________________
૧૮૦
લલિતવિસ્તરા ભાગ-૧ અનુચ્છેદથી ગુણના પ્રકર્ષતો ભાવ છે=કાચાદિ સ્વભાવના અતુલંઘનથી કાંતિ આદિ ગુણોની વૃદ્ધિનો ભાવ છે.
આને જ=જાત્યરતના દાંતને જ, તંત્રયુક્તિથી સાધવા માટે કહે છે=શાસ્ત્રયુક્તિથી સ્પષ્ટ કરવા માટે કહે છે – આ રીતે જ આ છે=જાતિના અનુચ્છેદથી જ ગુણપ્રકર્ષના ભવનરૂપ વસ્તુ છે; કેમ કે હુલ્ય ધમાં રહેલા જ શબ્દનું અવધારણપણું છે, કયા કારણથી=જાતિના અનુચ્છેદથી જ ગુણપ્રકર્ષના ભવનરૂપ વસ્તુ કયા કારણથી છે? એમાં હેતુ કહે છે – આ રીતે પ્રત્યેકબુદ્ધાદિ વચનનું પ્રામાણ્ય છે=આ જાતિના અનુચ્છેદથી ગુણપ્રકર્ષના ભાવરૂપ પ્રકારથી પ્રત્યેકબુદ્ધબુદ્ધિબોધિતસ્વયંબુદ્ધ આદિ પૃથ ભિવરૂપવાળાઓના લિરૂપક ધ્વનિરૂપ વચનો તેઓનું પ્રામાણ્ય છે અર્થાત આપ્ત ઉપદિષ્ટપણાને કારણે અભિધેય અર્થનો અવ્યભિચારી ભાવ છે.
આને જ=પ્રત્યેકબુદ્ધાદિ વચનના પ્રામાણ્યથી જાતિના અનુચ્છેદથી ગુણપ્રકર્ષ થાય છે એને જ, વ્યતિરેકથી સમર્થન માટે કહે છે સમર્થન માટે હેતુ કહે છે – તેના ભેદની અનુપપતિ છે, અહીં–તેના ભેદની અનુપપતિ છે એ સ્થાનમાં, ગ શબ્દનો અધ્યારોપ હોવાથી અન્યથા તેના ભેદની અનુપપત્તિ છે તે પ્રમાણે યોજન કરવું પ્રત્યેકબુદ્ધ આદિ ભેદો શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે તે જાતિના અનુચ્છેદથી ગુણપ્રકર્ષ ભાવરૂપ વસ્તુ ન સ્વીકારવામાં આવે તો સંગત થાય નહિ માટે જાતિના અનુચ્છેદથી જ ગુપ્તકર્ષ થાય છે એમ સ્વીકારવું જોઈએ, તેના ભેદની અનુપ પતિને જ=પ્રત્યેકબુદ્ધ આદિના ભેદની અનુપપત્તિને જ, ભાવન કરે છે–સ્પષ્ટ કરે છે – તુલ્ય ભાજનતામાં=મોક્ષમાં જનારા બધા જીવોની તુલ્ય યોગ્યતામાં, પ્રત્યેકબુદ્ધાદિનો ભેદ વ્યાપ્ય નથી જયુક્તિસંગત નથી જ.
આ રીતે=પૂર્વમાં દષ્ટાંત દ્વારા તીર્થંકર અને પ્રત્યેકબુદ્ધાદિનો ભેદ બતાવ્યો એ રીતે, સત્વભેદ સિદ્ધ થયે છતેeતીર્થંકર-પ્રત્યેકબુદ્ધ આદિ જીવોનો પરસ્પર વૈશક્ષણ્યનો ભેદ સિદ્ધ થયે છતે, મુક્તિમાં પણ તેના ભેદનો પ્રસંગ છે=મોક્ષમાં ગયેલા જીવોમાં પરસ્પર વૈશક્ષણ્યરૂપ ભેદનો પ્રસંગ છે, એ પ્રકારની પરની આશંકાના પરિહાર માટે કહે છે –
આથી જ=અહીં સત્વભેદની સિદ્ધિરૂપ જ હેતુથી ચરમભવમાં પ્રત્યેકબુદ્ધ આદિરૂપ જીવતા ભેદની સિદ્ધિરૂપ જ હેતુથી, મુક્તિમાં પણ વિશેષ=ભેદ, છે; કેમ કે ત્યાં પણ=મોક્ષમાં પણ, જીવમાત્રનો ભાવ છે, એમ નથી જ કેવલ અહીં નહિ, મોક્ષમાં પણ વિશેષ છે એ પ્રકારે ગ શબ્દનો અર્થ છે, કયા કારણથી અહીં પ્રત્યેક બુદ્ધાદિરૂપ ભેદ હોવા છતાં મુક્ત અવસ્થામાં કયા કારણથી ભેદ નથી ? એથી હેતુ કહે છે – કૃત્ન કર્મક્ષયનું કાર્યપણું છે=મુક્તિનું જ્ઞાનાવરણ આદિ સંપૂર્ણ કર્મક્ષયના અનંતર ભાવિપણું છે, આ રીતે પણ શું?=મુક્તિ સર્વ કર્મના ક્ષયનું કાર્ય છે એ રીતે પણ શું છે જેના કારણે મુક્ત અવસ્થામાં પ્રત્યેકબુદ્ધ આદિ જીવોનો પરસ્પર વિલક્ષણતારૂપ ભેદ નથી એથી હેતુ કહે છે – અને તેનું કુસ્ત કર્મક્ષયનું, અવિશિષ્ટપણું છે સર્વ મુક્ત જીવોનું એકસરખાપણું છે, તેને જ=સર્વ મુક્ત જીવોને સંપૂર્ણ કર્મક્ષયમાં એકસરખાપણું છે તેને જ, અર્થાતરના દર્શનથી ભાવત કરે છેસ્પષ્ટ