________________
સાંસંબુદ્ધાણ
૧૬૧ અનુગ્રહ ગ્રહણને અનુકૂળ યોગ્યતાના અભાવમાં, ત્યાં તીર્થકરના આત્મામાં, ક્રિયા ક્રિયા થતી નથી જ=મહેશના અનુગ્રહની ક્રિયા અનુગ્રહને અનુકૂળ વ્યાપારરૂપ બનતી નથી જ; કેમ કે સ્વફળનું આuસાધકપણું છે મહેશના અનુગ્રહની Wિાનું અનુગ્રહના સંપાદનરૂપ ફળનું અસાધકપણું છે.
સ્વફળનું અપ્રસાધકપણું કેમ છે ? તેમાં હેતુ કહે છે – પ્રયાસમાત્રપણું છે=મહેશના અનુગ્રહની ક્રિયાનું ફળનિરપેક્ષ એવું પ્રયત્નમાત્રપણું છે.
અહીં પ્રશ્ન થાય કે જીવમાં યોગ્યતાના અભાવમાં મહેશની અનુગ્રહને અનુકૂળ ક્રિયાનું પ્રયાસમાત્રપણું કેમ છે ? તેથી કહે છે –
અશ્વમાષાદિમાં શિક્ષા-પતિ આદિની અપેક્ષાથી આ અનુગ્રહની ક્રિાનું પ્રયાસમાત્રપણું, સકલ લોકમાં સિદ્ધ છે, એથી કર્મની યોગ્યતાના અભાવમાં ક્રિયા સ્વફળસાધક નહીં હોવાથી ક્રિયા નથી એથી, આભવ્યમાં=અનુગ્રહની ક્રિયા દ્વારા અનુગ્રહ પામવા રૂપ ફળના સંપાદનને અયોગ્ય એવા જીવમાં, સદાશિવનો અનુગ્રહ થતો નથી=મહેશ અનુગ્રહની ક્યિા કરતા નથી.
અહીં પ્રશ્ન થાય કે અશ્વ-ભાષાદિમાં શિક્ષા-પક્તિ આદિ પામવાની યોગ્યતા ન હોય તો તેના વિષયક તે તે ક્રિયા થઈ શકે નહીં, પરંતુ મહેશમાં અચિંત્ય શક્તિ હોવાથી તે અનુગ્રહ પામવાની યોગ્યતા વગરના જીવમાં પણ અનુગ્રહની ક્રિયા કરી શકે છે, તેમ સ્વીકારીએ તો શું વાંધો ? તેથી કહે છે –
સર્વત્ર તેનો પ્રસંગ છે અર્થાત્ અયોગ્ય જીવમાં પણ મહેશ અનુગ્રહ કરતા હોય તો, જે જીવો પર મહેશનો અનુગ્રહ થતો નથી એવા આભવ્યજીવોમાં મહેશનો અનુગ્રહ થવાનો પ્રસંગ છે.
સર્વ જીવો સદાશિવના અનુગ્રહનો પ્રસંગ કેમ છે ? તેથી હેતુને કહે છે – આભવ્યત્વનો અવિશેષ છે સર્વ જીવોમાં અયોગ્યત્વ સમાન છે, અર્થાત્ જે જીવોમાં મહેશનો અનુગ્રહ થાય છે અને જે જીવોમાં મહેશનો અનુગ્રહ થતો નથી એ સર્વ જીવોમાં મહેશના અનુગ્રહથી અનુગ્રહ પામવાની યોગ્યતાના અભાવરૂપ આભવ્યપણું સમાન છે, તેથી જેઓ પર મહેશનો અનુગ્રહ થયો, તેનાથી અન્ય જીવો પર પણ મહેશનો અનુગ્રહ થવાનો પ્રસંગ છે, આ= કર્મની યોગ્યતાના અભાવમાં ક્યિા ક્રિયા કેમ નથી? તેનું ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી સ્પષ્ટીકરણ કર્યું એ, પરિભાવન કરવું જોઈએ.
પ્રસ્તુત પદાર્થનું યોજન લલિતવિસ્તરાકારે જે રીતે કર્યું છે તેનાથી પંજિકાકારે કંઈક ભિન્ન રીતે કર્યું છે. છતાં અર્થથી બંનેમાં કોઈ ભેદ નથી. તેથી અમે પદાર્થની સુગમ ઉપસ્થિતિ થાય તે માટે લલિતવિસ્તરા પ્રમાણે અર્થનું યોજન કરેલ છે અને પંજિકાર્યમાં પંજિકા પ્રમાણે અર્થનું યોજન કરેલ છે.
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સયંસંવૃદ્ધા શબ્દનો અર્થ કર્યો કે ભગવાનને પ્રથમ સંબોધમાં પણ સ્વયોગ્યતાનું પ્રાધાન્ય છે અને ચરમભવમાં તો ભગવાન પરના ઉપદેશ વગર જ વરબોધિની પ્રાપ્તિ દ્વારા સંબોધ પામે છે, તેથી ભગવાન મહેશના અનુગ્રહથી બોધ પામનારા નથી, તેથી હવે ભગવાનમાં વરબોધિની પ્રાપ્તિ કઈ રીતે છે? તેની સિદ્ધિ કરવા માટે હેતુ કહે છે –