________________
૧૮૯
લલિતવિસ્તા ભાગપ્રાપ્ત થાય છે જ્યારે સિદ્ધાવસ્થામાં તે પ્રકારનો ભેદ નથી; કેમ કે સિદ્ધાવસ્થા સર્વ કર્મોથી રહિત એવી આત્માની શુદ્ધ અવસ્થા છે, તેથી ત્યાં રહેલા સર્વ જીવો કેવલ આત્માસ્વરૂપ છે, પરંતુ કર્મયુક્ત આત્માસ્વરૂપ નથી, અને કેવલ આત્માના સ્વરૂપમાં કોઈ ભેદ નથી.
વળી, આ કથનમાં ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે કે મોક્ષ એ સંપૂર્ણ કર્મક્ષયનું કાર્ય છે, અને તે કાર્ય સર્વ જીવોમાં અવિશિષ્ટ છે અર્થાત્ મોક્ષે ગયેલા સર્વ જીવોમાં સમાન છે; કેમ કે મોક્ષમાં સર્વ જીવો સંપૂર્ણ કર્મનો નાશ કરીને જ જાય છે, પરંતુ સંપૂર્ણ કર્મનો નાશ કર્યા વગર કોઈ જીવ મોક્ષે જતો નથી.
આ કથનને ગ્રંથકારશ્રી દૃષ્ટાંત દ્વારા દઢ કરતાં કહે છે કે દરિદ્ર અને ધનવાન એ બંનેનું મૃત્યુ અવિશિષ્ટ જ દેખાય છે; કેમ કે બંનેના આયુષ્યક્ષયનો અવિશેષ છે. આશય એ છે કે તીર્થંકરના જીવો ચરમભવમાં પુણ્યના પ્રકર્ષવાળા હોવાથી ધનવાન જેવા છે અને અતીર્થકરના જીવો ચરમભવમાં તે પ્રકારના પુણ્યના પ્રકર્ષ વગરના હોવાથી દરિદ્ર જેવા છે, આમ છતાં જેમ દરિદ્ર અને ધનવાન બંનેનું આયુષ્યના ક્ષયથી મૃત્યુ સમાન જ થાય છે, તેમ તીર્થંકરના જીવો અને અતીર્થકરના જીવો બંનેનો સર્વ કર્મના ક્ષયથી મોક્ષ સમાન જ થાય છે. વળી, સમાન આયુષ્યલયથી દરિદ્ર અને ધનવાનનું મૃત્યુ સમાન થાય છે, એટલા માત્રથી મૃત્યુની પૂર્વે પણ દરિદ્ર અને ધનવાનમાં ભેદ નથી એમ નહીં અર્થાત્ મૃત્યુ પૂર્વે બંનેમાં ભેદ છે; કેમ કે પૂર્વે દરિદ્રપુરુષની પાપપ્રકૃતિ વિદ્યમાન હતી અને ધનવાન પુરુષની પુણ્યપ્રકૃતિ વિદ્યમાન હતી, તેથી મૃત્યુ પૂર્વે બંને પુરુષ વચ્ચે પરસ્પર ભેદ છે, તે રીતે સમાન કર્મક્ષયથી તીર્થકર અને અતીર્થકરના જીવોનો મોક્ષ સમાન થાય છે, એટલા માત્રથી મોક્ષપ્રાપ્તિ પૂર્વે પણ તીર્થંકરના અને અતીર્થકરના જીવોમાં ભેદ નથી એમ નહીં અર્થાત્ મોક્ષપ્રાપ્તિ પૂર્વે બંનેમાં ભેદ છે; કેમ કે તીર્થંકરના જીવો ચરમભવમાં પુણ્યના પ્રકર્ષવાળા હોય છે, જ્યારે અતીર્થંકરના જીવો ચરમભવમાં તેવા પુણ્યના પ્રકર્ષવાળા હોતા નથી, માટે કર્મક્ષયથી અન્ય એવા પુણ્યના પ્રકર્ષ અને અપકર્ષરૂપ હેતુનો ભેદ છે, તેથી મોક્ષપ્રાપ્તિ પૂર્વે તીર્થકર અને અતીર્થકર એ બંને પ્રકારના જીવો વચ્ચે પરસ્પર ભેદ છે. આમ છતાં જેમ આયુષ્યના ક્ષયથી થનારા બંનેના મૃત્યુમાં કોઈ ભેદ નથી, તેમ સર્વ કર્મના ક્ષયથી થનારા બંને પ્રકારના જીવોના મોક્ષમાં કોઈ ભેદ નથી.
અહીં દરિદ્ર અને ધનવાનના મૃત્યુની સમાનતાના દષ્ટાંતથી તીર્થકર અને અતીર્થંકરના જીવોની મુક્તિની સમાનતા સ્થાપન કરી, એ દૃષ્ટાંતમાત્ર છે, વસ્તુતઃ મૃત્યુની સમાનતાથી દરિદ્ર-ધનવાનની સમાનતા પ્રાપ્ત થતી હોય એટલા માત્રથી મુક્તિમાં ગયેલા સર્વ જીવોની સમાનતા જ છે તેવી નિયત વ્યાપ્તિ બાંધી શકાય નહીં. પરંતુ સર્વ કર્મ રહિત સિદ્ધાવસ્થા સર્વ જીવોની સમાન છે તેવું કેવલી સાક્ષાત્ જોનારા છે અને તે કેવલીના વચનથી પ્રમાણસિદ્ધ છે તેને સમજાવવા માટે દરિદ્ર-ધનવાનના મૃત્યુનું દૃષ્ટાંત આપેલ છે જેથી દૃષ્ટાંતના બળથી પદાર્થનો કંઈક બોધ થાય.IIકા અવતરણિકા -
एतेऽपि बाह्यार्थसंवादिसत्यवादिभिः साङ्कृत्यैरुपमावैतथ्येन निरुपमस्तवार्हा एवेष्यन्ते, 'हीनाधिकाभ्यामुपमामृषेति वचनात्। एतद्व्यवच्छेदार्थमाह -