________________
૧૩૮
લલિતવિક્તસ ભાગ-૧
અકર્તા સ્વીકારે તો મુક્તાત્માઓને પણ જન્માદિપ્રપંચની આપત્તિ આવે, ત્યાં પૂર્વપક્ષીની આશંકાનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
તે નથી જ. શું નથી ? તે વડુતથી બતાવે છે – ઉક્તરૂપવાળા તે તે કર્માણ આદિની જ તસ્વભાવતાથી=આત્મા સાથે સંબંધની યોગ્યતાના લક્ષણવાળો તે સ્વભાવ જેનો છે તે તેવો છે અર્થાત્ તસ્વભાવ છે, તેનો ભાવ તે પડ્યું છે અર્થાત તસ્વભાવનો ભાવ તસ્વભાવપણું છે, તેનાથી અર્થાત્ તસ્વભાવપણાથી, આત્માના જીવના, તથા સંબંધની યોગ્યતામાં જેમ અર્થાત આત્મા અને કર્માણ આદિ એ ઉભયતા સંબંધની યોગ્યતામાં જેમ તથાસંબંધની સિદ્ધિ છે, તેમ અમારા વડે અભ્યપગતમાં અર્થાત્ મૌલિક સાંખ્યો વડે સ્વીકારાયેલ કર્માણ આદિ એકલા સંબંધની યોગ્યતામાં, કર્માણ આદિ સાથે તથા સંબંધની સિદ્ધિ છે. તે નથી જ, એમ પૂર્વ સાથે અવય છે. કયા કારણથી ? અર્થાત્ આત્માના તથા સંબંધની સિદ્ધિ કયા કારણથી નથી જ? એથી કહે છે. આનું સંબંધનું, દ્વિષ્ઠાણું હોવાને કારણે=બેમાં આશ્રયપણું હોવાને કારણે, ઉભયતાઆત્માના અને કમણિ આદિના, તથાસ્વભાવનું અપેશીપણું હોવાથી=સંબંધને યોગ્ય સ્વરૂપનું અપેશીપણું હોવાથી, આત્માના તથાસંબંધની સિદ્ધિ નથી જ, એમ અવય છે.
વિપક્ષમાં બાધકને કહે છે અર્થાત્ આત્માનો સંબંધયોગ્ય સ્વભાવ નહીં સ્વીકારવામાં ગ્રંથકારશ્રી બાધક હેતુ આપે છે –
અન્યથા આત્માના સંબંધને યોગ્ય સ્વભાવના અભાવમાં, કલ્પનાનો વિરોધ છે=કમણ આદિનો જ સ્વનો સંબંધને યોગ્ય સ્વભાવ હોવાથી આત્મા સાથે સંબંધની સિદ્ધિ છે એ પ્રકારની કલ્પનાનો વ્યાઘાત છે. કયા કારણથી કલ્પનાનો વિરોધ છે? એથી કહે છે –
ચાયની અનુપપતિ હોવાથી=ન્યાયની અર્થાત્ શાસ્ત્રમાં સિદ્ધ એવા દષ્ટાંતની અનુપપતિ હોવાથી, તથાસંબંધની સિદ્ધિ નથી જ=જે પ્રકારે સંસારમાં આત્માનો કમણુ આદિ સાથે સંબંધ પ્રાપ્ત થતો દેખાય છે તે પ્રકારના સંબંધની સિદ્ધિ નથી જ, એ પ્રમાણે યોજન કરવું, ચાયની અનુપપતિને જ ભાવન કરતાં કહે છે –
જે કારણથી કહેવાયેલ સ્વરૂપવાળા કર્માણ આદિની તથાકલ્પનામાં પણ અલોકાકાશ સાથે સંબંધને યોગ્ય સ્વભાવની કલ્પનામાં પણ, વળી, તેના અભાવમાં શું ? તે પ્રકારની કલ્પનાના અભાવમાં તો શું? એ પ્રકારે શબ્દનો અર્થ છે. શું? કર્માણ આદિની તે પ્રકારની કલ્પનામાં પણ શું થાય ? એથી કહે છે – પ્રતીત એવા અલોકાકાશ સાથે અવગાહ-અવગાહકના લક્ષણવાળો સંબંધ થતો નથી જ. કયા કારણથી આવું છે? તે પ્રકારની કલ્પનામાં પણ કર્માણ આદિનો અલોકાકાશ સાથે સંબંધ