________________
લલિતવિસ્તરા ભાગ-૧
૧૮૨
જ્યારે પરિપાક અવસ્થાને પામે છે ત્યારે તીર્થંકરના જીવો યોગમાર્ગમાં જે પ્રયત્ન કરે છે તે પ્રયત્ન અન્ય જીવોના યોગમાર્ગમાં કરાતા પ્રયત્ન કરતાં વિશેષ પ્રકારનો હોય છે, તેમજ તીર્થંકરો યોગમાર્ગની પ્રાપ્તિ વખતે વરબોધિને પ્રાપ્ત કરે છે, જ્યારે અન્ય જીવો યોગમાર્ગની પ્રાપ્તિ વખતે બોધિને પ્રાપ્ત કરે છે. આ સર્વ ભાવોને કારણે મોક્ષે જનારા સર્વ જીવો કરતાં તીર્થંકરોના જીવો પ્રધાન છે, માટે ભગવાન પુરુષોત્તમ છે.
હતા,
વળી, તે તથાભવ્યત્વાદિને કારણે તીર્થંકરના જીવો જ્યારે યોગમાર્ગ પ્રાપ્ત કરે છે ત્યારે તેઓમાં પરાર્થવ્યસનતા આદિ વિશેષ પ્રકારના ગુણો પ્રગટે છે, જે ગુણો તેઓમાં યોગમાર્ગની પ્રાપ્તિ પૂર્વે વિદ્યમાન . ,તે બોધિલાભકાળમાં પ્રગટ થાય છે, અને તે જ સ્પષ્ટ કરવા ગ્રંથકારશ્રી કહે છે કે તીર્થંક૨ના જીવોમાં આકાલ આ ગુણો રહેલા છે, અર્થાત્ પરાર્થવ્યસનતા આદિ ગુણો બોધિલાભકાળમાં અભિવ્યક્ત થાય છે, પરંતુ સહજ એવા તથાભવ્યત્વ આદિને કા૨ણે શક્તિરૂપે અનાદિકાળથી તીર્થંકરના આત્મામાં વિદ્યમાન હોય છે, આથી જ તે સર્વ ગુણો ભગવાનમાં સર્વ કાળ રહેલા છે એમ ગ્રંથકારશ્રીએ કહેલ છે. તે પરાર્થવ્યસનતા આદિ દસ ગુણો આ પ્રમાણે છે :
(૧) તીર્થંકરના જીવો પરાર્થવ્યસનવાળા હોય છે. આશય એ છે કે તીર્થંકરોના આત્મા સંસારના યથાર્થ સ્વરૂપને જાણીને સંસારથી વિરક્ત થાય છે અને કોઈક તીર્થંકરના તીર્થને પ્રાપ્ત કરીને બોધિને પ્રાપ્ત કરે છે, ત્યારે તેઓમાં અધ્યવસાય પ્રગટે છે કે “આ વિષમ સંસારથી નિસ્તાર પામવાનો શ્રુતધર્મરૂપ ઉત્તમ માર્ગ વિદ્યમાન છે, છતાં જીવોને તે પ્રાપ્ત નહીં થયો હોવાથી જીવો સંસારમાં અનેક પ્રકારની વિટંબણા પામે છે. તેથી હું સંસારવર્તી સર્વ જીવોને આ ઉત્તમ એવો યોગમાર્ગ બતાવું, જેથી સર્વ જીવો હિત પ્રાપ્ત કરે.” આ પ્રકારના ઉત્તમ અધ્યવસાયને નિષ્પન્ન કરે તેવો તીર્થંકરોના આત્માનો સ્વભાવ હોય છે, તેથી તેઓ અન્ય જીવોનો ઉ૫કા૨ ક૨વાના વ્યસનવાળા છે.
(૨) તીર્થંકરના જીવો ઉપસર્જનીકૃતસ્વાર્થવાળા હોય છે. આશય એ છે કે તીર્થંકરોના આત્મા યોગમાર્ગને પ્રાપ્ત કર્યા પછી સ્વયં યોગમાર્ગમાં દૃઢ યત્ન કરનારા હોવા છતાં પોતાના સ્વાર્થને ગૌણ કરીને પરાર્થ કરનારા હોય છે અર્થાત્ અન્ય જીવોના હિતની પ્રવૃત્તિ કરનારા હોય છે.
(૩) તીર્થંકરના જીવો ઉચિત ક્રિયાવાળા હોય છે. આશય એ છે કે તીર્થંકરોના આત્મા ચ૨મભવમાં ગર્ભાવતરણથી માંડીને અત્યંત ઉચિત ક્રિયા કરનારા હોય છે.
(૪) તીર્થંકરના જીવો અદ્દીનભાવવાળા હોય છે અર્થાત્ તીર્થંકરોના આત્મા ચરમભવમાં અદીનભાવથી ઉપસર્ગો અને પરિષહોને સહન કરનારા હોય છે.
(૫) તીર્થંક૨ના જીવો સફળ આરંભવાળા હોય છે. આશય એ છે કે તીર્થંકરોના આત્મા યોગમાર્ગ પામ્યા પછી પોતાને ઉચિત ભૂમિકાનો નિર્ણય કરીને તે ભૂમિકા અનુસાર ઉચિત જ પ્રવૃત્તિ કરનારા હોય છે, જેથી તેઓ જે કાંઈ યોગમાર્ગની પ્રવૃત્તિ કરે છે તે સર્વ તેઓની ગુણવૃદ્ધિનું કારણ બને છે, આથી તેઓની સેવાયેલી યોગમાર્ગની પ્રવૃત્તિ ફળસાધક બને છે.
(૬) તીર્થંકરના જીવો અદ્દઢ અનુશયવાળા હોય છે. આશય એ છે કે તીર્થંકરોના આત્માને ક્યારેક કોઈક