________________
પુરિસરમાણે
૧૮૫ હતું, જેથી તેઓ પોતાના તથાભવ્યત્વને અનુરૂપ પ્રત્યેકબુદ્ધાદિના ભેદથી ચરમભવને પ્રાપ્ત કર્યો અને જો જાતિના અનુચ્છેદથી જ વસ્તુ પોતાના ગુણના પ્રકર્ષને પ્રાપ્ત કરે છે એમ ન સ્વીકારીએ અને વસ્તુ પ્રયત્નને આધીન પોતાના ગુણના પ્રકર્ષને પ્રાપ્ત કરે છે એમ સ્વીકારીએ, તો પ્રત્યેકબુદ્ધાદિના ભેદથી જીવોને પ્રાપ્ત થતો મોક્ષ ઘટે નહીં.
વળી, આ જ કથનને યુક્તિથી સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે દરેક જીવ તુલ્ય યોગ્યતાવાળા છે એમ સ્વીકારીએ તો મોક્ષે જનારા જીવોમાં ચરમભવમાં જે પ્રત્યેકબુદ્ધાદિ ભેદો પડે છે તે ઘટે નહીં; કેમ કે જેમ કાચ શુદ્ધિની પ્રક્રિયાથી શુદ્ધ થાય તોપણ કાચ જ પ્રાપ્ત થાય છે, પરંતુ પધરાગમણિરૂપે અભિવ્યક્ત થતો નથી; અને પારાગમણિ શુદ્ધિની પ્રક્રિયાથી શુદ્ધ થાય તોપણ પદ્મરાગમણિ જ પ્રાપ્ત થાય છે, પરંતુ કાચરૂપે અભિવ્યક્ત થતો નથી, તેમ ભવ્યજીવો યોગમાર્ગને સેવવારૂપ શોધનની પ્રક્રિયાથી કર્મમલથી શુદ્ધ થાય તોપણ જે ભવ્યજીવો પ્રત્યેકબુદ્ધરૂપ જાતિવાળા છે તેઓ પ્રત્યેકબુદ્ધરૂપે જ ગુણનો પ્રકર્ષ પામીને મોક્ષે જાય છે, જે ભવ્યજીવો બુદ્ધબોધિતરૂપ જાતિવાળા છે તેઓ બુદ્ધબોધિતરૂપે જ ગુણનો પ્રકર્ષ પામીને મોક્ષ જાય છે, અને જે ભવ્યજીવો સ્વયંસંબુદ્ધરૂપ જાતિવાળા છે તેઓ સ્વયંસંબુદ્ધરૂપે જ ગુણનો પ્રકર્ષ પામીને મોક્ષે જાય છે, આથી નક્કી થાય કે તે પ્રકારની જાતિના ભેદને કારણે જ મોક્ષે જનારા જીવોમાં તે પ્રકારના પ્રત્યેકબુદ્ધાદિરૂપ ભેદો પ્રાપ્ત થાય છે.
આ રીતે ગ્રંથકારશ્રીએ કાચ અને પધરાગના દૃષ્ટાંતથી સ્થાપન કર્યું કે શુદ્ધિની પ્રક્રિયા પછી પણ વસ્તુ પોતાની જાતિને અનુરૂપ જ ગુણનો પ્રકર્ષ પ્રાપ્ત કરે છે, તેથી પ્રશ્ન થાય કે જેમ પૂર્ણ શુદ્ધ થયા પછી પણ જાતિના ભેદથી કાચમાં અને પધરાગમણિમાં પરસ્પર ભેદ પ્રાપ્ત થાય છે તેમ પૂર્ણ શુદ્ધ થઈને મોક્ષમાં ગયેલા જીવોમાં પણ જાતિના ભેદથી પરસ્પર ભેદ પ્રાપ્ત થશે અર્થાત્ તીર્થંકરના જીવો પદ્મરાગતુલ્ય છે અને અતીર્થકરના જીવો કાચતુલ્ય છે, તેથી સર્વ કર્મ રહિત એવી સિદ્ધ અવસ્થામાં પણ તીર્થકરના જીવો અતીર્થકરના જીવોથી જુદા પ્રાપ્ત થશે, તેનું નિરાકરણ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે –
તથાભવ્યત્વાદિને કારણે સંસારઅવસ્થામાં તીર્થંકરના અને અતીર્થંકરના જીવો વચ્ચે ભેદ છે, આથી જ સિદ્ધ અવસ્થામાં પણ તીર્થકરના અને અતીર્થંકરના જીવો વચ્ચે ભેદ છે, એમ ન કહેવું; કેમ કે સિદ્ધ અવસ્થા એ સર્વ કર્મના ક્ષયનું કાર્ય છે, અને સિદ્ધ અવસ્થા જીવો સર્વ કર્મના ક્ષયથી જ પ્રાપ્ત કરે છે, તેથી મોક્ષમાં તેવો કોઈ ભેદ નથી.
આશય એ છે કે ગ્રંથકારશ્રીએ જે કાચ અને પદ્મરાગમણિનું દષ્ટાંત બતાવ્યું તે ચરમભવમાં રહેલા તીર્થંકરના અને અતીર્થંકરના જીવો વચ્ચે ભેદ બતાવવા માટે જ સમર્થ છે, પરંતુ મોક્ષમાં રહેલ પણ તે સર્વ જીવો વચ્ચે ભેદ બતાવવા માટે સમર્થ નથી; કેમ કે સંસારવર્તી સર્વ જીવો કર્મવાળા છે, અને તે કર્મવાળી અવસ્થામાં પણ કેટલાક જીવોમાં અમુક પ્રકારના વિશિષ્ટ ગુણો હોય છે, જે ગુણોને કારણે તે જીવો ચરમભવમાં અન્ય ઘણા જીવો પર ઉપકાર કરે છે, જ્યારે તે તીર્થંકરના જીવોથી અન્ય જીવોમાં તેવા પ્રકારના વિશિષ્ટ ગુણો હોતા નથી, જેથી તે જીવોને ચરમભવમાં તેવી વિશેષતા પ્રાપ્ત થતી નથી, તેથી સંસારાવસ્થામાં દરેક જીવની તે પ્રકારની ભવ્યતામાં ભેદ છે; જેના કારણે અન્ય અન્ય પ્રકારનો ચરમભવ