________________
૧૯૪
લલિતવિસ્તરા ભાગ-૧ જીવોનો વિચિત્ર પ્રકારનો ક્ષયોપશમ છે, તેથી જે જીવોએ સંસારના પોતાના અનુભવના બળથી સિંહનાં પરાક્રમોને સાક્ષાત્ જોયાં હોય, સાંભળ્યાં હોય કે ગ્રંથોમાં વાંચ્યાં હોય ત્યારે તે પ્રકારના તેના પરમાર્થને સ્પર્શે તેવા ક્ષયોપશમવાળા બનેલા હોય છે અને તે પ્રકારના ક્ષયોપશમથી તે જીવો પુરુષસિંહ શબ્દ દ્વારા ભગવાનના ગુણોને ઉપસ્થિત કરવા યત્ન કરે તો તત્કાલ જ ભગવાનના અંતરંગ શૌર્યાદિ ગુણોને તે શબ્દથી ઉપસ્થિત કરી શકે છે. ભગવાનના તેવા ગુણોની ઉપસ્થિતિ થવાથી ભગવાન પ્રત્યે પ્રવર્ધમાન ભક્તિનો પરિણામ થાય છે, તેથી ભગવાન જેવા શૌર્યાદિ ગુણોની પ્રાપ્તિમાં બાધક કર્મોને સ્વ-ઉપયોગના પ્રકર્ષને અનુસાર તેઓ નાશ કરી શકે છે, માટે તેવા જીવોના ઉપકારના પ્રયોજનથી આ પ્રકારે ઉપમા આપવી એ દોષરૂપ નથી, પરંતુ યોગ્ય જીવોના ઉપકારનું પ્રબળ કારણ હોવાથી અત્યંત ઉચિત છે. પંજિકા–
यदि नाम हीनोपमयापि सिंहादिरूपया कस्यचिद् भगवद्गुणप्रतिपत्तिर्भवति तथापि सा न सुन्दरेति (ત) ગાદ – પંજિકાર્ચ -
રિ નામ સુન્દતિ (ગ) ગાદા જો સિંહાદિરૂપ હીન ઉપમાથી પણ કોઈક જીવને ભગવાનના ગુણની પ્રતિપત્તિ થાય છે=ભગવાનના ગુણોની ઉપસ્થિતિ થાય છે, તોપણ તે હીન ઉપમા, સુંદર નથી, એથી કહે છે – ભાવાર્થ
પૂર્વમાં કહ્યું કે યોગ્ય એવા કેટલાક જીવોના ઉપકાર માટે સિંહની ઉપમા દ્વારા ભગવાનની સ્તુતિ કરી છે, ત્યાં કોઈકને પ્રશ્ન થાય કે સિંહ મનુષ્યની અપેક્ષાએ હીન છે, તેથી સિંહાદિરૂપ હીન ઉપમા દ્વારા કોઈક જીવને ભગવાનના શૌર્યાદિ ગુણોની ઉપસ્થિતિ થતી હોય તોપણ ભગવાન પશુ નથી, તેથી હીન એવા પશુની સાથે તેમની તુલના કરી એ ઉચિત નથી, આ પ્રકારની કોઈને શંકા થાય એથી કહે છે – લલિતવિસ્તરા -
यथाभव्यं व्यापकश्चानुग्रहविधिः, उपकार्यात् प्रत्युपकारलिप्साऽभावेन महतां प्रवर्त्तनात्, महापुरुषप्रणीतश्चाधिकृतदण्डकः आदिमुनिभिरर्हच्छिष्यैर्गणधरैः प्रणीतत्वात्, अत एवैष महागम्भीरः, सकलन्यायाकरो, भव्यप्रमोदहेतुः, परमार्षरूपो, निदर्शनमन्येषाम्, इति न्याय्यमेतद् यदुत पुरुषसिंहा' इति।।७।। લલિતવિસ્તરાર્થ:
અને યથાભવ્ય વ્યાપક અનુગ્રહની વિધિ છે; કેમ કે ઉપકાર્યથી=સ્તવનરચના કરીને તેનાથી જે જીવોનો ઉપકાર થવાનો છે તેવા ઉપકાર્યથી, પ્રત્યુપકારની લિસાના અભાવથી મહાપુરુષોનું પ્રવર્તન છે અને મહાપુરુષપ્રણીત અધિકૃત દંડક છે=મહાપુરુષથી રચાયેલું નમુત્થણં સૂત્ર દંડક છે;