________________
પરિણસીહાણું
૧૮૯ વાળા પુરુષો છે, તેપુરુષો, સિંહની જેમ પ્રધાન એવા શોર્યાદિ ગુણના સભાવને કારણે પ્રસિદ્ધ છે અને કર્મનુ પ્રત્યે શૂરપણાથી તેના ઉચ્છદ પ્રત્યે શૂરપણાથી, ક્રોધાદિ પ્રત્યે અસહનપણાથી, રાગાદિ પ્રત્યે વીર્યના યોગથી, તપકર્મ પ્રત્યે વીરપણાથી થાત છે=ભગવાન પુરુષસિંહ તરીકે પ્રસિદ્ધ છે, પરિષહોમાં આમની=ભગવાનની, અવજ્ઞા છે, ઉપસર્ગોમાં ભગવાનને ભય નથી, ઈન્દ્રિયના સમૂહમાં ચિંતા પણ નથી, સંયમમાર્ગમાં ખેદ નથી, સધ્યાનમાં નિષ્પકંપતા છે. ભાવાર્થ -
જે દેહધારી જીવો હોય તે પુરુષો કહેવાય છે અને તે પુરુષરૂપ સિંહ ભગવાન છે, ભગવાનને સિંહ કેમ કહ્યા ? તેથી કહે છે –
સિંહ પશુ હોવા છતાં અન્ય પશુ કરતાં શૌર્યાદિ ગુણભાવથી પ્રધાન છે, તેથી પશુરૂપે અન્ય પશુઓ પણ છે, પરંતુ સર્વ પશુઓમાં શૌર્યાદિ ગુણો હોતા નથી, જ્યારે સિંહમાં શૌર્યાદિ ગુણો હોય છે, તેમ દેહધારી સર્વ જીવોમાં શૌર્યાદિ ગુણો હોતા નથી, પરંતુ દેહધારી એવા ભગવાનમાં સિંહની જેવા શૌર્યાદિ ગુણો છે તે બતાવવા માટે ભગવાનની સ્તુતિ કરતાં ભગવાનને પુરુષસિંહ કહેલ છે, ફક્ત સિંહમાં બાહ્ય શૌર્યાદિ ગુણો છે, ભગવાનમાં અંતરંગ કર્મજન્ય ભાવોને નાશ કરવામાં શૌર્યાદિ ગુણો છે, તેથી ભગવાનમાં સિંહતુલ્ય કેવા પ્રકારના શૌર્યાદિ ગુણો છે તે બતાવતાં કહે છે –
ભગવાનનું કર્મશત્રુ પ્રત્યે શૂરપણું હોવાથી ભગવાન પુરુષસિંહ છે, તેથી એ પ્રાપ્ત થાય કે અનાદિથી આત્મામાં ઘાતિક સ્થિર થયેલા છે અને તે ઘાતકર્મો સદા જીવને પીડા કરનારા છે, છતાં સંસારીજીવો તેને નાશ કરવા માટે શૂર નથી, આથી જ ઘાતિકર્મોને પરવશ થઈને સંસારની સર્વ વિડંબના પામે છે અને ભગવાને નિર્મળ કોટિના જ્ઞાનના બળથી જાણ્યું કે આત્માના પારમાર્થિક શત્રુ ઘાતકર્મો જ છે, તેથી સંયમ ગ્રહણ કરીને તે શત્રુને નાશ કરવા માટે અંતરંગ મહાપરાક્રમ કરીને પોતાના વિતરાગભાવને પ્રગટ કરી શક્યા, માટે ભગવાન પુરુષસિંહ છે, આ પ્રકારે સ્મરણ થવા માત્રથી ભગવાન પ્રત્યે ભક્તિની વૃદ્ધિ થાય છે અને તેમની જેમ શત્રુનો નાશ કરવાને અનુકૂળ બળનો સંચય થાય છે.
વળી, જેમ સિંહ શત્રુને નાશ કરવા માટે શૂર હોય છે તેમ શત્રુનો ઉચ્છેદ કરવામાં ક્રૂર પણ હોય છે, તેમ ભગવાન પણ કર્મના ઉચ્છદ પ્રત્યે ક્રૂર હતા અર્થાત્ કર્મ જીવને પોતાને વશ થવા પ્રેરણા કરે છે અને કર્મ પ્રત્યે દયાળુ સ્વભાવવાળા જીવો કર્મની પ્રેરણાનો ક્યારેય તિરસ્કાર કરતા નથી, પરંતુ તેની પ્રેરણા પ્રમાણે જ સર્વકૃત્યો કરે છે, તેથી સંસારીજીવો કર્મનાશ પ્રત્યે ક્રૂરભાવ ધારણ કરતા નથી, પરંતુ ભગવાન સંયમ ગ્રહણ કર્યા પછી કર્મોના પ્રત્યે હેજ પણ મૃદુભાવવાળા થયા નહિ, પરંતુ કર્મની પ્રેરણાનો સદા તિરસ્કાર કરીને કર્મ પ્રત્યે ક્રૂરભાવ ધારણ કરનારા હતા અને ક્રૂરભાવથી કર્મનો નાશ કરીને આત્માની મૂળભૂત સંપત્તિને કર્મએ આવૃત્ત કરેલી તે સંપત્તિને પ્રાપ્ત કરી.
સંસારીજીવોને ક્રોધાદિ કષાયો વારંવાર રંજાડતા હોય છે, છતાં સંસારીજીવો સત્ત્વહીન હોવાથી તે કષાયોને સહન કરે છે, પરંતુ જેમ સિંહને કોઈ અડપલું કરે તો સિંહ સહન કરી શકે નહિ તેમ ભગવાન