________________
૧૭૧
સયંસંબુદ્ધાણં
અહીં પ્રશ્ન થાય કે મહેશનો સર્વત્ર અભવ્યજીવમાં અનુગ્રહનો પ્રસંગ કેમ છે ? એથી કહે છે કે મહેશ જેના પર અનુગ્રહ કરે છે તે જીવમાં અને જેના પર અનુગ્રહ કરતા નથી તે જીવમાં અનુગ્રહ નહીં પામવારૂપ અભવ્યત્વ સમાન છે, તેથી ભવ્યની જેમ અભવ્યમાં પણ મહેશનો અનુગ્રહ માનવાનો પ્રસંગ છે.
વળી, આ જ કથનને સ્પષ્ટ કરતાં પંજિકાકાર કહે છે કે મહેશ જેના પર અનુગ્રહ કરે છે તે જીવમાં અને જેના પર અનુગ્રહ નથી કરતા તે જીવમાં, અભવ્યત્વ સમાન હોવા છતાં પણ બંને પ્રકારના જીવોમાં શું ભેદ છે ? જેથી મહેશ એક જીવ પર અનુગ્રહ કરે છે અને અન્ય જીવ પર અનુગ્રહ કરતા નથી, આ પરિભાવન કરવું જોઈએ અને તે પરિભાવન જ પંજિકાકાર યથાથી સ્પષ્ટ કરતાં બતાવે છે કે સ્વયોગ્યતા જ સર્વ કાર્યોમાં ફળનો હેતુ છે અર્થાત્ જ્યાં જ્યાં જે જે ફળ પ્રાપ્ત થાય છે તે દરેક ફળપ્રાપ્તિ પ્રત્યે ઉપાદાનકારણમાં રહેલી યોગ્યતા જ કારણ છે. પુરુષકાર કરનાર જીવ અને અનુગ્રહ કરનાર મહેશ તો ફળપ્રાપ્તિ પ્રત્યે નિમિત્ત માત્ર છે. એ પ્રમાણે પરિભાવન કરવું જોઈએ. પંજિકા -
वरबोधिप्राप्त्येत्युक्तं, तत्सिद्ध्यर्थमाह -
बोधिभेदोऽपि सम्यक्त्वादिमोक्षमार्गभेदोऽपि, आस्तां तदाश्रयस्य विभूत्यादेः, तीर्थकरातीर्थकरयोः न्याय्य एव=युक्तियुक्त एव, युक्तिमेवाह-विशिष्टेतरफलयोः परम्पराहेत्वोरपि-विशिष्टफलस्येतरफलस्य च परम्पराहेतोः व्यवहितकारणस्य, किं पुनरनन्तरकारणस्येत्यपिशब्दार्थः भेदात् परस्परविशेषात्, कुत इत्याहएतदभावे परम्पराहेत्वोर्भदोभावे तद्विशिष्टेतरत्वानुपपत्तेः तस्य फलस्य यद्विशिष्टत्वमितरत्वं चाविशिष्टत्वं तयोरयोगाद्, एतदेव भावयति-भगवद्बोधिलाभो हि परम्परया अनेकभवव्यवधानेन, भगवद्भावनिवर्तनस्वभावो भगवद्भावः तीर्थकरत्वं, व्यतिरेकमाह-न तु-न पुनः, अन्तकृत्केवलिबोधिलाभवत् अन्तकृतोमरुदेव्यादिकेवलिनो बोधिलाभ इव, अतत्स्वभावो भगवद्भावानिवर्तनस्वभावः, एतदपि कथमित्याह'तद्वदिति' तस्मादिवान्तकृत्केवलिबोधिलाभादिवत्, ततः तीर्थकरबोधिलाभात्, 'तद्भावासिद्धेः, तीर्थकरभावासिद्धेरिति स्वयंसम्बुद्धत्वसिद्धिः।।५॥ પંજિકાર્ય :
વરઘોષિકIળે . “સ્વયંસવુદ્ધત્વસિદ્ધિ' | ‘વરબોધિની પ્રાપ્તિથી' એ પ્રમાણે કહેવાયું પૂર્વે લલિતવિસ્તરામાં કહેવાયું, તેની સિદ્ધિ માટે કહે છે – તીર્થકર અને અતીર્થકરનો બોધિનો ભેદ પણ= સમ્યક્તાદિપ મોક્ષમાર્ગનો ભેદ પણ, વ્યાપ્ય જ છે=યુક્તિયુક્ત જ છે, તેના આશ્રય એવા વિભૂતિ આદિનો દૂર રહો તીર્થકર અને અતીર્થકરમાં આશ્રય કરનાર એવા ઐશ્વર્ય આદિનો ભેદ તો દૂર રહો.
યુક્તિને જ કહે છે–તીર્થંકર અને અતીર્થંકરના બોધિનો ભેદ સ્વીકારવામાં ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે. વિશિષ્ટ-ઇતર ફળનો પરંપરા એવા બે હેતુનો પણ =વિશિષ્ટ ફળના અને ઈતર ફળના પરંપરા