માટે પ્રસ્તુત સૂત્ર મહાગંભીર છે.
વળી, પ્રાજ્ઞ એવા ગણધરો વડે રચાયેલું હોવાથી સકલ ન્યાયનો આકર છે તત્ત્વને સ્પર્શનારી બધી યુક્તિઓ પ્રસ્તુત સૂત્રથી મળે છે, આથી જ પ્રસ્તુત સૂત્રની સંપદાઓ વગેરે પણ તે પ્રકારે અનેક યુક્તિઓથી સભર છે, તેથી પદાર્થના નિરૂપણમાં જે જે પ્રકારની યુક્તિઓની અપેક્ષા હોય તે સર્વ યુક્તિઓ પ્રસ્તુત સૂત્રથી પ્રાપ્ત થાય છે, માટે પ્રસ્તુત સૂત્ર સકલ યુક્તિઓની ખાણરૂપ છે.
વળી, જે જીવો મોક્ષમાં જવાની યોગ્યતાવાળા છે તે ભવ્યજીવોને ગુણોનો પક્ષપાત હોય છે, તેથી અત્યંત ગુણસંપન્ન વ્યક્તિથી કરાયેલ અને ગુણોના પારમાર્થિક સ્વરૂપને સ્પર્શે તેવું પ્રસ્તુત સૂત્ર હોવાથી ભવ્યજીવોને અત્યંત પ્રમોદનું કારણ બને છે, આથી જ જે યોગ્ય જીવો છે તેઓ સ્વશક્તિ અનુસાર પ્રસ્તુત સૂત્રના અર્થોને યથાર્થ જાણે છે તેનાથી ભગવાનના ગુણોનો જે પ્રકારે યથાર્થ બોધ થાય છે તે પ્રકારે પ્રમોદનું કારણ પ્રસ્તુત સૂત્ર તેઓ માટે બને છે, ફક્ત મૂઢ જીવોને જ પ્રતિદિન સૂત્ર બોલવા છતાં પણ તે સૂત્રોના પરમાર્થને જાણવાની જિજ્ઞાસા માત્ર પણ થતી નથી, આથી જ મહાગંભીર એવા તે સૂત્રના ફળને લેશ પણ પામી શકતા નથી. વળી, પ્રસ્તુત સૂત્ર પરમ આર્ષરૂપ છે અર્થાત્ ઋષિપ્રણીત અત્યંત પ્રમાણભૂત છે; કેમ કે ઋષિઓ ક્યારે