________________
લલિતવિસ્તરા ભાગ-૧
સ્વભાવવાળા છે, આનાથી એ પ્રાપ્ત થાય કે તીર્થંકરો સંસારવર્તી પ્રભાવવાળા સર્વ પુણ્ય કરતાં વિશેષ કોટિના પ્રભાવવાળું મહાપુણ્ય બાંધે છે, અને તે મહાપુણ્ય તીર્થંકરનામકર્મરૂપ છે, અને તેવું તીર્થંકરનામકર્મ ભગવાનને જ્યારે ઉદયમાં આવે છે ત્યારે તીર્થંકરો તીર્થને કરવાના સ્વભાવવાળા થાય છે; કેમ કે તીર્થંકરનામકર્મનું વેદન તીર્થ કરવા દ્વારા જ થાય છે, અન્ય પ્રકારે થતું નથી.
૧૫૦
આ રીતે ‘તીર્થંકર’ શબ્દની વ્યુત્પત્તિ બતાવી ત્યાં જિજ્ઞાસા થાય કે ‘તીર્થ’ શું છે ? તેથી ગ્રંથકારશ્રી કહે છે કે જેના દ્વારા જીવો સંસારસાગરથી તરે છે તેને તીર્થ કહેવાય. આ પ્રકારની વ્યુત્પત્તિથી તીર્થ જગતના જીવોને તારનારું છે, એવો અર્થ પ્રાપ્ત થાય.
વળી, સંસારસાગર કેવો છે ? તે બતાવવા માટે ગ્રંથકારશ્રી ભીષણ એવા સમુદ્રની ઉપમા દ્વારા સંસારનું સ્વરૂપ બતાવે છે –
(૧) જેમ સમુદ્ર પાણીથી ભરપૂર હોય છે, તેમ જીવમાં વર્તતો સંસારસાગર જન્મ-જરા-મરણરૂપ પાણીથી ભરપૂર છે, આના દ્વારા એ ઘોતિત થાય કે સમુદ્રમાં પડેલા જીવોને સમુદ્ર રમ્યદશ્યરૂપે દેખાતો નથી, પરંતુ ભયરૂપે દેખાય છે; કેમ કે સમુદ્ર અફાટ જલના પ્રવાહથી વ્યાપ્ત છે, તેમ સંસારસાગર પણ સર્વ ભવોમાં જન્મ-જરા-મરણથી વ્યાપ્ત છે, તેથી વિચારક જીવને જન્માદિ ત્રણ ભાવોથી સંસાર ભયાવહ દેખાય છે.
(૨) જેમ સમુદ્ર અતિઊંડાણવાળો હોય છે, તેથી સમુદ્રમાં પડેલા જીવો સમુદ્રમાંથી બહાર નીકળી શકતા નથી, તેમ જીવવર્તી સંસાર મિથ્યાદર્શન અને અવિરતિથી અતિઊંડાણવાળો છે, તેથી સંસારીજીવો વિપરીતબોધરૂપ મિથ્યાત્વને કારણે અને આરંભ-સમારંભની પ્રવૃત્તિરૂપ અવિરતિને કારણે ઊંડાણવાળા સંસારસાગરમાંથી બહાર નીકળવા યત્ન કરી શકતા નથી.
(૩) જેમ સમુદ્રમાં મહાભીષણ એવા ચાર પાતાળકળશો હોય છે, તેથી જ્યારે પાતાળકળશોના સંક્ષોભથી સમુદ્ર તોફાનવાળો બને છે ત્યારે સમુદ્રમાં ડૂબેલા જીવો અનેક વિડંબણા પામે છે, તેમ સંસારસાગરમાં મહાભીષણ એવા ચાર કષાયો છે, તેથી જ્યારે કષાયોના સંક્ષોભથી જીવો વ્યાકુળ બને છે ત્યારે સંસારમાં રહેલ જીવો અનેક વિડંબણા પામે છે.
(૪) જેમ સમુદ્ર અત્યંત દુઃખે કરીને ઉલ્લંઘી શકાય તેવા પાણીના આવર્તોથી રૌદ્ર હોય છે, તેમ જીવોમાં વર્તતો સંસારસાગર અત્યંત દુર્લથ્ય એવા મોહના આવર્તોથી રૌદ્ર છે.
(૫) જેમ સમુદ્રમાં વિવિધ પ્રકારનાં દુષ્ટ જળચર પ્રાણીઓ હોય છે, અને તેઓથી સમુદ્રમાં પડેલા જીવોને સતત ઉપદ્રવ થાય છે, તેમ સંસારસાગરમાં વિવિધ પ્રકારનાં દુ:ખોનો સમૂહ છે, અને તેનાથી સંસારીજીવોને અનેક દુઃખની પરંપરા પ્રાપ્ત થાય છે.
(૭) જેમ સમુદ્ર પવનથી વિક્ષોભ પામે છે ત્યારે સમુદ્ર અત્યંત ભયાવહ બને છે, તેમ જીવવર્તી સંસાર રાગ-દ્વેષના પરિણામો રૂપ પવનથી વિક્ષોભ પામે છે ત્યારે સંસારસાગર અત્યંત ભયાવહ બને છે.
(૭) જેમ સમુદ્રમાં અનેક પ્રકારનાં મોજાં ઊછળે છે, તેથી સમુદ્ર અતિભયરૂપ છે, તેમ જીવવર્તી સંસાર