________________
પુરિસરમાણે
૧૮૩ અપકારી પ્રત્યે અપકારની બુદ્ધિ થાય તોપણ, જેમ અન્ય જીવો પોતાના અપકારી પ્રત્યે દઢ અપકારની બુદ્ધિ કરે છે, તેમ તેઓ દઢ અપકારની બુદ્ધિ કરતા નથી.
(૭) તીર્થંકરના જીવો કૃતજ્ઞતાના સ્વામી હોય છે. આશય એ છે કે તીર્થંકરોના આત્મા કોઈએ પણ પોતાના પર ઉપકાર કર્યો હોય તો ક્યારેય ભૂલે નહીં તેવી વિશિષ્ટ પ્રકૃતિવાળા હોય છે, તેથી તેઓ કૃતજ્ઞતા ગુણના સ્વામી છે.
(૮) તીર્થકરના જીવો અનુપહિતચિત્તવાળા હોય છે. આશય એ છે કે યોગમાર્ગને પ્રાપ્ત કર્યા પછી તીર્થકરોના આત્માનું ચિત્ત યોગમાર્ગની પ્રવૃત્તિ કરવામાં ક્યારેય હણાતું નથી, પરંતુ તેઓ શક્તિ અનુસાર ઉત્સાહપૂર્વક ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે.
(૯) તીર્થંકરના જીવો દેવ-ગુરુ પ્રત્યે બહુમાનવાળા હોય છે. આશય એ છે કે તીર્થકરોના આત્મા પોતે જે તીર્થમાં યોગમાર્ગ પામ્યા હોય, તે તીર્થને પ્રરૂપનારા તીર્થંકર પ્રત્યે અને પોતાને માર્ગ બતાવનારા ગુરુ પ્રત્યે અત્યંત બહુમાનવાળા હોય છે, તેથી તેઓ હંમેશાં દેવ-ગુરુનું સ્મરણ કરીને ઉચિત હિત સાધનારા બને છે.
(૧૦) તીર્થકરના જીવો ગંભીર આશયવાળા હોય છે. આશય એ છે કે તીર્થંકરોના આત્મા ગંભીર આશયવાળા હોવાથી યોગમાર્ગને પામીને, યોગમાર્ગનાં રહસ્યોને યથાર્થ જાણીને સ્વ-પરનું કલ્યાણ કરી શકે તેવી ઉત્તમ પ્રકૃતિવાળા હોય છે.
આ રીતે આવા પ્રકારના દસ ગુણો તીર્થંકરના જીવોમાં પ્રાયઃ ચરમભવની નજીકના ભવોમાં વ્યક્તરૂપે પ્રગટ થાય છે તે સ્પષ્ટ કરવા માટે કહે છે –
સર્વ જ જીવો આવા પ્રકારના હોતા નથી; કેમ કે તીર્થંકરના જીવોથી અન્ય જીવોમાં વ્યત્યયની પ્રાપ્તિ છે, અને જો સર્વ જીવોમાં આવા દસ ગુણોથી વિપરીત ગુણોની પ્રાપ્તિ ન હોય તો ખડુંકોનો અભાવ પ્રાપ્ત થાય. ‘આશય એ છે કે તીર્થંકરના આત્મા તથાભવ્યત્વના પરિપાકથી યોગમાર્ગને પામે છે ત્યારે તેમાં ઉપર બતાવ્યા એવા પરાર્થવ્યસનતા આદિ ગુણો અભિવ્યક્ત થાય છે, અને ચરમભવમાં તે તે ગુણો તીર્થકરના આત્મામાં અત્યંત અતિશયવાળા હોય છે; જ્યારે અન્ય જીવો તથાભવ્યતાના પરિપાકથી યોગમાર્ગને પામે છે ત્યારે તેઓમાં ઉપર બતાવ્યા એવા પરાર્થવ્યસનતા આદિ ગુણો હોતા નથી, પરંતુ તે ગુણોથી વિપરીત ગુણો દેખાય છે, આથી જ ચરમશરીરી એવા અર્જુન માળી આદિ જીવો ચરમભવમાં પણ પાપની પ્રવૃત્તિ કરનારા હતા; જ્યારે તીર્થકરો તોચરમભવમાં અત્યંત ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે. વળી, જો તીર્થંકરના જીવોની જેમ સર્વ જીવોમાં તે પ્રકારના ગુણોની યોગ્યતા હોય તો, યોગમાર્ગને પામ્યા પછી અને વિશેષથી ચરમભવમાં સર્વ જીવોને પણ તીર્થકરના જીવો જેવી ઉત્તમ પ્રકૃતિ પ્રાપ્ત થવી જોઈએ; પરંતુ સર્વ જીવોમાં યોગમાર્ગ પામ્યા પછી પણ અને ચરમભવમાં પણ તીર્થંકરના જીવોથી વિપરીત પ્રકૃતિ દેખાય છે. તેથી નક્કી થાય છે કે આવા દસ ગુણો તીર્થકરના જીવોમાં જ હોય છે, અન્ય જીવોમાં હોતા નથી.
વળી, આ જ કથનને ગ્રંથકારશ્રી દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે –