________________
૧૪૪
લલિતવિસ્તરા ભાગ-૧
જેથી ભગવાનનો આત્મા અને તે તે કર્મો એ બંનેના તે પ્રકારના સંયોગથી ભગવાનનો તે પ્રકારનો દીર્ઘ સંસાર થયો, અને ભગવાનનો આત્મા ચરમાવર્તમાં આવ્યા પછી સાધનાના ક્ષેત્રમાં પ્રવેશ્યો ત્યારે ભગવાનના આત્માનો અને ભગવાનના આત્માથી ગ્રહણ કરાતાં કર્મોનો તેવો જ સ્વભાવ થયો, જેથી ભગવાનનો આત્મા અને તે તે કર્મો એ બંનેના સંયોગથી ભગવાને અલ્પકાળમાં સંસારનો ઉચ્છેદ કરીને સંસારનો અંત કર્યો.
આ પ્રકારનો અર્થ કરવા માટે ગ્રંથકારશ્રીએ કહ્યું કે ભગવાનના આત્મામાં ત્યારે ત્યારે તે તે ભવમાં તે તે કર્માણુ આદિ સાથે સંબંધને યોગ્ય સ્વભાવતા હતી, તેથી ફલિત થાય કે ભગવાન પણ આદિમાં આપણી જેમ જ જન્માદિપ્રપંચને કરનારા હતા, છતાં કોઈક તીર્થંકરથી પ્રરૂપાયેલ માર્ગની તેઓને પ્રાપ્તિ થઈ અને તેઓમાં માર્ગાનુસારી બુદ્ધિ પ્રગટ થઈ, જેના દ્વારા તેઓએ તે તીર્થંકરના માર્ગની ઉપાસના કરીને પોતાના સંસારનો અંત કર્યો. આથી આફવરાળ પદ દ્વારા ભગવાનની સ્તુતિ કરવાથી આપણને વર્તમાનમાં પણ ઉપસ્થિતિ થાય છે કે ભગવાન આદિમાં અનાદિકાળથી ભવપ્રપંચ કરનારા હતા, પરંતુ વર્તમાનમાં ભવપ્રપંચ કરનારા નથી; જ્યારે આપણે અનાદિકાળથી ભવપ્રપંચ કરનારા છીએ, અને વર્તમાનમાં પણ ભવપ્રપંચ કરનારા છીએ, અને આપણે જ્યારે ભગવાનની જેમ સાધના કરીને મુક્તિને પ્રાપ્ત કરશું, ત્યારે આપણે પણ ભગવાનની જેમ આદિમાં ભવપ્રપંચ કરનારા થઈશું, આથી ભગવાનને ‘આદિકર’ કહેવાથી ભગવાનનો આત્મા પ્રયત્ન દ્વારા વર્તમાનમાં શુદ્ધ થયેલો છે એ પ્રકારની ઉપસ્થિતિ થાય છે, તેમજ આવા ભગવાનની સ્તુતિ કરીને પોતાને તે પ્રકારના પ્રયત્ન દ્વારા શુદ્ધ થવું છે, એ પ્રકારનું પ્રણિધાન થાય છે, જે પ્રણિધાનના બળથી જો આદિમાં ભવપ્રપંચ કરનાર અને વર્તમાનમાં ભવપ્રપંચથી રહિત એવા પરમાત્મા સાથે આપણા આત્માનો તન્મયભાવ પ્રગટે તો આપણા આત્માનું પણ ભગવાનના આત્માની જેમ સંસારના ઉચ્છેદને અનુકૂળ વીર્ય ઉલ્લસિત થાય, અને તદર્થે જ આફનરાળું વિશેષણ દ્વારા પ્રસ્તુત સૂત્રમાં ભગવાનની સ્તુતિ કરાયેલ છે.
વળી, જો આત્મામાં જન્માદિપ્રપંચ ક૨વાનો સ્વભાવ ન સ્વીકારીએ તો, શાસ્ત્રોમાં જે ભગવાનના પૂર્વના ભવોનું વર્ણન પ્રાપ્ત થાય છે તે ઘટે નહીં; કેમ કે ભગવાનમાં ભવપ્રપંચ કરવાની શક્તિ ન હોય તો ભગવાનને તે પ્રકારનો ભવનો પ્રપંચ પ્રાપ્ત થઈ શકે નહીં, અને ભવપ્રપંચ કેમ પ્રાપ્ત થઈ શકે નહીં ? તેમાં યુક્તિ આપતાં કહે છે કે અતિપ્રસંગદોષની પ્રાપ્તિ હોવાથી તેમ સ્વીકારવામાં વ્યાઘાત થાય છે. અહીં પ્રશ્ન થાય કે અતિપ્રસંગદોષ કઈ રીતે પ્રાપ્ત થાય ? તેથી કહે છે
—
જો ભગવાનના આત્માનો જન્માદિપ્રપંચ કરવાનો સ્વભાવ ન હતો, છતાં ભગવાનના આત્માને મોક્ષપ્રાપ્તિની પૂર્વે જન્માદિપ્રપંચ પ્રાપ્ત થયો, તેમ સ્વીકારીએ તો, મુક્ત આત્માઓનો પણ જન્માદિપ્રપંચ ક૨વાનો સ્વભાવ નથી, છતાં તેઓને જન્માદિપ્રપંચ પ્રાપ્ત થવો જોઈએ, અને મુક્તાત્માઓને જન્માદિપ્રપંચ પ્રાપ્ત થતો નથી, એવું સર્વદર્શનકારો સ્વીકારે છે, માટે નક્કી થાય કે જેમ મુક્તાત્માઓનો જન્માદિપ્રપંચ ક૨વાનો સ્વભાવ નથી માટે તેઓને જન્માદિપ્રપંચ પ્રાપ્ત થતો નથી, તેમ જો ભગવાનના આત્માનો આદિમાં જન્માદિપ્રપંચ કરવાનો સ્વભાવ ન હોત તો તેઓને આદિમાં જન્માદિપ્રપંચ પ્રાપ્ત થાત નહીં. પણ