________________
૧૭૬
લલિતવિસ્તરા ભાગ-૧ લલિતવિસ્તરાર્થઃપુરુષોત્તમ શબ્દની વ્યુત્પત્તિ કરે છે – પુરમાં દેહમાં, શયન કરનાર હોવાથી પુરુષો સત્ત્વો જ=સંસારવત જીવો જ, તેઓમાં ઉત્તમ સહજ એવા તથાભવ્યત્વાદિ ભાવથી પ્રધાન, પુરુષોતમ છે. ભગવાનમાં રહેલા પુરુષોતમપણાને તથાદિથી સ્પષ્ટ કરે છે... -
આકાલ–સર્વકાળ, આ=ભગવાન, પરાર્થવ્યસનવાળા, ઉપસર્જનીકૃત સ્વાર્થવાળા, ઉચિત ક્રિયાવાળા, અદીનભાવવાળા, સફળ આરંભવાળા, અદેટ અનુસરવાળા, કૃતજ્ઞતાના પતિ, અનુપહત ચિત્તવાળા, દેવ-ગુરુના બહુમાનવાળા, અને ગંભીર આશયવાળા છે.
કૃતિભગવાનના પુરુષોત્તમપણાના સ્પષ્ટીકરણની સમાપ્તિમાં છે. આ રીતે ભગવાન પુરુષોત્તમ કેમ છે? તે સ્પષ્ટ કર્યું, હવે અન્ય સર્વ જીવો ભગવાન જેવા નથી, તે સ્પષ્ટ કરે છે –
સર્વ જ આવા પ્રકારવાળા નથી=મોક્ષે જનારા ભગવાનના જીવોથી અન્ય સર્વ જ જીવો ભગવાનના જીવો જેવા ગુણોવાળા નથી; કેમ કે ખડુંકોમાં વ્યત્યયની ઉપલબ્ધિ =તીર્થકર થનારા જીવોથી અન્ય મોક્ષે જનારા જીવોમાં તીર્થંકરના જીવોના ગુણો કરતાં વિપરીત ગુણોની પ્રાપ્તિ છે, અન્યથા=મોક્ષે જનારા અન્ય જીવોમાં તીર્થકરના જીવોના ગુણો કરતાં વિપરીત ગુણોનો અભાવ ન હોય તો, ખડુંકોનો અભાવ થાય, એથી મોક્ષે જનારા અન્ય સર્વ જીવો ભગવાનના જીવો જેવા ગુણોવાળા નથી, એમ અવય છે.
મોક્ષે જનારા અન્ય સર્વ જીવો ભગવાનના જીવો જેવા ગુણોવાળા કેમ નથી ? તે દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે
અશુદ્ધ એવું પણ જાત્યરત્ન અજાત્યરત્ન સાથે સમાન નથી, અને ઇતર અશુદ્ધ અજાત્યરત્ન, ઇતર સાથે નહીં=અશુદ્ધ જાત્યરત્ન સાથે સમાન નથી. કેમ અશુદ્ધ જાત્યરત્ન અને અશુદ્ધ અજાત્યરત્ન સમાન નથી ? તેમાં હેત આપે છે –
તે પ્રકારે હોતે છતે-અશુદ્ધ અવસ્થામાં પણ જાત્યરત્ન અને અજાત્યરત્ન અસમાન હોતે છતે, સંસ્કારના યોગમાં અશુદ્ધ એવા જાત્યરત્ન અને અજાત્યરત્નની શુદ્ધિની પ્રક્રિયાના સંયોગમાં, ઉત્તરકાળને વિષે પણ અશુદ્ધ એવા જાત્યરત્નની અને અજાત્યરત્નની શુદ્ધિની પ્રક્રિયા થયા પછી પણ, તેના ભેદની ઉપપત્તિ છે=જાત્યરત્વના અને અજાત્યરત્નના ભેદની સંગતિ છે.
અશુદ્ધ અવસ્થામાં રહેલ જાત્યરત્નનો અને અજાત્યરત્નનો ભેદ છે, એને જ સ્પષ્ટ કરે છે –
ખરેખર કાચ પધરાગવાળો થતો નથી; કેમ કે જાતિના અનુચ્છેદથી ગુણના પ્રકર્ષનો ભાવ છે. આ રીતે જ આ છે=જાતિના અનુચ્છેદથી જ ગુણના પ્રકર્ષના ભાવવાળી વસ્તુ છે, કેમ કે આ રીતે=