________________
૧૯
સર્યરતબક્કામાં
જે કારણથી અભવ્યત્વ સમાન હોતે છતે પણ સર્વ જીવોમાં અનુગ્રહ પામવાની યોગ્યતાનો અભાવ સમાન હોતે છતે પણ, શું વિશેષ છે ?=શું ભેદ છે ? જેથી એકનો અનુગ્રહ, અત્યનો નહીં?=સદાશિવ દ્વારા એક જીવ પર અનુગ્રહ થાય છે, અને અન્ય જીવ પર અનુગ્રહ થતો નથી ? તિ' આ પ્રકારના પ્રશ્વની સમાપ્તિમાં છે. આટલા લલિતવિસ્તરાના કથનથી શું ફલિત થાય છે ? તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે –
આ યથાથી પંજિકાકાર બતાવે છે એ, પરિભાવન કરવું જોઈએ, જે રીતે સ્વયોગ્યતા જ સર્વત્ર ફળનો હેતુ છે, એ પરિભાવન કરવું જોઈએ, એમ અવય છે. ભાવાર્થ
પંજિકાકારે તથાભવ્યત્વનો અર્થ કર્યો કે તે પ્રકારે પ્રતિવિશિષ્ટ એવું ભવ્યત્વ જ તથાભવ્યત્વ છે, તેથી એ પ્રાપ્ત થાય કે સિદ્ધિગમનને અનુકૂળ એવા પ્રારંભિક યોગમાર્ગથી માંડીને ચરમભવ સુધીમાં જે જે યોગમાર્ગો જીવમાં આવિર્ભાવ થાય છે તે તે યોગમાર્ગને અનુકૂળ એવું પ્રતિવિશિષ્ટ ભવ્યત્વ જ તથાભવ્યત્વ છે, તેથી પ્રથમ સંબોધના ભવથી માંડીને ચરમભવ સુધીમાં વચ્ચેના જીવના જેટલા ભવો થાય છે તે સર્વ ભવોમાં જે જે પ્રકારનું જીવનું ભવ્યત્વ છે, તે તે પ્રકારના ભવ્યત્વને અનુકુળ જીવમાં યોગમાર્ગની નિષ્પત્તિરૂપ કાર્ય થાય છે.
વળી, “તથાભવ્યત્વાદિ”માં રહેલ આદિ શબ્દથી કાર્યનિષ્પત્તિ પ્રત્યેના તથાભવ્યત્વથી અન્ય કાલાદિ સહકારી કારણોનું ગ્રહણ કર્યું, તેથી એ પ્રાપ્ત થાય કે જીવનું તે પ્રકારનું ભવ્યત્વ કાલાદિ સહકારી કારણોને પ્રાપ્ત કરીને પરિપાક પામે છે, માટે પ્રથમ સંબોધથી માંડીને ચરમભવની પ્રાપ્તિ સુધી થતાં કાર્યો પ્રત્યે તે તથાભવ્યત્વાદિ સામગ્રીનો પરિપાક કારણ છે.
વળી, પરિપાકનો અર્થ કર્યો ‘વિપાક અને વિપાકનો અર્થ કર્યો “અવ્યાહતસત્કાર્ય કરવાની શક્તિ', તેથી એ પ્રાપ્ત થાય કે સામગ્રી જ્યારે કાર્ય કરવામાં વ્યાપારવાળી હોય ત્યારે તે સામગ્રીમાં પોતાનું કાર્ય કરવાની શક્તિ અવ્યાહત હોવાથી તે સામગ્રી અવશ્ય પોતાનું કાર્ય કરે છે, તેથી તે સામગ્રીમાં વર્તતી કાર્યને અવશ્ય નિષ્પન્ન કરવાની શક્તિને પરિપાક કહેવાય છે.
વળી, પ્રથમ સંબોધનો અર્થ કર્યો કે પ્રથમ સમ્યક્તાદિનો લાભ. તેથી એ પ્રાપ્ત થાય કે સંસારમાં ભટકતા જીવને પ્રથમ વખતે ઉપદેશકરૂપ સામગ્રી મળે ત્યારે તે ઉપદેશકના બળથી પ્રથમ જે સમ્યગ્બોધ થાય છે અને તે બોધને કારણે સમ્યગુરુચિ થાય છે, તે સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શનરૂપ પ્રથમ સંબોધ કહેવાય. અથવા કોઈક જીવને ઉપદેશકના બળથી પ્રથમ સમ્યગ્બોધ થાય છે, તે બોધને કારણે સમ્યગુ રુચિ થાય છે અને તે બોધ અને રૂચિને કારણે ચારિત્ર ગ્રહણ કરે તો તે જીવનો સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શનસમ્યક્યારિત્રરૂપ પ્રથમ સંબોધ કહેવાય.
વળી, “કર્મનો અર્થ ‘કર્મકારક કર્યો, તેથી એ પ્રાપ્ત થાય કે કોઈ પણ કાર્ય પ્રત્યે છ કારક હોય છે, તેમાંથી ક્રિયાનો જે વિષય હોય તેને કર્મકારક કહેવાય. જેમ કુંભાર ઘટ બનાવવાની ક્રિયા કરે છે, ત્યાં