________________
૨૦૧
પુરિસવરપુંડરીઆણ પંડરીક જેવા પુરુષવરપુંડરીક છે, જે પ્રમાણે કમળો કાદવમાં ઉત્પન્ન થયેલા છે, જલમાં વધેલા છે, તે ઉભયને છોડીને કાદવ-જલ ઉભયને છોડીને, વર્તે છે અને પ્રકૃતિથી સુંદર હોય છેકમળો પ્રકૃતિથી સુંદર હોય છે, ભુવનલક્ષમીનો નિવાસ છે, ચક્ષુ આદિના આનંદનો હેતુ છે, શ્રેષ્ઠગુણના ચોગથી વિશિષ્ટ તિયય, મનુષ્ય અને દેવતાઓ વડે સેવાય છે અને સુખના હેતુઓ થાય છે.
તે પ્રમાણે=જે પ્રમાણે પુંડરીકના ગુણો છે તે પ્રમાણે, આ પણ ભગવાન, કર્મરૂપી કાદવમાં જન્મેલા છે, દિવ્ય ભોગરૂપી જલથી વધેલા છે, તે ઉભયને છોડીને =કર્મરૂપ કાદવ અને દિવ્ય ભોગરૂપ જલને છોડીને, વર્તે છે અને અતિશયના યોગથી સુંદર છે, ગુણસંપત્તિઓનું નિવાસસ્થાન છે, દર્શનાદિથી આનંદના હેતુ છે, કેવલાદિ ગુણના સભાવથી ભવ્યજીવો વડે સેવાય છે અને નિર્વાણનું કારણ થાય છે. ભાવાર્થ
ભગવાનને શ્રેષ્ઠ પુંડરીકની ઉપમા કેમ આપી છે ? તે સ્પષ્ટ કરવા માટે કહે છે – જેમ કમળો કાદવમાંથી ઉત્પન્ન થાય છે, જલમાં વૃદ્ધિ પામે છે અને કાદવ અને જલને છોડીને તળાવમાં ઉપર દેખાય છે તેમ ભગવાન પણ કર્મરૂપ કાદવમાં જ ઉત્પન્ન થયા છે અને કર્મ આત્માને મલિન કરનારો પરિણામ છે, તેથી જ પૂર્વના ભવમાંથી ચ્યવને કર્મરૂપી કાદવમાં ભગવાન ઉત્પન્ન થાય છે અને જન્મા પછી ભગવાનનું શરીર દિવ્ય ભોગરૂપી જલથી વધે છે.
વળી, ભગવાન સંયમ ગ્રહણ કરે છે ત્યારે અસંગ પરિણામવાળા હોય છે, તેથી કર્મરૂપી કાદવને અને દિવ્ય ભોગરૂપી જલને છોડીને નિર્લેપ વર્તે છે.
વળી, ભગવાન સંયમ અવસ્થામાં હોય છે ત્યારે પણ નિર્મળ કોટીનાં ચાર જ્ઞાનવાળા હોય છે, અનેક લબ્ધિવાળા હોય છે, તેથી અતિશયના યોગવાળા હોવાથી અન્ય જીવો કરતાં સુંદર જણાય છે અને જ્યારે કેવલજ્ઞાન થાય છે ત્યારે તો સર્વ પ્રકારના અતિશયના યોગથી સુંદર જણાય છે, માટે જેમ કમળો પ્રકૃતિથી સુંદર છે તેમ ભગવાન પણ અતિશયના યોગથી સુંદર છે.
વળી, જેમ કમળો ભુવનલક્ષ્મીનો નિવાસ છે તેમ ભગવાન પણ ગુણસંપત્તિના નિવાસ છે, આથી જ ઔદાર્ય, ગાંભીર્ય આદિ અનેક ગુણોથી યુક્ત ભગવાન છે.
વળી, કમળો ચક્ષુ આદિ ઇન્દ્રિયોના આનંદના હેતુ છે અને સુગંધથી આનંદના હેતુ છે તેમ ભગવાન પણ દર્શનાદિથી આનંદના હેતુ છે=ભગવાનની સૌમ્ય મુદ્રા આદિ જોવા માત્રથી જોનારને આનંદ થાય છે, ભગવાનનો મધુર કંઠ શ્રવણમાત્રથી આનંદનો હેતુ બને છે, તેથી દર્શનથી, શ્રવણથી કે અન્ય રીતે પણ ભગવાન આનંદના હેતુ છે.
વળી, શ્રેષ્ઠ કમળો ઉત્તમ ગુણના યોગને કારણે વિશિષ્ટ એવા તિર્યંચ, મનુષ્ય અને દેવો વડે સેવાય છે, આથી જ નંદનવન આદિ વનોમાં તિર્યંચો, વિદ્યાધરો અને વ્યંતર આદિ જાતિના દેવો કમળોને સેવતા હોય છે, તેમ ભગવાનમાં કેવળજ્ઞાન આદિ ગુણો પ્રગટે છે ત્યારે ભગવાન પાસે સન્માર્ગને જાણવા માટે આવેલા