________________
તિત્વચરણ
૧પ૧ સંયોગ-વિયોગથી યુક્ત છે, તેથી સંસારસાગર અતિભયરૂપ છે.
(૮) જેમ સમુદ્રમાં ભરતી આવે છે ત્યારે સમુદ્ર અતિઆકુળ બને છે, તેમ જીવવર્તી સંસારમાં પ્રબળ મનોરથો પેદા થાય છે ત્યારે જીવનો સંસારસાગર અતિઆકુળ બને છે.
(૯) જેમ સમુદ્ર અત્યંત દીર્ઘ હોય છે, માટે સમુદ્રનો પાર પામી શકાતો નથી, તેમ જીવવર્તી સંસાર પણ અત્યંત દીર્ઘ છે, માટે અનાદિકાળથી સંસારમાં ભટકતા જીવો સંસારસાગરનો પાર પામી શકતા નથી.
આવા પ્રકારના સંસારસાગરથી જે તારે તેને તીર્થ કહેવાય અર્થાત્ જેમ અતિભયંકર પણ સમુદ્રમાં પડેલા જીવને કોઈ તરવાનું સાધન મળે તો તે સાધન તેને માટે તીર્થ છે, તેમ અતિભયંકર પણ સંસારમાં પડેલા જીવોને ભગવાનનું પ્રવચન કરવાનું સાધન છે, માટે તે પ્રવચન તીર્થ છે.
આ રીતે “તીર્થંકર' શબ્દની વ્યુત્પત્તિ બતાવીને “તીર્થ' શબ્દનું સામાન્ય સ્વરૂપ બતાવ્યું. હવે આવા પ્રકારનું પણ તીર્થ કેવા વિશેષ સ્વરૂપવાળું છે ? તે બતાવે છે –
ભગવાનનું તીર્થરૂપ પ્રવચન સમગ્ર પદાર્થોની યથાવસ્થિત પ્રરૂપણા કરનાર છે અર્થાત્ જગતવર્તી જીવાદિ પદાર્થો કેવા સ્વરૂપવાળા છે? તેનો યથાર્થ બોધ કરાવનાર છે, જેના દ્વારા યથાર્થ બોધ કરીને યોગ્ય જીવો પોતાને શું કરવું ઉચિત છે ? અને શું કરવું અનુચિત છે ? તેનો નિર્ણય કરી શકે છે.
વળી, ભગવાનનું પ્રવચન અત્યંત અનવદ્ય અને તીર્થંકરો સિવાય અન્ય છદ્મસ્થ જીવોથી નહીં જણાતી એવી ચારિત્રના પાલનરૂપ ક્રિયાનો આધાર છે. આનાથી એ પ્રાપ્ત થાય કે સમ્યફ પ્રકારની ચારિત્રની ક્રિયા સંસારસાગરથી તરવાનો ઉપાય છે, અને તે ચારિત્રની ક્રિયા અત્યંત અનવદ્ય છે, અને આથી અનવદ્ય ક્રિયાનું પારમાર્થિક સ્વરૂપ સર્વજ્ઞ જ જાણી શકે છે, છદ્મસ્થ જાણી શકતા નથી, અને તેવી ચારિત્રની ક્રિયાનો આધાર પ્રવચન છે અર્થાત્ તેવી ક્રિયાના સ્વરૂપનો યથાર્થ બોધ કરાવવા દ્વારા અને બોધ કરીને તેવી ક્રિયાના સેવન દ્વારા જીવોને સંસારસાગરથી તારનારું પ્રવચન છે.
અહીં ચરણકરણ ક્રિયાને “અત્યંત અનવદ્ય' અને અન્ય અવિજ્ઞાત' વિશેષણ આપ્યું, તેનું તાત્પર્ય એ છે કે જીવ પોતાનામાં વર્તતા સંગના પરિણામને કારણે બાહ્ય પદાર્થો પ્રત્યે સંગ કરીને અનેક પ્રકારની સાવદ્ય ક્રિયાઓ કરે છે અને અનેક પ્રકારનાં પાપો બાંધે છે, તેના ફળરૂપે સંસારમાં સર્વ કદર્થનાઓ પ્રાપ્ત કરે છે. આથી સંસારની સર્વ વિડંબણાઓનું બીજ સાવદ્ય ક્રિયા છે; જ્યારે ભગવાનનું પ્રવચન જે ક્રિયાઓ બતાવે છે, તે સર્વ ક્રિયાઓ જીવના સંગના પરિણામના ઉચ્છેદને અનુકૂળ એવી ઉચિત ક્રિયા છે, માટે તેવી ક્રિયા અત્યંત અનવદ્ય છે. વળી, આ ચારિત્રની ક્રિયા ભૂમિકાના ભેદથી અનેક પ્રકારની સૂક્ષ્મ યતનાથી યુક્ત છે, તેથી સર્વજ્ઞ સિવાય કોઈ છાસ્થ જીવ તે ક્રિયાનો પરમાર્થ જાણી શકતો નથી, ફક્ત છદ્મસ્થ જીવ સર્વજ્ઞના વચનના બળથી યથાર્થ બોધ કરે તો જ તે ચારિત્રની ક્રિયાના પરમાર્થને કંઈક જાણનાર બને છે, અને આવી ક્રિયા જ અત્યંત અનવદ્ય છે, અન્ય નહીં. આથી જ ચારિત્રની ક્રિયા કરનારા પણ સાધુ જો ભગવાનના વચનના પરમાર્થને જાણનાર ન હોય તો તેઓ જે ચારિત્રાચારની ક્રિયાઓ કરે છે તે અત્યંત અનવદ્ય બનતી નથી, અને જેઓ સર્વજ્ઞકથિત એવી અત્યંત અનવદ્ય ક્રિયા કરે છે, તેઓને તે ક્રિયાના બળથી ભગવાનનું