________________
પુરિસસીહાણું
૧૯૩
ચિત્ર=એક રૂપ નહિ અનેક રૂપ, જે કારણથી જીવોનો ક્ષયોપશમ છે=જ્ઞાનાવરણીય આદિ કર્મોનો ક્ષયવિશેષ છે, તેના કારણે=ક્ષયોપશમના વૈચિત્ર્યને કારણે, કોઈક શ્રોતાને કોઈક રીતે=પ્રકૃત ઉપમાના ઉપન્યાસ આદિ પ્રકારથી=ભગવાનને પુરુષસિંહ કહ્યા એ પ્રકારના ઉપમાના ઉપન્યાસ આદિ પ્રકારથી, આશયની શુદ્ધિનો ભાવ હોવાને કારણે=ચિત્તના પ્રસાદનો ભાવ થવાને કારણે=ભગવાનના તે પ્રકારના ગુણોથી ચિત્તરંજિત થવાને કારણે, તે જીવોને મહાનિર્જરાની પ્રાપ્તિ થાય છે, તેથી આ રીતે ઉપમા મૃષા નથી=સિંહની ઉપમા પ્રસ્તુતમાં આપી એ રીતે ઉપમા મૃષા નથી, એ પ્રમાણે સંબંધ છે= લલિતવિસ્તરામાં સંબંધ છે.
ભાવાર્થ:
યોગ્ય જીવોને સુખપૂર્વક ભગવાનના ગુણોની ઉપસ્થિતિ થાય, જેથી તે જીવો ભગવાનના તે ગુણોથી વાસિત અંતઃકરણવાળા બને અને નિર્જરાની પ્રાપ્તિ કરે એ નમુન્થુણં સૂત્ર રચવાનું પ્રયોજન છે, તેથી ભગવાનની પુરુષસિંહની ઉપમા દ્વારા સ્તુતિ કરીને ભગવાનના વાસ્તવિક સ્વરૂપને બતાવેલ છે, માટે ઉપમા મૃષા નથી; કેમ કે સિંહની ઉપમા દ્વારા જ ભગવાનમાં વર્તતા કર્મનાશને અનુકૂળ શૌર્યાદિ ગુણોની ઉપસ્થિતિ થાય છે, ફક્ત સિંહના તે શૌર્યાદિ ગુણો બાહ્ય શત્રુના નાશ માટે વર્તે છે, જ્યારે ભગવાનના તે ગુણો આત્માના અંતરંગ ગુણોનો ઘાત કરનારા ઘાતિકર્મોને આશ્રયીને વર્તે છે અને તે ગુણોનું કથન પુરુષસિંહ શબ્દથી થાય છે અને પ્રાજ્ઞપુરુષને ભગવાનના તે પારમાર્થિક ગુણોનું પ્રતિસંધાન પુરુષસિંહ શબ્દથી થાય છે, માટે ઉપમા મૃષા નથી.
અહીં પ્રશ્ન થાય કે હીન જાતિવાળા એવા પશુની ઉપમા દ્વારા ભગવાનના ગુણોનો બોધ કરાવવા કરતાં સાક્ષાત્ તે ગુણોના વાચક શબ્દોરૂપ ઉપાયાંતરથી ભગવાનના ગુણોનો બોધ કેમ ન કરાવ્યો ? તેથી ગ્રંથકારશ્રી કહે છે
તે
-
કેટલાક જીવવિશેષોને આ રીતે જ કહેવાથી ભગવાનના ગુણોની સુખપૂર્વક ઉપસ્થિતિ થાય છે; કેમ કે સિંહના શૌર્યાદિ ગુણોનો બોધ તે જીવોએ અનેક રીતે અનુભવ દ્વારા સ્થિર કરેલો છે, તેથી તેવા ગુણોની ઉપસ્થિતિ તે શબ્દથી શીઘ્ર થાય છે અને તે રીતે સિંહના શૌર્યાદિ ગુણોની શીઘ્ર ઉપસ્થિતિ થવાથી તે જીવો સુખપૂર્વક ભગવાનના અંતરંગ શત્રુના નાશને અનુકૂળ શૌર્યાદિ ગુણોને સ્પષ્ટ રીતે ઉપસ્થિત કરી શકે છે, તેથી તે જીવોના ઉપકાર માટે સિંહની ઉપમા આપવી તે મૃષા નથી; કેમ કે જીવોના ઉપકાર માટે જ ભગવાનની સ્તુતિ કરવામાં આવે છે અને યોગ્ય જીવો સિંહના સ્વ-અનુભૂત શૌર્યાદિ ગુણોને સિંહ શબ્દથી શીઘ્ર ઉપસ્થિત કરીને ભગવાનના પારમાર્થિક ગુણોને સ્પર્શી શકતા હોય છતાં તે ઉપમાને છોડીને અન્ય રીતે ભગવાનના ગુણોનું વર્ણન ક૨વામાં આવે તો તે જીવોને શીઘ્ર તે રીતે ભગવાનના ગુણોની ઉપસ્થિતિ થાય નહિ, તેથી વિશેષ નિર્જરાને પ્રાપ્ત કરી શકે નહિ, માટે સિંહની ઉપમા મૃષા નથી, પરંતુ ઉચિત જ છે.
અહીં પ્રશ્ન થાય કે કેટલાક જીવોને સિંહની ઉપમા દ્વારા જ કેમ ભગવાનના ગુણોની સુખપૂર્વક તે રીતે ઉપસ્થિતિ થાય છે ? અન્ય રીતે થતી નથી ? તેથી કહે છે –