________________
૧૨
લલિતવિસ્તર ભાગ-૧
તીર્થકર-અતીર્થકરમાં બોધિનો ભેદ પણ વ્યાપ્ય જ છે; કેમકે વિશિષ્ટ-ઈતર ફળના=ચરમભવમાં તીર્થંકર થવારૂપ વિશિષ્ટ ફળના અને તીર્થંકર નહીં થવારૂપ સામાન્ય ફળના, પરંપરા હેતુનો પણ=બોધિરૂપ બંને પરંપરકારણનો પણ, ભેદ છે.
અહીં પ્રશ્ન થાય કે વિશિષ્ટ-અવિશિષ્ટ ફળના પરંપરા હેતુ એવા બંને બોધિનો પરસ્પર ભેદ ન સ્વીકારીએ તો શું વાંધો ? તેમાં હેત આપે છે –
આના અભાવમાં પરંપરા હેતુના ભેદના અભાવમાં, તેના વિશિષ્ટ-ઈતરત્વની અનુપપત્તિ છે= ચરમભવમાં તીર્થકર થવારૂપ ળના વિશિષ્ટપણાની અને તીર્થંકર નહીં થવારૂપ ફળના વિશિષ્ટપણાની અસંગતિ છે. તીર્થંકર-અતીર્થકરત્વરૂપ ફળભેદ પ્રત્યે કારણ એવો બોધિનો ભેદ સ્વીકારવાનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે –
ખરેખર ભગવાનનો બોધિલાભ પરંપરાથી ભગવદ્ભાવના નિર્વર્તનના સ્વભાવવાળો છે= તીર્થકરપણાને કરવાના સ્વભાવવાળો છે, પરંતુ અંતવલીના બોધિલાભની જેમ અત–વભાવવાળો નથી તીર્થંકરપણાને કર્યા વગર મોક્ષપ્રાપ્ત કરાવે તેવા સ્વભાવવાળો નથી; કેમ કે તેની જેમ= અંતકૃëવલીના બોધિલાભની જેમ, તેનાથી=ભગવાનના બોધિલાભથી, તેના ભાવની અસિદ્ધિ છે તીર્થંકરપણાની અપ્રાપ્તિ છે, એથી ભગવાનનો બોધિલાભ અંતકૃત્કંવલીના બોધિલાભ કરતાં વિશિષ્ટ છે એથી, તે તે કલ્યાણના આક્ષેપક એવા અનાદિ તથાભવ્યતાનાભાવને ભજનારા આ છે=રવયંસંબુદ્ધ એવા અરિહંતો છે. આ રીતે ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી સ્થાપન કર્યું એ રીતે, સ્વયંસંબુદ્ધત્વની સિદ્ધિ છે=અરિહંતોમાં સ્વયંસંબોધપણાની પ્રાપ્તિ છે. આપણે
આ રીતેeગાફર તિરા સયંસંવૃદ્ધા એ પદોનું અત્યાર સુધી નિરૂપણ કર્યું એ રીતે, આદિમાં કરનારા એવા અહિતોનું તીર્થકરત્વ અન્ય અસાધારણ એવા સ્વયંસંબોધથી છે. આ પ્રકારે સ્તોતવ્યસંપદાની જ પ્રધાન એવી સાધારણ-અસાધારણરૂપ હેતુસંપદા છે. “ત્તિ' બીજી સંપદાની સમાપ્તિ માટે છે. શા ભાવાર્થ :અરિહંતો સ્વયંસંબુદ્ધ છે. કઈ અપેક્ષાએ સ્વયંસંબુદ્ધ છે ? તે સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
ભગવાનના આત્મામાં રહેલા તથાભવ્યત્વાદિ પાંચ કારણોરૂપ સામગ્રીના પરિપાકથી ભગવાનનો આત્મા જે પ્રથમ વખત સમ્યક્તાદિ પ્રાપ્ત કરે છે, તેમાં પણ ભગવાનના આત્માની સંબોધ પામવાની યોગ્યતાનું જ પ્રાધાન્ય હોય છે; વળી, ત્રણ લોકના અધિપતિપણાનું કારણ એવા અચિંત્ય પ્રભાવવાળા તીર્થંકર નામકર્મના યોગ વખતે તો ભગવાન પરના ઉપદેશ વગર સંબોધ પામનારા છે; કેમ કે ચરમભવમાં ભગવાનના આત્મામાં સમ્યગુ એવી વરબોધિની પ્રાપ્તિને કારણે મિથ્યાત્વરૂપી નિદ્રાનો અપગમ કોઈના ઉપદેશ વગર જ થાય છે, આથી ભગવાન સ્વયંસંબુદ્ધ છે.