________________
૧૭૩
પુરિનામામાં સામાન્યથી કોઈપણ જીવને પ્રાપ્ત થયેલો બોધિલાભ ચરમભવની પ્રાપ્તિનું પરંપરાએ કારણ છે, તેથી જેઓને તીર્થંકરરૂપે ચરમભવ પ્રાપ્ત થયો તેઓના તે ચરમભવપ્રાપ્તિના પરંપરકારણ એવા બોધિલાભ કરતાં, જેઓને અતીર્થકરરૂપે ચરમભવ પ્રાપ્ત થયો તેઓના તે ચરમભવપ્રાપ્તિના પરંપરકારણ એવા બોધિલાભનો ભેદ છે; કેમ કે તીર્થંકરનો બોધિલાભ અન્ય જીવોના કલ્યાણનું કારણ બને તેવા ઉત્તમ અધ્યવસાયથી સંવલિત એવા સ્વના કલ્યાણના અધ્યવસાયવાળો હોવાથી ઉત્તરોત્તર યોગમાર્ગની પ્રાપ્તિ દ્વારા અનેક જીવોના બોધિલાભનું કારણ બને એવા તીર્થંકરપણારૂપે ચરમભવની પ્રાપ્તિનું કારણ બને છે; જ્યારે અતીર્થંકરોનો બોધિલાભ માત્ર સ્વકલ્યાણના વિશુદ્ધ આશયવાળો હોવાથી ઉત્તરોત્તર યોગમાર્ગની પ્રાપ્તિ દ્વારા અતીર્થકરપણારૂપે ચરમભવની પ્રાપ્તિનું કારણ બને છે, આથી જો બંને પરંપરાકારણમાં સમાનતા હોય તો તેના ફળરૂપ કાર્ય પણ સમાન થાય, જ્યારે તીર્થકરરૂપે અને અતીર્થકરરૂપે ચરમભવની પ્રાપ્તિરૂપ કાર્ય અસમાન હોવાથી તે કાર્યનિષ્પત્તિ પ્રત્યે કારણ એવો પ્રથમ સંબોધ પણ કંઈક ભિન્ન પ્રકારના અધ્યવસાયથી સંવલિત છે, એમ પ્રાપ્ત થાય, આથી જ ભગવાનના બોધિલાભને વરબોધિલાભ” કહેવાયો છે. પાા અવતરણિકા:
एते च सर्वसत्त्वैवंभाववादिभिर्बोद्धविशेषैः सामान्यगुणत्वेन न प्रधानतयाङ्गीक्रियन्ते, 'नास्तीह कश्चिदभाजनं सत्त्वः' इतिवचनात्, तदेतन्निराचिकीर्षयाऽह
પુરુષોત્તઃ ' રવિ .. અવતરણિકાર્ચ -
અને આ=અરિહંતો, સર્વસત્વ એવંભાવવાદી એવા બોદ્ધવિશેષો વડે સામાન્યગુણપણાને કારણે પ્રધાનપણારૂપે સ્વીકારાતા નથી; કેમ કે “અહીં કોઈ સત્ત્વ આભાજન નથી=લોકમાં કોઈ જીવ ભગવાન થવા માટે અયોગ્ય નથી.” એ પ્રકારે વચન છેઃબોદ્ધવિશેષોનું વચન છે, તે આના=બોદ્ધવિશેષો સ્વીકારે છે તે આ કથનના, નિરાકરણની ઈચ્છાથી પુરુષોત્તમે એ પ્રમાણે કહે છે=નમુત્થણં સૂત્રમાં કહે છે – પંજિકા -
'सर्वसत्त्वेत्यादि' सर्वसत्त्वानां-निखिलजीवानाम्, एवंभाव-विवक्षितैकप्रकारत्वं, वदन्तीत्येवंशीलास्तैर्बोद्धविशेषैः सौगतभेदैर्वभाविकैरिति सम्भाव्यते, तेषामेव निरुपचरितसर्वास्तित्वाभ्युपगमात्, सामान्याः= साधारणगुणाः-परोपकारकरणादयो येषां ते तथा तद्भावस्तत्त्वं तेन, न-नैव, प्रधानतया अतिशायितया, अङ्गीक्रियन्ते-इष्यन्ते, कुत इत्याह-नास्ति न विद्यते, इह-लोके, कश्चिन् नरनारकादिः अभाजनो अपात्रमयोग्य इत्यर्थः, सत्वः प्राणी, इति वचनाद्, एवंरूपाप्तोपदेशात्।