________________
પુરિસસીહાણ અવતરણિકાર્ય -
બાહ્ય અર્થ સંવાદિ સત્યવાદિ એવા સાંકૃત્યો વડે ઉપમાન વેતવ્ય હોવાથી આ પણ=ભગવાન પણ, નિરુપમ સ્તવ યોગ્ય જ ઈચ્છાય છે; કેમ કે હીનાધિક દ્વારા ઉપમા મૃષા છે એ પ્રકારનું વચન છે–પુરુષસિંહ કહ્યું ત્યાં હીન એવા પશુની ઉપમા આપી અથવા ચંદ્ર જેવું મુખ કહ્યું ત્યાં અધિક એવા ચંદ્રની ઉપમા આપી તેવા પ્રકારની ઉપમા મૃષા છે એ પ્રકારનું વચન છે, આના વ્યવચ્છેદ માટે= ઉપમા મૃષા છે' એના વ્યવચ્છેદ માટે, કહે છેઃસૂત્રમાં કહે છે - પંજિકા -
‘बाह्ये इत्यादि। सम्यक्शुभभावप्रवर्तकमितरनिवर्तकं च वचनं सत्यमसत्यं वा निश्चयतः सत्यं, तत्प्रतिषेधेन बाह्यार्थसंवायेव-अभिधेयार्थाव्यभिचार्येव, सत्यवादिभिः व्यवहाररूपं सत्यं वक्तव्यमिति वदितुं शीलं येषां ते तथा तैः साङ्कृत्यैः सङ्क्ताभिधानप्रवादिशिष्यैः, उपमावतथ्येन=सिंहपुण्डरीकादिसादृश्यालीकत्वेन, निरुपमस्तवार्हाः एव सर्वासादृश्येन वर्णनयोग्याः, इष्यन्ते, कुत इत्याह हीनाधिकाभ्यां-हीनेन-उपमेयार्थात्रीचेन, अधिकेन च-उत्कृष्टेन, उपमेयार्थादेव; उपमा सादृश्यं, मृषा-असत्या, इतिवचनात्-एवंप्रकाराऽऽगमात्। પંજિકાર્ચ -
“વા ત્યાર ... વંશવારાડજનાત્ | ‘બાહા' ઇત્યાદિ પ્રતીક છે – સમ્યફ શુભભાવનું પ્રવર્તક વચન અને ઇતરનું વિવર્તક વચન અશુભભાવનું વિવર્તક વચન, સત્ય અથવા અસત્ય નિશ્ચયથી સત્ય છે, તેના પ્રતિષેધથી–નિશ્ચયનયને અભિમત સત્ય વચનના અસ્વીકારથી, બાહા અર્થ સંવાદિને જ અભિધેય અર્થતા અવ્યભિચારીને જ, સત્યવાદિ વડે=વ્યવહારરૂપ સત્ય કહેવું જોઈએ એ પ્રમાણે કહેવાનો સ્વભાવ છે જેઓનો તે તેવા છે=બાહ્ય અર્થ સંવાદિ સત્યવાદી છે, તેઓ વડે તેવા સાંકૃત્ય વડે=સંસ્કૃત નામના પ્રવાદિના શિષ્યો વડે, ઉપમાનું વૈતવ્ય હોવાથી–સિંહ-પુંડરીક આદિના સાદથનું મૃષાપણું હોવાથી, નિરુપમ સ્તવનયોગ્ય જ=સર્વના અસાદથી વર્ણનયોગ્ય, ભગવાન ઈચ્છાય છે.
કેમ નિરુપમ સ્તવનયોગ્ય ભગવાન ઈચ્છાય છે? એથી કહે છે – હીન-અધિક દ્વારા=હીન વડે અર્થાત્ ઉપમેય અર્થથી નીચ વડે અને અધિક વડે અર્થાત્ ઉપમેય અર્થથી જ ઉત્કૃષ્ટ વડે, ઉપમા=સાદથ, મૃષા છે-અસત્ય વચન છે, એ પ્રકારનું વચન હોવાથી=એ પ્રકારનું આગમ હોવાથી, ભગવાન તિરુપમ સ્તવનયોગ્ય જ છે એમ અવથ છે. ભાવાર્થ :
બાહ્ય અર્થ જે પ્રમાણે સંસ્થિત હોય તે પ્રમાણે જ તેનું સ્વરૂપ કહેવામાં આવે તો તે વચન સત્ય કહેવાય, પરંતુ બાહ્ય અર્થ એવો નથી તેવા શબ્દો દ્વારા કોઈનું વર્ણન કરવામાં આવે તે મૃષાવચન છે તેમ સંસ્કૃત નામના પ્રવાદીના શિષ્યો વડે કહેવાય છે, તેથી તેઓ ઉપમા દ્વારા ભગવાનનું વર્ણન કરવું ઉચિત નથી તેમ કહે છે અને કહે છે કે ભગવાન જેવા સ્વરૂપવાળા છે તેવા સ્વરૂપથી જ તેમનું વર્ણન કરી શકાય, પરંતુ