________________
પરિસરસીહાણ
૧૯૧
વળી, સિંહને પોતાના શિકારની પ્રાપ્તિ માટે ખેદ વર્તતો નથી, તેમ ભગવાન પણ સંયમમાર્ગમાં યત્ન કરે છે ત્યારે ખેદ વર્તતો નથી, પરંતુ જેમ સિંહ ખેદ રહિત પોતાના શિકારને પ્રાપ્ત કરવા યત્ન કરે છે, તેમ ભગવાન પણ ખેદ રહિત પોતાનું કાર્ય સાધવા માટે યત્નશીલ હતા, માટે ભગવાન પુરુષસિંહ છે.
વળી, સિંહને પોતાના શિકારની પ્રાપ્તિમાં નિષ્પકંપતા હોય છે, પરંતુ અન્ય પ્રાણીઓની જેમ લેશ પણ ભય હોતો નથી તેમ ભગવાનને પોતાના ઇષ્ટ એવા અંતરંગ સામ્રાજ્યની પ્રાપ્તિમાં ઉપાયભૂત સધ્યાનમાં નિષ્પકંપતા વર્તે છે, માટે ભગવાન પુરુષસિંહ છે.
આ પ્રકારે સિંહની ઉપમા દ્વારા જે મહાત્મા ભગવાનના ગુણોનું પુનઃ પુનઃ ભાવન કરીને તે રીતે પ્રતિસંધાન કરે, જેથી “પુરિસસીહાણં' એ પ્રકારનો શબ્દ બોલતી વખતે સિંહના સ્મરણ સાથે સિંહના તે પ્રકારના સર્વ ગુણોની સ્મૃતિ થાય અને તેવા ગુણો ભગવાનમાં કઈ રીતે છે તેનું પ્રતિસંધાન થાય તો પુરુષસિંહ શબ્દ બોલતાની સાથે જ ભગવાનના તે સર્વ ભાવો પ્રત્યે પોતાને બહુમાનભાવ થાય છે અને જે અંશથી જે ભાવો પ્રત્યે બહુમાનભાવ થાય તે ભાવોની પ્રાપ્તિનાં બાધક કર્મો શિથિલ થાય છે અને તે ભાવોની પ્રાપ્તિને અનુકૂળ પુણ્યપ્રકૃતિનો બંધ થાય છે, તેથી જેઓ દઢ પ્રણિધાનપૂર્વક ભગવાનના ગુણોનું સ્મરણ કરે છે તેઓને તે તે ગુણોની પ્રાપ્તિ સુલભ બને છે. લલિતવિસ્તરા -
न चैवमुपमा मृषा, तद्द्वारेण तत्त्वतः तदसाधारणगुणाभिधानात्, विनेयविशेषानुग्रहार्थमेतत्, इत्थमेव केषाञ्चिदुक्तगुणप्रतिपत्तिदर्शनात्, चित्रो हि सत्त्वानां क्षयोपशमः; ततः कस्यचित् कथंचिदाशयशुद्धिभावात्। લલિતવિસ્તરાર્થ:
અને આ રીતે=ભગવાનને સિંહ સદશ ગુણોના કારણે પુરુષસિંહ કહ્યા એ રીતે, ઉપમા મૃષા નથી; કેમ કે તેના દ્વારા=સિંહની ઉપમા દ્વારા, તત્ત્વથી=પરમાર્થથી, તેના અસાધારણ ગુણોનું અભિધાન છે ભગવાનના અસાધારણ ગુણોનું અભિધાન છે, વિનયવિશેષના=શિષ્યવિશેષના, અનુગ્રહ માટે આ છે="પુરિસસીહાણ એ પ્રકારના સૂત્રનું કથન છે; કેમ કે આ રીતે જ=ભગવાનને પુરુષસિંહ ઉપમા દ્વારા કહેવામાં આવે એ રીતે જ, કેટલાક જીવોને ઉક્ત ગુણોની=પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારના ગુણોની, પ્રતિપતિનું દર્શન છે-એ પ્રકારના ગુણોની ઉપસ્થિતિનું દર્શન છે, દિક જે કારણથી, જીવોનો ચિત્ર પ્રકારનો ક્ષયોપશમ છે; કેમ કે તેથી જીવોનો ચિત્ર પ્રકારનો ક્ષયોપશમ છે તેથી, કોઈકને કોઈક પ્રકારે આશયની શુદ્ધિનો ભાવ છે. પંજિકા - _ 'न चैवम्' इत्यादि, -न च-नैव, एवम् उक्तप्रकारेण, उपमा सिंहसादृश्यलक्षणा, मृषा=अलीका, कुत इत्याह- तद्वारेण=सिंहोपमाद्वारेण, तत्त्वतः परमार्थमाश्रित्य, न शाब्दव्यवहारतः, 'तदसाधारणगुणाभि