________________
સયંસંબુદ્ધાણં
૧૬૭ સામગ્રીનો, જે પરિપાક=વિપાક અવ્યાહત એવી પોતાના કાર્યને કરવાની શક્તિ, તેનાથી તે તથાભવ્યતાદિની સામગ્રીના પરિપાકથી, પ્રથમ સંબોધમાં પણ=પ્રથમ સમ્યક્તાદિના લાભમાં પણ= સંસારમાં ભટકતા ભગવાનના આત્માને સમ્યક્તાદિની પ્રથમ વખત પ્રાપ્તિમાં પણ, ભગવાન સ્વયંસંબુદ્ધ છે, એ પ્રમાણે યોગ છે=આગળના કથન સાથે યોજન છે. “પ્રથમસોપિમાં રહેલ પિનો અર્થ કરે છે - વળી, તીર્થકર ભવની પ્રાપ્તિમાં અપરોપદેશથી અપ્રથમ સંબોધમાં શું ? અર્થાત ભગવાનને ચરમભવમાં અચના ઉપદેશ વગર પ્રાપ્ત થતા અપ્રથમ સંબોધમાં તો ભગવાન સ્વયંસંબુદ્ધ છે, પરંતુ પ્રથમ ભાવમાં ભગવાનને અત્યના ઉપદેશથી પ્રાપ્ત થતા પ્રથમ સંબોધમાં પણ ભગવાન સ્વયંસંબુદ્ધ છે, એ પ્રમાણે જ શબ્દનો અર્થ છે.
કયા કારણથી ? અર્થાત્ ભગવાન પ્રથમ સંબોઘમાં પણ સ્વયંસંબુદ્ધ કયા કારણથી છે ? એથી કહે છે –
સ્વયોગ્યતાનું પ્રાધાન્ય હોવાથી–ખરેખર સ્વયોગ્યતાનો પ્રકર્ષ ભગવાનના પ્રથમ સંબોધમાં પ્રધાન હેતુ છે એથી ભગવાન પ્રથમ સંબોધમાં પણ સ્વયંસંબુદ્ધ છે. તેમાં પંજિકાકાર દૃષ્ટાંત આપે છે – કેદારાદિના લવનમાં–કેદાર નામનું ઘાસ વગેરે કાપવામાં, કેદાર સ્વયં જ કપાય છે, ઈત્યાદિમાં જેમ સ્વયોગ્યતાનો પ્રકર્ષ પ્રધાન હેતુ છે તેમ ભગવાનના પ્રથમ સંબોધમાં પણ સ્વયોગ્યતાનો પ્રકર્ષ પ્રધાન હેતુ છે એમ અત્રય છે.
નવે ઈત્યાદિનો અર્થ કરે છે –
કર્મની=ક્રિયાના વિષય એવા કર્મકારકની, યોગ્યતાના અભાવમાંઋષિા પ્રત્યે વિષયપણારૂપે પરિણતિના સ્વભાવના અભાવમાં, ત્યાં કર્મમાં=ભગવાનના આત્મારૂપ કર્મકારકમાં, સદાશિવના અનુગ્રહાદિક ક્રિયા ક્રિયા થતી નથી જ, પરંતુ ક્રિયાભાસ જ થાય છે. કયા કારણથી ક્રિયાભાસ જ થાય છે ? એથી કહે છે –
સ્વફળનું અપ્રસાધકપણું હોવાથી=અભિલલિત એવા બોધાદિરૂપ ફળનું અપ્રસાધકપણું હોવાથી=મહેશને ઈચ્છિત એવા બોધાદિ થવારૂપ નું યોગ્યતાના અભાવવાળા કર્મમાં અપ્રસાધકપણું હોવાથી, મહેશના અનુગ્રહની ક્રિયા ક્રિયાભાસ જ થાય છે, એમ અવય છે.
આ પણ કથા કારણથી છે ?=મહેશના અનુગ્રહની ક્રિયા ક્રિયાભાસ જ થાય છે એ પણ કયા કારણથી છે? એથી કહે છે –
ક્રિયાનું પ્રયાસમાત્રપણું હોવાથી=મહેશના અનુગ્રહની ક્રિયાનું ફળ નિષ્પતિનું કારણ ન બને તેવું પ્રયત્નમાત્રપણું હોવાથી, અનુગ્રહની ક્રિયા ક્રિયાભાસ જ થાય છે એમ અવય છે.