________________
૧૪
પંજિકાર્થ ઃ
‘સર્વસત્ત્વત્યાવિ’ પદેશાત્ ।। સર્વસત્ત્વ ઇત્યાદિનો અર્થ કરે છે
સર્વસત્ત્વોના=નિખિલ જીવોના=સમગ્ર જીવોના, એવંભાવને વિવક્ષિત એકપ્રકારપણાને=સાધના કરીને ભગવાન થઈ શકે એવા એક સ્વરૂપપણાને, કહે છે, એવો શીલ છે=સ્વભાવ છે, જેઓનો તે બૌદ્ધવિશેષો વડે=સૌગતના ભેદ એવા વૈભાષિકો વડે, ભગવાન અન્ય જીવો કરતાં પ્રધાનપણારૂપે સ્વીકારાતા નથી, એમ અન્વય છે.
અહીં પ્રશ્ન થાય કે બૌદ્ધવિશેષો કોણ છે ? તેથી પંજિકાકાર સ્પષ્ટ કરે છે
.....
લલિતવિસ્તરા ભાગ-૧
–
બૌદ્ધવિશેષો સૌગતના ભેદ એવા વૈભાષિકો છે, એ પ્રકારે સંભાવના કરાય છે; કેમ કે તેઓનો જ=વૈભાષિક બૌદ્ધવિશેષોનો જ, નિરુપચરિત સર્વ અસ્તિત્વનો અભ્યુપગમ છે.
તેવા વૈભાષિક બૌદ્ધવિશેષો વડે શું સ્વીકારાતું નથી ? તે સ્પષ્ટ કરે છે –
સામાન્ય=સાધારણ એવા પરોપકારકરણાદિ ગુણો જેઓના છે તેઓ તેવા છે=સામાન્ય ગુણોવાળા છે, તેનો ભાવ=સામાન્યગુણવાળાનો ભાવ, તે પણું છે=સામાન્યગુણવાળાપણું છે, તેનાથી= સામાન્યગુણવાળાપણાથી, પ્રધાનપણારૂપે=અતિશાયિપણારૂપે, અંગીકાર કરાતા નથી=ઇચ્છાતા નથી જ=ભગવાન અન્ય જીવો કરતાં શ્રેષ્ઠપણારૂપે સ્વીકારાતા નથી જ.
કયા કારણથી ?=ભગવાન પ્રધાનપણારૂપે કયા કારણથી અંગીકાર કરાતા નથી ? એથી કહે છે— અહીં=લોકમાં, નર-નારકાદિ કોઈ સત્ત્વ=પ્રાણી=જીવ, અભાજન=અપાત્ર=અયોગ્ય, વિદ્યમાન નથી. એ પ્રકારે વચન છે=આવા રૂપવાળો આપ્તનો ઉપદેશ છે=સર્વ જીવો ભગવાન થવા માટે પાત્ર છે એવા સ્વરૂપવાળો આપ્તપુરુષોનો ઉપદેશ છે.
ભાવાર્થ:
સર્વ જીવો સાધના કરે તો ભગવાન થઈ શકે એવા ભાવવાળા છે, એમ કહેનારા બૌદ્ધવિશેષો ભગવાનમાં સર્વ જીવો જેવો પરોપકાર કરવા આદિ સામાન્ય ગુણો હોવાથી ભગવાનને અન્ય જીવો કરતાં પ્રધાનપણારૂપે સ્વીકારતા નથી; કેમ કે તેઓનું વચન છે કે જે જીવો પરોપકારાદિ કરીને સાધના કરે તેઓ ભગવાન થાય છે, આ પ્રકારના તેઓના મતનું નિરાકરણ કરવા માટે નમુન્થુણં સૂત્રમાં સુત્તમાળ પદથી ભગવાનની સ્તુતિ કરાયેલ છે.
વળી, પંજિકાકાર ‘બૌદ્ધવિશેષ' કોણ છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે કે બૌદ્ધમતમાં ચાર ભેદો છે, તેમાંથી વૈભાષિક નામના બૌદ્ધવિશેષની આ પ્રકારની માન્યતા છે, એથી પંજિકાકાર સંભાવના કરે છે, તેથી નક્કી થાય કે પંજિકાકારને સ્પષ્ટ નિર્ણય નથી કે આ પ્રકારની માન્યતા વૈભાષિકોની જ છે. વળી, પંજિકાકાર તેમાં યુક્તિ આપે છે કે તેઓનો જ નિરુપચરિત સર્વ અસ્તિત્વનો અભ્યપગમ છે, તેથી એ પ્રાપ્ત થાય છે કે ભગવાનના જીવમાં જેવું નિરુપચરિત અસ્તિત્વ છે તેવું જ નિરુપચરિત અસ્તિત્વ સર્વ જીવોમાં છે, એમ વૈભાષિક બૌદ્ધવિશેષો માને છે.