________________
લલિતવિસ્તરા ભાગ-૧
૧૭૨
હેતુનો અર્થાત્ વ્યવહિત કારણનો, ભેદ હોવાથી=પરસ્પર વિશેષ હોવાથી, બોધિનો ભેદ પણ ન્યાય જ છે, એમ અન્વય છે.
દેોરપિમાં રહેલ અત્તિનો અર્થ કરે છે
-
વળી, અનંતર કારણનો તો શું ? અર્થાત્ વિશિષ્ટ અને ઇતર ળના અનંતર કારણનો તો ભેદ હોય, પરંતુ પરંપરકારણનો પણ ભેદ હોય, એ પ્રમાણે અપિ શબ્દનો અર્થ છે.
કયા કારણથી ? અર્થાત્ વિશિષ્ટ અને ઇતર ળના પરંપરા એવા બે હેતુનો ભેદ કયા કારણથી છે ? એથી કહે છે
આના અભાવમાં=પરંપરા એવા બે હેતુના ભેદના અભાવમાં, તેના વિશિષ્ટ ઇતરત્વની અનુપપત્તિ હોવાથી અર્થાત્ તેનું ળનું, જે વિશિષ્ટપણું અને ઇતરપણું=અવિશિષ્ટપણું, તે બેનો=વિશિષ્ટપણાનો અને અવિશિષ્ટપણાનો, અયોગ હોવાથી, પરંપરા એવા બે હેતુનો ભેદ છે, એમ અન્વય છે.
આને જ ભાવન કરે છે=તીર્થંકરરૂપ વિશિષ્ટ ફ્ળતા અને અતીર્થંકરરૂપ અવિશિષ્ટ ફ્ળના પરંપરા એવા બે હેતુનો ભેદ છે, એને જ ભાવન કરતાં ગ્રંથકારશ્રી લલિતવિસ્તરામાં કહે છે
ખરેખર ભગવાનનો બોધિલાભ પરંપરાથી=અનેક ભવના વ્યવધાનથી, ભગવદ્ભાવના નિર્વર્તનના સ્વભાવવાળો છે. ભગવદ્ભાવ એટલે તીર્થંકરપણું.
1
=
વ્યતિરેકને કહે છે પરંતુ અંતકૃત્કેવલીના બોધિલાભની જેમ=અંતકૃત્ એવા મરુદેવી આદિ કેવલીના બોધિલાભ જેવો, અતસ્ત્વભાવવાળો નથી=ભગવદ્ભાવના અનિર્વર્તનના સ્વભાવવાળો નથી.
આ પણ કેમ છે ?=ભગવાનનો બોધિલાભ અંતકૃત્કવલીના બોધિલાભ જેવો અતસ્ત્વભાવવાળો નથી એ પણ કેમ છે ? એથી કહે છે
-
તદ્વ=તેની જેમ=અંતકૃત્કવલીના બોધિલાભની જેમ, તેનાથી તીર્થંકરના બોધિલાભથી, તેના ભાવની અસિદ્ધિ હોવાથી=તીર્થંકર ભાવની અસિદ્ધિ હોવાથી, ભગવાનનો બોધિલાભ અંતકૃત્કવલીના બોધિલાભની જેમ અતસ્ત્વભાવવાળો નથી, એમ અન્વય છે. આ રીતે=ગ્રંથકારશ્રીએ ભગવાનમાં સ્વયંસંબુદ્ધપણું સ્થાપન કર્યું એ રીતે, સ્વયંસંબુદ્ધત્વની સિદ્ધિ છે=ભગવાનમાં સ્વયંસંબુદ્ધપણાની પ્રાપ્તિ છે. પ
ભાવાર્થ
ભગવાનનો બોધિલાભ અન્ય જીવોના બોધિલાભ કરતાં વિશિષ્ટ પ્રકારનો છે, એમ સ્વીકારવું યુક્તિયુક્ત છે, અને તે રીતે તે બોધિલાભને આશ્રયીને ચરમભવમાં ભગવાનને પ્રાપ્ત થતી અષ્ટમહાપ્રાતિહાર્યાદિ વિભૂતિ આદિનો પણ અન્ય જીવો કરતાં ભેદ સ્વીકારવો યુક્તિયુક્ત છે.
કેમ યુક્તિયુક્ત છે ? તે બતાવતાં કહે છે કે હંમેશાં કારણના ભેદથી કાર્યનો ભેદ થાય છે, અને