________________
૧૮
લલિતવિસ્તરા ભાગ-૧ આ=યોગ્યતાના અભાવમાં ક્રિયાનું પ્રયાસમાત્રપણું છે એ, કઈ રીતે સિદ્ધ છે ? એથી કહે છે – કર્મરૂપ અશ્વ-ભાષાદિમાં, શિક્ષા-પકિત આદિની અપેક્ષાથી–શિક્ષાને, પકિતને, અથવા આદિ શબ્દથી="પાકિ"માં રહેલ આદિ શબ્દથી, લાક્ષાગાદિને અપેક્ષીને, અર્થાત ઘોડામાં શિક્ષણને, અડદમાં પાકને અને કપાસાદિમાં લાખના રંગ આદિને આશ્રયીને, આત્રક્રિયાનું પ્રયાસમાત્રપણું, સકલ લોકમાં સિદ્ધ છે. આદિ શબ્દથી=“અમીષાવો"માં રહેલા ગાદિ શબ્દથી, કપાસાદિનો પરિગ્રહ છે.
અપરકક એવી ક્રિયાનું આ રીતે પૂર્વે અષાદિના દાંતથી બતાવ્યું એ રીતે, અડિયાપણું થાઓ, પરંતુ સદાશિવકક એવી ક્રિયાનું નહીં; કેમ કે તેનું સદાશિવનું અચિંત્ય શક્લિપણું છે, એ પ્રકારની આશંકા કરીને કહે છે –
આ રીતે=કર્મની યોગ્યતાના અભાવમાં ક્રિયાનું એકાંતિક અને સાર્વત્રિક એવું અક્રિયાત્વ સકલ લોકમાં સિદ્ધ હોતે છતે, અભવ્યમાં=નિર્વાણને અયોગ્ય એવા પ્રાણીમાં, સદાશિવનો અનુગ્રહ થતો નથી જ.
આ રીતે પંજિકાકારે આશંકા કરીને તેનું સમાધાન કર્યું કે કર્મની યોગ્યતાના અભાવમાં ક્રિયાનું અક્રિયાપણું એકાંતિક છે અને સાર્વત્રિક છે, આથી સદાશિવનો અભવ્યજીવમાં અનુગ્રહ થતો નથી એ જ કથનને સ્પષ્ટ કરતાં પંજિકાકાર કહે છે –
ખરેખર જો સ્વયોગ્યતા વગર પણ સદાશિવનો અનુગ્રહ થાય, તો આ=સદાશિવ, અભવ્યનો પણ અનુગ્રહ કરે, અને અનુગ્રહ કરતા નથી=સદાશિવ અભવ્યનો અનુગ્રહ કરતા નથી, એથી અચિંત્ય શક્તિ હોવાથી સદાશિવકક ક્રિયાનું અક્રિયાપણું નથી એમ સ્વીકારી શકાય નહીં.
કયા કારણથી ? અર્થાત સદાશિવ અભવ્યમાં અનુગ્રહ કયા કારણથી કરતા નથી ? એથી કહે છે
સર્વત્ર અભવ્યમાં=જો સદાશિવ અચિંત્ય શક્તિને કારણે યોગ્યતાના અભાવમાં પણ અનુગ્રહ કરતા હોય તો સર્વ અભવ્યમાં, તેનો પ્રસંગ હોવાથી=સદાશિવના અનુગ્રહનો પ્રસંગ હોવાથી, સદાશિવ અભવ્યમાં અનુગ્રહ કરતા નથી. એમ અવય છે.
આ પણ કથા કારણથી છે ? અથત સદાશિવ અચિંત્ય શક્તિને કારણે યોગ્યતા વગર પણ અનુગ્રહ કરે છે, એમ સ્વીકારીએ તો, સર્વ અભવ્યજીવોમાં સદાશિવના અનુગ્રહનો પ્રસંગ આવે, એ પણ કયા કારણથી છે? એથી કહે છે –
અભવ્યત્વનો અવિશેષ હોવાથી=સદાશિવ જેઓ પર અનુગ્રહ કરે છે એ જીવોમાં અને જેઓ પર અનુગ્રહ કરતા નથી એ જીવોમાં અનુગ્રહ પામવાની યોગ્યતાના અભાવરૂપ અભવ્યત્વ સમાન હોવાથી સર્વ અભવ્યજીવોમાં સદાશિવના અનુગ્રહનો પ્રસંગ આવે એમ અવય છે.