________________
૧૦.
લલિતવિસ્તરા ભાગ-૧
પુરુષોમાં સિંહ જેવા હોવાથી ક્રોધાદિ કષાયોને સહન કરી શકતા નથી, આથી પોતાનામાં અનાદિથી સંસ્કારરૂપે સ્થિર થયેલા અને કર્મના ઉદયના નિમિત્તને પામીને ઉદયમાં આવે તેવા ક્રોધાદિ કષાયો પ્રત્યે અસહન સ્વભાવવાળા હોવાથી ક્રોધાદિ આપાદક કર્મોને અને સંસ્કારોને લેશ પણ ઉદ્ભવ થવા દેતા નથી, તેથી ભગવાન ક્રોધાદિના સંસ્કારો સતત ક્ષીણ-ક્ષીણતર કરે છે અને ક્રોધાદિ આપાદક કર્મોને સતત ક્ષયોપશમભાવરૂપે પરિણમન પમાડીને ક્ષમાદિ ભાવોની વૃદ્ધિને જ કરે છે, તેથી ભગવાનમાં સિંહની જેમ અસહનગુણ હોવાને કારણે ભગવાન પુરુષસિંહ છે, આ પ્રકારે સ્તુતિ કરવાથી પોતાનામાં પણ ભગવાનની જેવો અસહનગુણ કંઈક કંઈક અંશથી પ્રગટ થાય છે; કેમ કે સ્તુત્યની સ્તુતિ કરવાથી સ્તુત્યસદશગુણની પ્રાપ્તિને અનુકૂળ સદ્વર્ય ઉલ્લસિત થાય છે.
વળી, સિંહ પોતાના શત્રુઓ સાથે યુદ્ધ કરવામાં વીર્યના યોગવાળો હોય છે, આથી જ શત્રુ સાથે યુદ્ધ કરતાં શ્રાંતતાનો થાકનો અનુભવ કરતો નથી, પરંતુ થાક્યા વગર શત્રુના નાશ માટે અસ્મલિત ઉદ્યમ કરે છે, તેમ ભગવાન પણ દીક્ષા ગ્રહણ કર્યા પછી રાગાદિ શત્રુઓના નાશ પ્રત્યે વીર્યના યોગવાળા હોવાથી લેશ પણ થાક્યા વગર તેના ઉચ્છેદ માટે જ સતત યત્ન કરે છે, તેથી શત્રુ સામે યુદ્ધમાં ચડેલા ભગવાનને શત્રુનું મહાબળ જોઈને લેશ પણ અધૃતિ થતી નથી, તેથી રાગાદિ પ્રત્યે સિંહની જેમ વીર્યના યોગવાળા હોવાથી ભગવાન પુરુષસિંહ છે.
વળી, તપકૃત્ય પ્રત્યે ભગવાનનું વીરપણું છે, તેથી ભગવાન પુરુષસિંહ છે. વળી, પરિષદોમાં ભગવાનને અવજ્ઞા છે, તેથી જેમ અન્ય પશુઓ ત્યાં ફરતા હોય તેનાથી સિંહ સ્ટેજ પણ ભય પામતો નથી, પરંતુ તેઓના પ્રત્યે અવજ્ઞાવાળો હોય છે, તેમ ભગવાનને પરિષહો પ્રત્યે અવજ્ઞા વર્તે છે.
વળી, સિંહને કોઈનાથી ભય હોતો નથી, તેમ ભગવાનને ઉપસર્ગોમાં ભય નથી, જો કે સામાન્ય શક્તિવાળા સાધકો ઉપસર્ગો પ્રાપ્ત થાય તો યોગમાર્ગથી અલના પામે છે, પરિષહો પ્રાપ્ત થાય ત્યારે અતિચારો પ્રાપ્ત કરે છે, પરંતુ સિંહની જેમ મહાસાત્ત્વિક એવા ભગવાન પરિષહોથી પોતાનું રક્ષણ કરવા કોઈ યત્ન કરતા નથી અને ઉપસર્ગોમાં લેશ ભય પામતા નથી, પરંતુ પરિષદો અને ઉપસર્ગોના પ્રાપ્તિકાળમાં પણ અખ્ખલિતપણે ઘાતિકર્મોના નાશમાં દઢ યત્નવાળા હોય છે, માટે ભગવાન પુરુષસિંહ છે.
વળી, સિંહને કોઈ શત્રુથી ક્યારેય ચિંતા હોતી નથી, તેમ ભગવાનને ઇન્દ્રિયોના સમૂહ પ્રત્યે ચિંતા હોતી નથી, જો કે સામાન્યથી યોગીઓને પણ ચિંતા હોય છે કે આ ઇન્દ્રિયો મને ઉત્પથમાં લઈ જઈને વિનાશનું સર્જન કરશે, તેથી સતત પ્રતિપક્ષના ભાવન દ્વારા ઇન્દ્રિયોનું દમન કરે છે, પરંતુ ભગવાને તે પ્રકારના અંતરંગ સત્ત્વને પ્રગટ કરેલ છે, જેથી નિમિત્તોને પામીને પણ કોઈ ઇન્દ્રિય કોઈ પ્રકારનો અંતરંગ કોલાહલ કરી શકતી નથી, તેથી ઇન્દ્રિયોની ચિંતા કર્યા વગર નિર્ભયતાથી શત્રુની સામે લડે છે. જેમ સિંહને કોઈ બલવાન પશુનો ભય હોતો નથી, તેથી પોતાના સ્થાને નિશ્ચિત થઈને બેઠો હોય છે, તેમ ભગવાનને મોક્ષપથમાં જતાં ઇન્દ્રિયવર્ગની ચિંતા નથી, માટે ભગવાન પુરુષસિંહ છે.