________________
તિથયસણ
૧૫૩
જેમ સૂર્ય તે પ્રકારના સ્વભાવને કારણે જ લોકનું પ્રકાશન કરે છે, તેમ તીર્થંકર તે પ્રકારના સ્વભાવને કારણે જ તીર્થનું પ્રવર્તન કરે છે.
વળી, તીર્થકરો ભવ્યજીવોને ધર્મમાં પ્રવર્તકપણારૂપે પરંપરાએ અનુગ્રહ કરનારા છે, તેનાથી એ પ્રાપ્ત થાય કે તીર્થની સ્થાપના કર્યા પછી તીર્થકરોએ મોક્ષગમનકાળ સુધી ભવ્યજીવોને ધર્મમાં પ્રવર્તક બનવા દ્વારા પરંપરાએ જગતના ભવ્યજીવો પર અનુગ્રહ કર્યો, અને તે રીતે તીર્થંકરો તીર્થની સ્થાપના કરીને જગતનું કલ્યાણ કરનારા છે.
વળી, આગમધાર્મિકોની માન્યતા અનુસાર ભગવાન આદિમાં જન્માદિપ્રપંચ કરનારા હતા, અને સર્વ કર્મના ક્ષયથી કેવલજ્ઞાન પામ્યા પછી તરત ભગવાનને મોક્ષની પ્રાપ્તિ થઈ એમ સ્વીકારવામાં આવે અને ભગવાનને તીર્થ કરવાના સ્વભાવવાળા સ્વીકારવામાં ન આવે તો, મુક્ત એવા કેવલ્યમાં તીર્થની રચનાનો અસંભવ હોવાને કારણે સંસારસાગરથી તારનારા આગમોનો અભાવ પ્રાપ્ત થાય, અને મોક્ષવાદી એવા આગમ ધાર્મિકો પણ અતીન્દ્રિય પદાર્થમાં પ્રમાણ સ્વીકારે છે, તેથી ભગવાનનો તીર્થને કરવાનો સ્વભાવ સ્વીકાર્યા વગર આગમ ઘટે નહીં, કેમ કે કેવલજ્ઞાન પછી જીવની તરત મુક્તિ થતી હોય તો આગમને કહેનારા કોઈ કેવલીની પ્રાપ્તિ થાય નહીં, અને છબસ્થથી કહેવાયેલ આગમ પ્રમાણ બને નહીં, માટે સંસારસાગરથી તરવાના ઉપાયભૂત આગમની પ્રાપ્તિ તીર્થકરોથી થાય છે અને આગમરૂપ તીર્થને કરનારા અરિહંતો છે, એ પ્રકારે નિત્યચરા પદથી ઉપસ્થિતિ થાય છે અને તીર્થંકર પ્રત્યે બહુમાન થાય છે કે “તીર્થકરોએ તીર્થની સ્થાપના કરીને સંસારસાગરથી તરવાનો ઉપાય બતાવ્યો છે, માટે તેઓની ભક્તિ કરીને હું તેઓના પ્રવચનના પરમાર્થને જાણું અને તે પરમાર્થના બોધ અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરીને મહાભીષણ એવા સંસારસાગરથી તરું,” તદર્થે નમુત્થણ સૂત્રમાં તિર્થીયર પદ દ્વારા અરિહંતોની સ્તુતિ કરાયેલ છે. આ રીતે ભગવાન તીર્થંકરપણાની સિદ્ધિ થાય છે. જો પંજિકાઃ
'महाभीषणकषायपाताल मिति, पातालप्रतिष्ठितत्वात् तद्वद्गम्भीरत्वाच्च पातालानि, योजनलक्षप्रमाणाश्चत्वारो महाकलशाः, यथोक्तम्, 'पणनउई उ सहस्सा, ओगाहित्ता चउद्दिसिं लवणं। चउरोऽलिंजरसंठाणसंठिया होति पायाला।।१।।' ततो महाभीषणाः कषाया एव पातालानि यत्र स तथा तम्, 'त्रैलोक्यगतशुद्धधर्मसम्पयुक्तमहासत्त्वाश्रयमिति', त्रैलोक्यगता भुवनायवर्तिनः, शुद्धया-निर्दोषया, धर्मसम्पदा सम्यक्त्वादिरूपया, समन्विताः= યુ, મહત્તા =કમળના, આશ્રય =આધારે યા તથા
'घातिकर्मेत्यादि', घातिकर्मक्षये-ज्ञानावरणाद्यदृष्टचतुष्टयप्रलये, ज्ञानकैवल्ययोगात्-ज्ञानकैवल्यस्य केवलज्ञानदर्शनलक्षणस्य योगात्- सम्बन्धं प्राप्य, तीर्थकरनामकर्मोदयात् तीर्थंकरनाम्नः कर्मणो