________________
સયંસંબુદ્ધાણ
૧પ૯ લલિતવિસ્તરામાં રહેલ મહેશનુ હોવું વોનિયમો રૂતિ વનાત્ એ પ્રકારના પાઠના સ્થાને કોઈ પ્રતમાં મહેશનુદાત્ વોનિયમાન્ એ પ્રકારનો પાઠ છે. તેથી હવે તે અન્ય પાઠને આશ્રયીને પંજિકાકાર અર્થ સ્પષ્ટ કરે છે –
વળી, વોનિયમ એ પ્રકારના પાઠમાં બોધનો નિયમ=પ્રતિનિયતપણું, તેનાથી તે બોધનું પ્રતિનિયતપણું હોવાથી, અરિહંતો મહેશના અનુગ્રહથી બોધવાળા છે, એમ અવય છે. ભાવાર્થ -
પ્રત્યય એટલે હેતુ અને પ્રત્યય નથી જેને તે અપ્રત્યય. તેથી એ પ્રાપ્ત થાય તે હેતુ નિરપેક્ષ એવો આત્માના સ્વરૂપનો લાભ છે જેને તે અપ્રત્યય છે અને તેવા અપ્રત્યય મહેશ છે; કેમ કે મહેશ અનાદિકાળથી શુદ્ધ આત્માની પ્રાપ્તિવાળા છે, પરંતુ મહેશ સાધનારૂપ હેતુથી શુદ્ધ આત્માની પ્રાપ્તિવાળા નથી, આથી “અપ્રત્યય' શબ્દથી “મહેશ વાચ્ય બને છે, અને તેવા મહેશના અનુગ્રહથી જીવ બોધવાળો થાય છે.
વળી, મહેશનો અનુગ્રહ કેવો છે ? તે સ્પષ્ટ કરતાં પંજિકાકાર કહે છે કે બોધને યોગ્ય સ્વરૂપ પ્રાપ્ત કરાવવા રૂપ ઉપકાર એ મહેશનો અનુગ્રહ છે, તેથી એ ફલિત થાય કે જેના પર મહેશનો અનુગ્રહ થાય તે જીવને બોધને યોગ્ય સ્વરૂપ પ્રાપ્ત થાય છે, જેના કારણે જીવને બોધ થાય છે, અને તે બોધ સમ્પ્રવૃત્તિનો હેતુ અને અસત્યવૃત્તિની નિવૃત્તિનો હેતુ એવું જ્ઞાનવિશેષ છે.
આ પ્રમાણે માનનારા સદાશિવવાદીઓ કહે છે કે તીર્થકરનો આત્મા પણ અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરનાર હતો, પરંતુ તેઓના આત્મા પર મહેશનો અનુગ્રહ થયો, તેથી તેઓને બોધ થયો, અને તે બોધને કારણે તેઓનો આત્મા સાધના કરીને તીર્થંકર થાય છે, માટે તીર્થંકર એવા પણ ભગવાન સ્વયં બોધવાળા નથી, પરંતુ મહેશના અનુગ્રહથી બોધવાળા છે.
વળી, સદાશિવવાદીઓનું શાસ્ત્રવચન બતાવતાં પંજિકાકાર કહે છે કે મહેશના અનુગ્રહથી બોધ અને નિયમ થાય છે, એ પ્રકારના વચનમાં બોધ સતુની પ્રવૃત્તિ અને અસતુની નિવૃત્તિના કારણભૂત એવા જ્ઞાનવિશેષરૂપ છે, તેમજ નિયમ સઆચારની પ્રવૃત્તિ અને અસઆચારની નિવૃત્તિરૂપ છે, આનાથી ઘોતિત થાય કે મહેશના અનુગ્રહથી તીર્થંકરના આત્મામાં બોધની યોગ્યતા પ્રગટ થઈ, ત્યારપછી તેઓને બોધ પ્રાપ્ત થયો, અને ત્યારપછી તેઓને નિયમની પ્રાપ્તિ થઈ, જેના કારણે તેઓ તીર્થકર બન્યા. વળી, પાઠાંતર પ્રમાણે મહેશના અનુગ્રહથી બોધનો નિયમ હોવાથી અર્થાત્ બોધ પ્રતિનિયત હોવાથી ભગવાન મહેશના અનુગ્રહથી બોધવાના છે, તેનાથી ઘોતિત થાય કે ભગવાનના આત્મામાં અત્યાર સુધી બોધ ન હતો અને મહેશનો અનુગ્રહ થવાથી ભગવાનના આત્મામાં બોધનું પ્રતિનિયતપણું થયું, જેના કારણે તેઓ તીર્થકર બન્યા.
આ પ્રકારે ભગવાનને મહેશના અનુગ્રહથી બોધવાળા માનનારા સદાશિવવાદીઓના મતનું નિરાકરણ કરવા માટે નમુત્થણે સૂત્રમાં સયંસંવૃદ્ધા પદથી ભગવાનની સ્તુતિ કરાયેલ છે.